________________
પ્રકાશકીય
શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સંશોધન લેખશ્રેણિમાં નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચયનો પ્રથમ ખંડ પ્રકાશિત કરતાં અને આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથશ્રેણિમાં નિર્ગસ્થ દર્શનના વિવિધ વિદ્યાશાખાના આરૂઢ વિદ્વાનોની જીવનભરની જ્ઞાનસાધનાના પરિપાકરૂપે જુદા જુદા સમયે જુદાં-જુદાં સામયિકોમાં પ્રકાશિત થયેલા લેખોના સંગ્રહ પ્રકાશિત કરવામાં આવે છે. એ પૂર્વે પ્રકાશિત થઈ ગયેલા આ લેખોમાં કેટલાક તો સંશોધનની દૃષ્ટિએ અતિ મૂલ્યવાન હોય છે. તેમ છતાં આવા લેખો ઘણી વાર અલ્પજ્ઞાત, તો ઘણી વાર સાવ જ અજ્ઞાત એવાં સામયિકોમાં ને અભિનંદન ગ્રંથો આદિમાં પ્રકાશિત થતા હોય છે, તેથી તે લેખોનો સંશોધકો ઉપયોગ કરી શકતા નથી. તેથી લેખકો અને સંશોધકોની મહેનતનો સર્વાશ લાભ લઈ શકાતો નથી. આના ઉકેલરૂપે તથા આગળ થનાર સંશોધનમાં આ લેખોનો સમુચિત ઉપયોગ થાય તે માટે ઉપરોક્ત સંશોધન લેખ-શ્રેણિનો આરંભ કરવામાં આવ્યો છે.
આ શ્રેણિમાં પ્રા. મધુસૂદન ઢાંકીના ગુજરાતીમાં લખાયેલા લેખોનો પ્રથમ ખંડ ગ્રંથાંક ૪ રૂપે પ્રકાશિત થઈ રહ્યો છે, જે આનંદની ઘટના છે. જૈન ધર્મનો ઇતિહાસ અત્યંત ધૂંધળો અને કિંવદંતીઓથી ભરપૂર છે. એક જ સરખા નામાભિધાનવાળા આચાર્યો, વિભિન્ન સંવતોનો ઉપયોગ, પ્રાચીનતા દર્શાવવાની ભાવનાને કારણે ઇતિહાસમાં સમયનિર્ધારણ બાબતે ઘણી સમસ્યાઓ ઉપસ્થિત થાય છે, તેમ જ અન્ય અનેક વણઉકેલાયેલા પ્રશ્નો હોવાને કારણે ઇતિહાસ સાથે સંબંધ ધરાવતાં અન્ય તમામ ક્ષેત્રો પણ ધુમ્મસમય બન્યાં છે. ઘણી વાર પ્રાચીન લેખકોને અર્વાચીન ઠરાવી દેવામાં આવે છે અને અર્વાચીન લેખકોને પ્રાચીન ગણાવવામાં આવે છે. આવી સમસ્યાઓનો ઉકેલ સૂક્ષ્મ દૃષ્ટિથી કરવામાં આવેલ સંશોધન દ્વારા જ આવી શકે. પરંતુ કમનસીબે તેના ઉપર પ્રમાણભૂત રીતે કાર્ય કરનાર વિદ્વાનોની સંખ્યા ઓછી હતી અને હવે તો ઘણી જ ઓછી છે. એક દષ્ટિએ તો આ તદ્દન વણખેડાયેલ ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં પ્રા મધુસૂદન ઢાંકીએ પોતાની ઊંડી સંશોધકર્દષ્ટિ, બહુશ્રુતત્વ, અને બહુમુખી પ્રતિભાને બળે ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે. તેમનાં સંશોધનો દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલાં છે. તેમણે નિર્ધારિત કરેલ સમય અને ઇતિહાસ પ્રાયઃ સર્વમાન્ય ઠરે છે. તેમના ઇતિહાસવિષયક ૩૪ લેખોનો સંગ્રહ પ્રસ્તુત ગ્રંથના પ્રથમ ખંડરૂપે પ્રગટ થઈ રહ્યો છે, જે સંશોધકો માટે સીમાચિહ્ન સમો છે. એટલું જ નહીં સંશોધકની દૃષ્ટિ કેવી તીક્ષ્ણ અને નિષ્પક્ષ છતાં સત્યને શોધીને પ્રબળ રીતે રજૂ કરનાર હોવી જોઈએ તે પણ આ લેખોમાંથી પ્રગટ થાય છે. આ લેખોમાં અનેક ગ્રંથોની તુલનાઓ કરવામાં આવી છે. સાથે સાથે વિભિન્ન પરિસ્થિતિઓની નિષ્પક્ષ સમાલોચના પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org