________________
૭૨
નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
જણાય છે કે તે અદ્ભુત રચના હોવી જોઈએ.
આ સિવાય “બપ્પભટ્ટિસૂરિચરિત” (ઈ. સ. ૧૨૩૫ પહેલાં) અંતર્ગત મથુરા સ્તૂપની સામે બપ્પભટ્ટએ જે સ્તવન કહેલું તેનાં ત્રણેક પૃથક પૃથક્ ચરણો અહીં ઉઠ્ઠકિત કરીશું. યથા૩ :
નધાguત્ર-પૌત્રિ-શત-ન્યા-રામfમઃ | यस्याचितं क्रमाम्भोजं भ्राजितं तं जिनं स्तुवे ॥१॥
તથા
नमस्तुभ्यं भवांभोधि निमज्जज्जन्तु तारिणे ।
दुर्गापवर्ग सन्मार्ग स्वर्ग-संसर्ग-कारिणे ॥५॥ અને
न मया माया विनिर्मुक्तः शंके दृष्टः पुरा भवान् ।
विनाऽऽपदां पदं जातो भूयो भूयो भवार्णवे ॥ આ કાવ્યાંશોની શૈલી પણ પાછળ ચચ્યું તે ત્રણે સ્તોત્રોની જેમ જ અને સ્પષ્ટતઃ બપ્પભટ્ટિની છે : સુપ્રાસિત, સુઘોષ, એવું ધ્વન્યાકુલ પણ છે. પ્રસ્તુત કાવ્યમાં અલબત્ત મથુરાના સૂપનો કે અત્ પાર્શ્વનો ઉલ્લેખ નથી.) વસ્તુતયા શાંતિસ્તોત્રનાં તેમ જ મથુરા જિનવાળા સ્તવનનાં ઉપર ટાંકેલાં પદ્યો ચેતોહર શબ્દાવલીથી ગુંફિત, અર્થગંભીર, સુલલિત, અને પ્રસન્નકર રચનાનાં ઘાતક છે. બપ્પભટ્ટનો જીવનકાળ સુદીર્ઘ હતો તે જોતાં, તેમ જ મધ્યયુગમાં નિગ્રંથ સમાજમાં તેમની કવિ રૂપેણ બહુ જ મોટી પ્રતિષ્ઠા હતી તે ધ્યાનમાં રાખતાં, તેમણે વિશેષ કૃતિઓ રચી હોવી ઘટે, એમની જ હોઈ શકે તેવી, પણ વણનોંધાયેલી, એક કૃતિ સાંપ્રત લેખકના ધ્યાનમાં આવી છે. ચતુષ્ક સ્વરૂપની આ સ્તુતિ જિન અરિષ્ટનેમિને ઉદ્દેશીને રચાયેલી છે. પહેલા પદ્યમાં નેમિ જિન, બીજામાં સર્વ જિનો, ત્રીજામાં જિનવાણી, અને ચોથામાં શાસનદેવી ભગવતી અંબિકાની સ્તુતિ કરી છે. આ ચતુષ્ક પ્રકારની સ્તુતિઓ રચવાનો સૌ પ્રથમ પ્રયાસ બપ્પભક્ટિ દ્વારા જ, તેમની પ્રસિદ્ધ ચતુર્વિશતિકામાં થયો છે. ત્યાં ૨૪ જિનનાં ૯૬ પદ્યો આ પદ્ધતિએ જ આયોજિત થયાં છે. પછીથી, વિશેષ કરીને મધ્યયુગમાં, તો આ પ્રથાનો શ્વેતાંબર રચયિતાઓમાં ઘણો પ્રચાર હતો તેમ તે સમયની મળી આવતી કુડિબંધ રચનાઓના સાશ્યથી સિદ્ધ છે.
ગ્નગ્ધરા છંદમાં રચાયેલી જિન અરિષ્ટનેમિની ઉપરકથિત સ્તુતિના આરંભનાં અને અંતનાં પદ્યો આ પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org