________________
સંગમસૂરિષ્કૃત સંસ્કૃતભાષાબદ્ધ ‘ચૈત્યપરિપાટીસ્તવ’
ગોકુલવાસ
(ગોકુલમાં આવેલ,) ગોકુલવાસી (નંદ) કૃત શાંતિનાથને પૂજવાનું કહી તેનો જય કહ્યો છે. સોમપ્રભાચાર્યના પ્રભાવકચરિત(સં. ૧૩૩૪/ ઈ. સ. ૧૨૭૮)માં બપ્પભટ્ટિસૂરિએ ગોકુલવાસમાં નંદે કરાવેલા તીર્થેશ્વર શાંતિને વાંઘાના ઉલ્લેખ મળે છે, તે ઉ૫૨થી પ્રસ્તુત મંદિર ગોકુલમાં હતું અને તે (શ્રીકૃષ્ણના પાલકપિતા) નંદે કરાવ્યાનું મધ્યકાળમાં મનાતું હોવાનું સૂચિત કરે છે. હાલ આ તીર્થ નષ્ટ થઈ ચૂક્યું છે. પ્રભાવકચરિતથી સાંપ્રત ઉલ્લેખ પ્રાયઃ દોઢસોએક વર્ષ પુરાણો હોઈ મૂલ્યવાન બની રહે છે.
પ્રક્ષિપ્ત ગાથાઓ
૧૪મા શ્લોક સુધી તો બધી પ્રતોમાં પાઠ થોડા થોડા ભેદ સાથે એકસરખો ચાલ્યો આવે છે; પણ પછીથી આવતા મૂળ શ્લોકોની ન્યૂનાધિકતા તેમ જ કેટલીક ક્ષેપક ગાથાઓ આવતી હોઈ, ક્રમમેળ રહેતો નથી. વળી એક પ્રતમાં એક પદ્ય પ્રક્ષિપ્ત થયું છે તો બીજામાં બીજું, બધામાં મળી, આવા વધારાનાં કુલ ચાર પ્રક્ષિપ્ત પદ્યો મળે છે, જેના વિશે થોડો ઊહાપોહ કરવો જરૂરી બની રહે છે.
૨૨૩
આમાં પ્રથમ જોઈએ વડોદરાના, સમુદ્રમાંથી વહાણ મારફત પ્રાપ્ત જિનબિંબનો ઉલ્લેખ. આ કેવળ એક જ પ્રતમાંથી મળે છે : અને ત્યાં તે (એવી જ કથા ધરાવતા) સ્તંભન પાર્શ્વનાથની પહેલાં આવે છે. એમ જણાય છે કે વડોદરાવાસી યા વડોદરાના પ્રેમી કોઈ મુનિમહારાજે આ શ્લોક બનાવી દાખલ કરેલો છે. એટલું ખરું કે વડોદરામાં સંપ્રતિરાજાએ કરાવ્યાનું મધ્યકાળમાં મનાતું હતું એવું એક પાર્શ્વનાથનું પુરાતન મંદિર હતું, જે જીર્ણ થવાથી (વસ્તુપાલબંધુ) મંત્રી તેજપાળે તેનો ઉદ્ધાર કરાવ્યાનું જિનહર્ષગણિએ વસ્તુપાલચરિત્ર(ઈ. સ૰ ૧૪૪૯)માં નોંધ્યું છે”. આમ આ જિનાલય પ્રાચીન હોઈ, પ્રક્ષેપકર્તાને કંઈક આધાર પણ મળી ગયો.
આ પછી જોઈએ તો (અહીં ૧૫મા શ્લોક પછી) સ્તંભનપુર પાર્શ્વનાથને લગતું એક વધારાનું પદ્ય આવે છે, જે પણ કેવળ એક જ પ્રતમાં (‘D’માં) જોવા મળ્યું છે. વળી પ્રસ્તુત પ્રતમાં તે ‘અંગદિકા’ પછી, એટલે કે નવમી ગાથા પછી ઘુસાડવામાં આવ્યું છે. સ્તવની શરૂઆતનાં પદ્યોમાં ઉત્તર તરફનાં જ તીર્થોની વાત હોઈ, આ પઘની ક્રમમાં ત્યાં ઉપસ્થિતિ પણ વિસંગત છે : (અહીં મેં તેને સ્તંભન-પાર્શ્વનાથવાળા અસલી ૧૫મા પઘ પછી કૌંસમાં ગોઠવ્યું છે.) સંદર્ભગત પદ્ય એક જ વાતની બીજા શબ્દોમાં પુનરુક્તિ કરતું હોઈ, તેમ જ આગળ દર્શાવ્યા તે કા૨ણોસ૨, પ્રક્ષિપ્ત છે.
આ પછીનું ક્ષેપક પઘ (અહીં ૧૯ બાદ) છે તે વિમલમંત્રીએ અર્બુદશિખર પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org