SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામી સમંતભદ્રનો સમય શબ્દાલંકારિક-અર્થાલંકારિક ઉદ્બોધનો પણ કરેલાં છે; જેમ કે, સ્તુતિવિદ્યામાં અનુનત, અનામનમન:, શનમ્ર, વિતયાતન, નતપાત, નૃતયાત, નતપીત્તાસન, નતામિત, નાનાનન્તનુતાન્ત, नानानूनाननानना, નાનિતનુતે, નુતીતેન, નુનયાશ્રિત, ગુજ્રાન્ત, નુન્નામૃત:; તતોતત:; તતામિતમતે, તાનિતનુતે, તાન્તિતતિનુત, અભિતાત, તૌતિતતીતિત:, સત્રનર, રત્નોનાશન્ ઇત્યાદિ. આ અશ્રુતપૂર્વ અને જીભનાં લોચાં વળે તેવાં ઉદ્બોધનો સમંતભદ્રને અતિ પ્રાચીન આચાર્ય ઠરાવવાને બદલે બહુ બહુ તો પ્રાક્ર્મધ્યકાલીન પરિસરમાં જ મૂકવા પ્રેરાય છે ! (૮) સમંતભદ્રાચાર્યની લલિતસુંદર પદ્યો ધરાવતી સ્તુતિ-કૃતિ કોઈ હોય તો તે છે સ્વયંભૂસ્તોત્ર (જુઓ પરિશિષ્ટ ‘અ’). તેમાં બાવીસેક જેટલાં વિવિધ વૃત્તોનો પ્રયોગ થયો છે, જેમાંનાં ઘણાંખરાં કાલિદાસ, સિદ્ધસેનાદિ ગુપ્તકાલીન કવિઓની રચનાઓમાં પણ મળે છે. કેટલાંક સારાં પઘો એમના યુક્ટ્સનુશાસનમાં પણ મળી આવે છે. (પરિશિષ્ટ ‘અ’). પરંતુ તેમની એક બાજુથી પૂર્ણતયા તર્કોવલ અને બીજી તરફથી નખશીખ અલંકૃત અને ક્લિષ્ટ કૃતિ તો છે ઉપરકથિત સ્તુતિવિદ્યા. એમાં તેમણે અનેક અટપટા, યમકોથી તેમ જ ચિત્રબદ્ધ એવં કઠિન કાવ્યયુક્તિઓથી નિબદ્ધ ચિત્રકાવ્ય રૂપેણ પદ્યોનો સમાવેશ કર્યો છે. આ અત્યંત આલંકારિક વૃત્તોની સૂચિ નીચે મુજબ છે. Jain Education International द्वयक्षर शार्दूलविक्रीडित अर्ध्वभ्रम अर्ध्वभ्रमगूढपश्चा अर्ध्वभ्रमगूढद्वितीयपाद अर्धभ्रमनिरोट्यगूढचतुष्पाद गूढद्वितीयचतुर्थान्यतरपादोऽर्धभ्रम गूढद्वितीयपादसर्वतोभद्रगतत्यानुगतऽर्धभ्रम चक्रवृत्त कविकाव्यनामगर्भचक्रवृत्त इष्टपादवलयप्रथमचतुर्थसप्तमवलयैकाक्षरचक्रवृत्त गतप्रत्यार्श्वभाग गतप्रत्यागतार्ध्य श्लोकयमक निरोट्यश्लोकयमक युग्मकयमक ૪૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy