SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ (૫) બહાદુર-ઈ-ઝમાન મુખ્તાર સાહબ મરહૂમ–મોટે ભાગે તો મધ્યકાલીન કથાનકોના આધારે–સમતભદ્ર દ્રાવિડ સંઘના હોવાનું કહે છેve. દેવસેનના દર્શનસાર (વિ. સં. ૯૯૦ | ઈ. સ. ૯૩૪) અનુસાર પ્રસ્તુત સંઘ પૂજ્યપાદ દેવનંદીના શિષ્ય વજનંદીએ સ્થાપેલો. જો આમ જ હોય તો સમંતભદ્ર સાતમી શતાબ્દી પહેલાના આચાર્ય હોઈ જ ન શકે : પણ દેવનંદીએ સમતભદ્રના એક લક્ષણ-પ્રયોગનો ઉલ્લેખ કર્યો હોઈ સમતભદ્ર એમનાથી થોડા વહેલા થઈ ગયા હોવા ઘટે. આથી સમંતભદ્ર “દ્રાવિડસંઘમાં થઈ ગયા” વાળી આ વાત માનવા યોગ્ય જણાતી નથી. (સાચી હોય તો તો મુખ્તાર સાહેબની સમતભદ્રના સમય સંબદ્ધ મૂળ સ્થાપનાથી તે પૂર્ણપણે વિરુદ્ધ જાય છે, જેનો તેમને બિલકુલેય ખ્યાલ નથી રહ્યો !) (૬) સ્તુતિવિદ્યા અંતર્ગત સમંતભદ્ર જિન ઋષભની સ્તુતિ કરતાં તેમના અષ્ટ મહાપ્રતિહાર્યો–ભામંડલ, સિંહાસન, અશોકવૃક્ષ, કુસુમવૃષ્ટિ, દિવ્યધ્વનિ, છત્ર, ચામર અને દુંદુભિનાદ–નો ઉલ્લેખ કર્યો છે : યથા : नतपीलासनाशोक सुमनोवर्षभासितः भामण्डलासनाऽशोकसुमनोवर्षभाषितः । दिव्यै निसितच्छत्रचामरैर्दुन्दुभिस्वनैः दिव्यैर्विनिर्मितस्तोत्रश्रमदर्दुरिभिर्जनैः ॥ તીર્થકરોના ૩૪ અતિશયોનો વિભાવ તો કુષાણકાલ દરમિયાન આવી ચૂકેલો; પણ અષ્ટ મહાપ્રાતિહાર્યોની કલ્પના આગમોમાં દેખાતી નથી. એ સૌ પ્રથમ તો કથા-સાહિત્યમાં, નાગૅદ્રકુલના વિમલસૂરિના પઉમચરિય (આત ઈસ૪૭૩)માં મળે છે. (દેવકૃત દિવ્યભવ્ય સમવસરણની પણ સૌ પહેલી કલ્પના પ્રસ્તુત ગ્રંથમાં જ મળે છે.) પ્રાચીન જિન પ્રતિમાઓમાં જોવા જઈએ તો કુષાણ કાળમાં સિંહાસન (ધર્મચક્ર સમેત), ભામંડલ (યા ક્યારેક ચૈત્યવૃક્ષ), ચામરપરયુગ્મ, દુંદભિનાદ, માલધર-વિદ્યાધર (સુર-પુષ્પ-વૃષ્ટિ ?), ખેચરી વાદ્યવૃંદ, કે ક્યારેક છત્ર જેવા એકાદ અન્ય પ્રાતિહાર્યથી વિશેષ જોવા મળતું નથી. અષ્ટમહાપ્રાતિહાર્યોને ઉલ્લેખતા દાક્ષિણાત્ય નિર્ગસ્થ પરંપરાના પ્રાચીનતમ તિલોયપણસ્તી સરખા ગ્રંથો ઈસ્વીસના છઠ્ઠા શતકથી પૂર્વેના નથી. સમતભદ્રાચાર્યે આઠ પ્રાતિહાર્યોનો ઉલ્લેખ કર્યો છે તે પરિપ્રેક્ષ્યના પ્રકાશમાં સમતભદ્ર છઠ્ઠા શતક પૂર્વેના હોય તેવી પ્રતીતિ થતી નથી. (૭) આચાર્ય સમતભદ્ર એમની સ્તુતિઓમાં તીર્થકરને ઉદ્દેશીને કરેલાં વિવિધ પ્રકારનાં ઉદ્બોધનો મળે છે તેમાં નાથ, મહામુનિ, ઋષિ, જિન, વીતરાગ, ઇત્યાદિ તો પ્રાચીનમધ્યકાલીન નિર્ઝન્થ સ્તોત્રોમાં તેમ જ કેટલાક કિસ્સાઓમાં ઉત્તરની પરંપરાના આગમોમાં પણ) દેખા દે છે; પણ સાથે જ કેટલાંયે અભૂતપૂર્વ, ચિત્રવિચિત્ર, અને કૃત્રિમ રીતે ઘડી કાઢેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy