________________
૪૦
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
(क) पूर्वं पाटलिपुत्र-मध्यनगरे भेरी मया ताडिता
पश्चान्मालव-सिन्धु-टक्क-विषये कांचीपुरे वैदिशे । प्राप्तोऽहं करहाटकं बहुभटं विद्योत्कटं सङ्कटं
वादार्थी विचराम्यहं नरपते ! शार्दूलविक्रीडितम् ॥ આમાંથી તો સમય-વિષયક કોઈ નિશ્ચિત તારતમ્ય નીકળી શકે તેમ નથી. સિંધુદેશમાં તેઓ ગયા હોય તો સિંધ ઈ. સ. ૭૨૧માં ઇસ્લામી હકૂમત નીચે આવ્યું તે પહેલાં હોવું ઘટે.
અને છેલ્લા પદ્યમાં કોઈ રાજયસભામાં સમતભદ્ર પોતાને આચાર્ય, કવિ, વાદિરા, પંડિત, દૈવજ્ઞ (જ્યોતિષ-નિમિતજ્ઞ), ભિષશ્વર (વૈદ્ય), માંત્રિક, તાંત્રિક, આજ્ઞાસિદ્ધ, અને સિદ્ધસારસ્વત રૂપે બતાવે છે : યથા :
(ड) आचार्योऽहं कविरहमहं वादिराट् पण्डितोऽहं
दैवज्ञोऽहं भिषगहमहं मान्त्रिकस्तान्त्रिकोऽहम् । राजन्नस्यां जलधिवलयामेखलायामिलाया
माज्ञासिद्धः किमिति बहुना सिद्धसारस्वतोऽहम् ॥ આમાંથી એમની પ્રાચીનતા વસ્તુતયા કેટલી છે તેનો અંદાજ જરૂર નીકળી આવે છે. દશવૈકાલિકસૂત્રમાં નિર્ઝન્થ ભિક્ષુઓને નક્ષત્ર (જયોતિષવિદ્યા), સ્વપ્નશાસ્ત્ર, યોગ, નિમિત્તશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, ભૈષજય (વૈદિક) ઇત્યાદિ અંગે જે નિષેધ આજ્ઞા દીધી છે તે જોતાં તો સમંતભદ્ર આગમિક યુગમાં થયા હોવાનું સંભવતું નથી. પ્રસ્તુત કથન ધરાવતા અધ્યાયનો સમય આશરે ઈસ્વીસન્ પૂર્વેની બીજી-પહેલી શતાબ્દી બાદનો નથી.
नक्खतं सुमिणं जोगं निमित्तं मंत भेसजं । गिहिणो तं न आइक्खे भूताधिगरणं पदं ॥
–રવૈવેત્તિ સૂત્ર ૮.૫૦ આમાં “મંત્ર”નો તો સમાવેશ છે પણ “તંત્રનો ઉલ્લેખ નથી. મંત્રવાદ તો અથર્વવેદ (ઈ. સ. પૂ. પાંચમી શતી)થી ચાલ્યો આવે છે પણ “તંત્ર” પ્રમાણમાં અર્વાચીન છે. લગભગ છઠ્ઠા શતકથી વૈદિકોમાં તે પાશુપત-કાલામુખ-કાપાલિકાદિ શૈવ સંપ્રદાયોમાં, ને શાક્ત પંથમાં દુર્ગા-ચંડી-ચામુંડા-કાલી, ભૈરવ ઈત્યાદિ અઘોર શક્તિઓની ઉપાસના જોર પકડે છે; તો મહાયાન સંપ્રદાયમાં પાંચમાંથી, પણ વિશેષે તો છઠ્ઠા શતકના ઉત્તરાર્ધથી તારા, મહામાયૂરી, પ્રજ્ઞાપારમિતાદિ બૌદ્ધ શક્તિઓની તાંત્રિક ઉપાસનાને કારણે મંત્રવાદથી આગળ વધીને તંત્રવાદના વર્તુળમાં બૌદ્ધ ધર્મ પ્રવેશ્યો અને તે આઠમા શતકમાં વજયાન-નીલપટાદિ પંથોમાં પરિણમ્યો. તો નિગ્રંથો પણ એ ઘોડાદોડમાં પાછળ રહ્યા નથી. ત્યાં “વિજ્ઞાઓ” (વિદ્યાઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org