________________
પ્રતિમાવિધાન અને પ્રતિષ્ઠાવિધિના ગ્રંથોમાં પાદલિપ્તસૂરિ-રચિત “નિર્વાણકલિકા' મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પરંતુ “પાલિત્ત’ કે ‘પાદલિપ્ત' નામે ત્રણેક સૂરિઓ થયા છે. નિર્વાણકલિકા' રચનાર પાદલિપ્તસૂરિ એ પૈકીના ત્રીજા પાદલિપ્તસૂરિ છે, જે ઈ. સ. ૯૭૫ના અરસામાં થયા. “ભદ્રબાહુ અને “કાલકાચાર્યની જેમ એક નામ ધરાવતા અનેક સૂરિઓ આપણે માટે કેવો કોયડો મૂકી જાય છે !
કહાવલિ' (કથાવલી) નામે કથાસંગ્રહના કર્તા ભદ્રેશ્વરસૂરિના સમય વિશે ચર્ચા કરતાં, લેખ ૮માં લેખક દર્શાવે છે કે એના કર્તા ઈ. સ. ૯૭૫-૧૦૨૫ના સમયગાળામાં થયા લાગે છે.
ગૌતમસ્વામિસ્તવ' નામે રુચિર સંસ્કૃત સ્તોત્ર વજસ્વામીએ રચ્યું મનાય છે, પરંતુ એ વજસ્વામી ઈ. સ.ની પહેલી સદીમાં થયેલ આર્ય વજ હોઈ શકે નહિ એમ અનેક મુદ્દાઓના આધારે દર્શાવી લેખકે એ સ્તવના કર્તા વિસં. ૧૦૮ નહિ, પણ વિ. સં. ૧૦૮૦ના અરસામાં થયેલ ઉત્તરકાલીન અન્ય વજસ્વામી હોવા જોઈએ એમ સિદ્ધ કર્યું છે. એવી રીતે નેમિ-સ્તુતિ રચનાર વિજયસિંહસૂરિ ઈ. સ.ની ૧૧મી સદીમાં થયેલ ભૃગુપુર-નિવાસી વિજયસિંહ હોવાની સંભાવના લેખકે દર્શાવી છે તે પણ ઘણી પ્રતીતિકર છે.
પછીના ત્રણ લેખ (૧૧-૧૨-૧૩) ઇતર પ્રકારના વિષય પ્રસ્તુત કરે છે. એમાંના પહેલા લેખમાં સોલંકીકાળના મહારાજ ભીમદેવ બીજાના સમયમાં થયેલા ત્રણ ઉપેક્ષિત રાજપુરુષો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે : દંડનાયક અભય, રાજપ્રધાન જગદેવ પ્રતિહાર અને એમના પુત્ર મહાપ્રતિહાર સોમરાજદેવ, જે “સંગીતરત્નાવલી'ના કર્તા હતા. બીજા લેખમાં સિદ્ધરાજ જયસિંહનાં માતાનું અસલ નામ “મીનળદેવી' કે “મીનલદેવી' નહિ, ને મયણલ્લદેવી' પણ નહિ પરંતુ “મૈળલદેવી' હોવું જોઈએ એવું કર્ણાટકના એ સમયના અભિલેખોમાં આવતા એ નામના પ્રચલિત રૂપ પરથી લાગે છે એમ દર્શાવવામાં આવ્યું છે. મધ્યકાલીન કન્નડ સાહિત્યના જાણકારો આ વિશે વધુ પ્રકાશ પાડી શકે. સિદ્ધરાજ અને કુમારપાલના સભાકવિ શ્રીપાલ, તેમના પુત્ર સિદ્ધપાલ અને પૌત્ર વિજયપાલ ધર્મે જૈન હતા એવું સોલંકી વંશ વિશે લખનાર વિદ્વાનોએ માની લીધું છે, પરંતુ શ્રીપાલની રચનાઓ સૂચવે છે કે તેઓ હિંદુધર્મી હતા એવો મત ડૉ. શાંતિકુમાર પંડ્યાએ વિગતે પ્રસ્તુત કર્યો છે, તેના સાધક-બાધક મુદ્દાઓની છણાવટ કરતાં અંતે શ્રી ઢાંકી નોંધે છે કે શ્રી પંડ્યાના આગવા અભિગમને સ્વીકારવા માટે તદ્દન સીધાં અને નક્કર પ્રમાણોની આવશ્યકતા રહે છે ને એવાં પ્રમાણ મળે તો શ્રીપાલ પરિવારના કુલધર્મ વિશે એટલો સુધારો કરી લેવામાં કોઈ જ બાધા ન હોઈ શકે. આ અભિગમ તેઓનો કુલધર્મ જૈન હતો એ મતને પણ લાગુ પડે, કેમકે એ પણ પ્રમાણ વિના માની લીધેલી માન્યતા છે.
લેખ ૧૪માં “રામચંદ્ર' નામે બે અને સાગરચંદ્ર નામે કેટલાક કવિઓની ભિન્નતા તેઓના ભિન્ન સમયાંકન સાથે દર્શાવી છે. લેખ ૧૫માં “અમમસ્વામિચરિત'ની રચના માટે સૂચવાયેલાં વિભિન્ન સમયોની મીમાંસા કરી એ પૈકી વિસં. ૧૨૨૫ હોવાનું સિદ્ધ કર્યું છે.
( ૬ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org