SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ક્યાંક આધ્યાત્મિકતાના, આત્મોન્નતિના ઓઠા નીચે, તો ક્યાંક ઉઘાડે છોગે, આગમોની આજ્ઞાની છડેચોક, ખુલ્લે આમ વિરુદ્ધ જઈને, કરામતી માંત્રિક કોઠાઓ સહિત, અને ક્યાંય કયાંય પદ્મદલનાં વલયોની તાંત્રિક આલેખનાઓ સાથે તેની અદ્ભુત ચમત્કાર શક્તિની, તેમાં છુપાયેલાં ગહન અને ગૂઢતમ રહસ્યોની, તેનાં ૧૦૮, હજાર, કે લાખવાર કરેલા જપના પ્રભાવથી ઉત્પન્ન થતા બેસુમાર લાભ આદિની માન્યતાઓ બંધાઈ, જે બધી મોડેની છે, અને એ સૌ એષણારિક આસ્થાની સંતુષ્ટિ માટેની છે. ભૌતિક લાભોને એક કોર રાખીને જેને આ પવિત્ર “મંગલ'ના એકાગ્ર ચિત્તે કરેલ પાઠથી આધ્યાત્મિક અનુભૂતિ થતી હશે, શાંતિ મળતી હશે, તેની પાછળ તેનાં પદોની માની લેવાયેલ માંત્રિક શક્તિ કામ કરી જતી હશે, કે પછી ધ્યાનકર્તાની અતૂટ શ્રદ્ધા અને એની પડછે રહેલી સ્વકીય આત્મશક્તિ કામ કરી જતી હશે તેનો નિર્ણય તો મનોવૈજ્ઞાનિકો અને યોગીઓ જ કરી શકે. સાંપ્રત લેખનો ઉદ્દેશ તો નમસ્કારમંગલની સંરચના પાછળની ઐતિહાસિક ભૂમિકાનાં કેટલાંક પાસાંઓનો ઉપલબ્ધ પ્રમાણોના આધારે નિર્દેશ માત્ર કરવાનો છે. (૫) મૂળ અર્ધમાગધી ભાષા અનુસાર નમસ્કાર મંગલ'નો અસલી પાઠ નીચે મુજબ થાય : नमो अरहंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो उवज्झायानं नमो लोगे५ सव्वसाधून પરિશિષ્ટ પશ્ચાત્કાલીન પ્રબંધાદિ સાહિત્યમાં સિદ્ધસેન દિવાકર આ પાંચ પદયુક્ત અર્ધમાગધી મંગલને સંસ્કૃત ભાષામાં એક પદમાં જ વિન્યાસ કરીને રચ્યાનું કહેવાય છે : યથા નમોડર્રસિદ્ધ વાર્થોપાધ્યાય સર્વસાધુઝઃ જેના બદલામાં તેમને સંઘ બહાર મૂકેલા એવો પ્રઘોષ છે. પરંતુ (દ્વિતીય) આતુરપ્રત્યાખ્યાન(પ્રાક્ષ્મધ્યકાલીન)માં આ પાંચ પદોને એક ગાથામાં અને આરાધનાપતાકા અપરનામ પર્યતારાધનામાં મૂળ મંગલ અતિરિક્ત પ્રશસ્તિનાં ચાર પદોનો ભાવ લઈ બે ગાથામાં યોજી દીધાં છે તે વાત વિચારમાં નાખી દે છે : યથા : नमो अरहंताणं सिद्धाणं नमो य सुह समिद्धाणं । आयरिउवज्झायाणं नमो नमो सव्वसाहूणं ॥ - માતુ-પ્રત્યાહ્યા. ર૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy