________________
૧૩૭
મીનળદેવી'નું અસલી અભિધાન સોમેશ્વર(દ્વિતીય) (ઈ. સ. ૧૦૬૮-૧૦૭૯)ની ત્રણ રાણીઓમાંથી એકનું નામ “મળલદેવી હતું તેમ શિવપુરના અભિલેખ પરથી જાણી શકાય છે.
(૪) સૌદત્તી(પ્રાચીન સુગંધવર્તી)ના અધિરાજ રટ્ટવંશીય કન્નકેરના ઈ. સ. ૧૦૯૬ના, સ્વપિતૃ કાલસેને કરાવેલ જિનાલયને ઉદ્દેશીને અપાયેલ દાનશાસનમાં, કાલસેનની રાણી રૂપે “મૈળલદેવી” અભિધાન પ્રાપ્ત થાય છે”.
(૫) સોમેશ્વર(દ્વિતીય)ના લઘુબંધુ ચાલુક્ય સમ્રાટ ત્રિભુવનમલ વિક્રમાદિત્ય ષષ્ટમ્ (ઈ. સ. ૧૦૬૮-૧૧૨૭)ની એક પુત્રીનું નામ પણ “મૈળલદેવી હતું. એને ગોવાના કદંબરાજ જયકેશી (દ્વિતીય) (ઈ. સ. ૧૧૦૪-૧૧૩૫) વેરે પરણાવેલી'. કિરુસંપગાડિના જિનાલયને અર્પિત, કદંબ વંશીય રાજબંધુઓ વીર પેર્માડિ તથા વિજયાદિત્યના દાનશાસનમાં, તેમના પિતારૂપે જયકેશી દ્વિતીય અને સાથે જ માતારૂપે ઉપરકથિત “ઐળલદેવી'નો પણ ઉલ્લેખ થયો છે.
(૬) ધૂલિ (પ્રાચીન પૂલિ)નગરના ગંગવંશીય પિટ્ટનૃપના પુત્ર બિજ્જલે બંધાવેલ જિનાલયને સમર્પિત શિલાશાસન(ઈ. સ. ૧૨મી શતાબ્દી પ્રથમ ચરણ)માં દાતાએ પોતાના બંધુઓનાં નામ આપવા સાથે ભગિની “મળલદેવી'નો પણ ઉલ્લેખ કર્યો છે.
કર્ણાટકના આમ ઈસ્વીસની ૧૧મી તેમ જ ૧૨મી શતાબ્દીના ચાલુક્ય, કદંબ, રદ તથા ગંગવંશીય અભિલેખોમાં મુદ્દાગત અભિયાનના અસંદિગ્ધ ઉલ્લેખો જોતાં ત્યાં મયણલ્લાદેવી' નહીં પણ “મળલદેવી' રૂપ પ્રચલિત હતું : સર્વત્ર એ જ રૂપ મળે છે. લેખનમાં “મૈને વિકલ્પ “મઈ” કે “મય' રૂપ ઘટી શકે; અને “-ળલ'ના ‘લવ્યંજનનો હલન્ત ઉચ્ચાર ન કરતાં પૂરો કરવામાં આવે અને સાથે જ જો તેનું જરા નાસિકાશ્રિત ઉચ્ચારણ કરવામાં આવે તો તે ણલ્લ જેવું સંભળાય. હેમચંદ્રાચાર્યે આ દ્રાવિડી “મૈનલ’નો નાસિકાશ્રિત ધ્વનિ મયણલ્લ' જેવો સાંભળ્યો હશે અને એ કારણસર (તેમ જ કદાચ પદ્યમાં છંદ-માત્રા સાચવવા) તેમણે તેવું રૂપ રજૂ કર્યું હોય તેમ બને.
સિદ્ધરાજમાતુ “મૈનલદેવી'નું નામ જનભાષામાં તો “મીનળદેવી’ જ રહેવાનું અને તે રૂઢ થયેલ (અને વસ્તુતયા કર્ણશિલ) અભિધાનને ફેરવવાના આયાસ-પ્રયાસ નિષ્ફળ જ જવાના; પરંતુ ઇતિહાસવેત્તાઓની વાત જુદી છે; સોલંકીકાલના ઇતિહાસનાં પ્રમાણભૂત પુસ્તકોમાં તો તથ્ય ખાતર, અસલી કન્નડ રૂપને રજૂ કરવું ઈષ્ટ માની શકાય. કંઈ નહીં તોયે તત્સંબદ્ધ નિર્દેશ તો થવો જરૂરી બની જાય છે.
નિ. એ. ભા. ૧-૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org