________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
તેવી ઘણી જિનપ્રતિમાઓ ત્યાંના વિશાળ પહાડી કિલ્લા અંતર્ગત પ્રાપ્ત થઈ છે. વિશેષમાં ગોપગિરિ-વીરના મંદિર સંબદ્ધ કેટલાક અન્ય, અને પ્રબંધોથી જૂના સાહિત્યિક ઉલ્લેખો પણ મળે છે, જે હવે યથાક્રમ જોઈએ :
૭૪
(૧) સંગમસૂરિના તીર્થમાલા-સ્તવન(૧૧મી સદી આખરી ચરણ)માં આમરાજ કારિત ગોપગિરિના જિન વી૨નો જયકાર જગાવ્યો છે : યથા :
यस्तिष्ठति वरवेश्मनि सार्द्धाभिर्द्रविणकोटिभिस्तिसृभिः निर्मापितोऽऽमराज्ञा गोपगिरौ जयति जिनवीरः ||१०||
(૨) હર્ષપુરીયગચ્છના શ્રીચંદ્રસૂરિએ સ્વરચિત પ્રાકૃત મુનિસુવ્રતચરિત્ર (સં૰ ૧૧૯૩ | ઈ. સ. ૧૧૩૭)માં એમના પ્રગુરુ અભયદેવસૂરિ સંબદ્ધ સુકૃત-વર્ણનામાં સૂરીશ્વરે ગોપગિરિ પહોંચી, રાજા ભુવનપાલને મળી, ખૂબ પ્રયત્ન બાદ, પૂર્વના રાજાએ જાહેર કરેલ શાસનથી બંધ થયેલ, ત્યાંના શિખર પર રહેલ ચરમ જિન(વર્ધમાન-મહાવીર)ના દ્વારને શાસનધિકારીઓના અવરોધથી મુક્ત કરાવેલું તેવી વાત નોંધી છે ઃ યથા :
गोपगिरसिहरसंठियचरमजिणाययणदारमवरुद्धं । पुनिवदिन्नसासणसंसाधणिअहिं चिरकालं ॥ १००॥
गंतूण तत्थ भणिऊण भुवणपालाभिहाणभूवालं । अइसपयत्तेणं मुक्कलयं कारियं जेण ॥ १०१ ॥ १०
આ અભયદેવસૂરિ ઈસ્વીસન્ ૧૧મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા છે અને જયસિંહદેવ સિદ્ધરાજના શાસન પ્રાયઃ પહેલા દશકા સુધી વિદ્યમાન હતા. ગ્વાલિયરના જે ‘ભુવનપાલ’ રાજાનો સંદર્ભ આ ઘટનામાં આવે છે તે કચ્છપઘાતવંશીય રાજા ‘મહિપાલ’ જણાય છે, જેનું શાસન ઈ સ ૧૦૯૩માં હોવાનું ત્યાં દુર્ગસ્થ અભિલેખથી જાણમાં છે”. આથી સિદ્ધ થાય છે કે આમરાજ કારિત જિન વી૨ના પ્રાસાદથી મધ્યકાલીન ગુજરાત પરિચિત હતું અને ગુજરાતના જૈન શ્વેતાંબર મુનિઓ-યાત્રિકો એ તરફ મધ્યકાળમાં ફરીને જતા આવતા થયા હશે તેમ લાગે છે.
Jain Education International
(૩) તપાગચ્છીય જિનહર્ષ ગણિએ વસ્તુપાલચરિત (સં. ૧૫૦૫ / ઈ સ ૧૪૪૯)માં ગોપિરિ પર મંત્રીશ્વરે કરાવેલ સુકૃતોની જે નોંધ લીધી છે તેમાં ગોગિરિના ‘આમ નરેન્દ્ર’ કારિત વીર-જિનના ભવનનો ઉલ્લેખ આવે છે. તે મંદિર પર મંત્રીએ હેમકુંભ મુકાવ્યાની, તેમ જ ત્યાં “આમસરોવર”ની પાળે મંત્રીએ પોતાના કલ્યાણ માટે શાંતિનાથનું મંદિર કરાવ્યાની નોંધ લીધી છે×. આ ઉલ્લેખ પણ ગોપિરિ ૫૨ આમરાજકારિત જિન
For Private & Personal Use Only
www.jainelibrary.org