________________
કરવામાં આવી છે. પૂર્વ લેખકોના જ્યાં જ્યાં એ સંબંધનાં મંતવ્યો હોય તેની સમીક્ષા, અને અનેક ઐતિહાસિક સાધનોનો સમુચિત ઉપયોગ કરી સત્ય સુધી પહોંચવાનો નિર્ભીક પ્રયાસ થયેલો છે, સાથે જ સચોટ અને ધારદાર રજૂઆતને કારણે ગંભીર વિષય પણ રસાળ બની શક્યો છે. આમ આ લેખોમાં ઊંડી પડ્યુત્તા, નિષ્પક્ષ આલોચના અને ધારદાર છતાંયે સરળ અભિવ્યક્તિ જોવા મળે છે.
પ્રા. મધુસૂદન ઢાંકીએ તેમના સંશોધનલેખોનો સંગ્રહ પ્રગટ કરવાની સંમતિ આપી છે તે બદલ અમે તેમના ખૂબ ખૂબ આભારી છીએ.
આ શોધલેખ-સંગ્રહ દરેક સંશોધકો અને ઇતિહાસ વિષયના જિજ્ઞાસુઓને ઉપયોગી નીવડશે તેવી આશા છે.
જિતેન્દ્ર બી. શાહ અમદાવાદ
નિયામક તા. ૩ ઑક્ટોબર, ૨૦૦૧. શારદાબહેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર
(૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org