SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ભદ્રાર્યાચાર્ય અને દત્તિલાચાર્ય થયાનો ઉલ્લેખ છે૧૫. આ સ્પષ્ટ ઉલ્લેખ જોતાં અને અગસ્ત્યસિંહના સંભાવ્ય સમયથી લેખની મિતિના હિસાબે આશરે સવાસો વર્ષ જેટલું તેમનું પુરોગામીપણું લક્ષમાં લેતાં, ચૂર્ણિકથિત દત્તિલાચાર્ય અને સાંપ્રત શિલાલેખ ઉલ્લિખિત દત્તિલાચાર્ય અભિન્ન હોવા જોઈએ. જો પ્રસ્તુત દત્તિલાચાર્ય દ્વારા પણ દશવૈકાલિકસૂત્રની એક વૃત્તિ રચાઈ હોય તો તે વૃત્તિનો સમય ઈસ્વીસન્ના પાંચમા શતકનો દ્વિતીય પ્રહર હોવાનું નિશ્ચિતરૂપે અનુમાની શકાય. આ બન્ને પ્રાચીન ઉલ્લેખોનાં પ્રમાણોથી અગસ્ત્યસિંહ દ્વારા થયેલ બે પૂર્વવિદ્ આચાર્યો સંબદ્ધ ઉલ્લેખની પ્રામાણિકતા સિદ્ધ થવા ઉપરાંત તેઓની વિદ્યમાનતાના કાળનો પણ મહદંશે નિર્ણય થઈ જાય છે. ભદ્રાર્યાચાર્ય ઈસ્વીસના પાંચમા શતકના પૂર્વાર્ધમાં થયા હશે અને દત્તિલાચાર્ય તો ઈ સ૰ ૪૩૨-૩૩માં વિદ્યમાન હોવાનું હવે સુનિશ્ચિત બને છે. આ ગણતરીએ ભદ્રાર્યાચાર્ય અને દત્તિલાચાર્ય સમકાલિક સ્થવિરો હોવા ઘટે. પ્રસ્તુત બન્ને આચાર્યોએ દશવૈકાલિકસૂત્ર પર વૃત્તિઓ રચી હોય તો તે બન્ને કૃતિઓ જૈનાગમોની વાલભી વાચના (ઈ. સ. ૫૦૩ વા ઈ. સ. ૫૧૬)થી પૂર્વે થઈ ચૂકી હતી. હાલ અપ્રાપ્ય એવી આ વૃત્તિઓના આશય-અંશ અગસ્ત્યસિંહની ચૂર્ણિમાં અભિપ્રાયરૂપે જળવાયા હોઈ, પ્રસ્તુત ચૂર્ણિનું મૂલ્ય અધિકતર બની જાય છે. અલબત્ત ચૂર્ણિકારનાં નિજી મંતવ્યો અને પૂર્વવર્તી વૃત્તિકારોનાં મંતવ્યો વચ્ચે વ્યાવર્તક રેખાઓ દોરવાનું કાર્ય તો આગમોના અધ્યેતાઓ જ કરી શકે. ૨૧ ટિપ્પણો : ૧. આ ‘‘અંગબાહ્ય” વર્ગમાં ગણાતા આગમનું વર્તમાન ભાષા-સ્વરૂપ અલબત્ત ઈસ્વીસન્ પૂર્વેની એકાદ સદીથી વિશેષ પુરાણું નથી. મૂળ કૃતિ બન્યા બાદ ચારસો એક વર્ષ પછી ભાષામાં યુગાનુકૂલ પરિવર્તન કરવામાં આવ્યું હોવાનો સંભવ છે. (આર્ય શય્યભવ જિન વર્ધમાન મહાવીર નિર્વાણ ઈસ૰ ૪૭૭ પછીના ક્રમમાં પાંચમા પુરુષ છે.) પરંતુ તેના પ્રારંભના બે જ અધ્યાયો અસલી છે. બાકીના શય્યભવથી બે'એક સદી બાદના છે. ૨. મોહનલાલ મહેતા તેને જિનદાસ ગણિ મહત્તર-કર્તૃક (ઈસ્વીસન્ના ૭મા શતકનું આખરી ચરણ) માને છે : (જુઓ ઝૈન સાહિત્ય ા બૃહદ્ જ્ઞતિહાસ, માળ રૂ, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ પ્રથમાતા, વારાળી, ૧૨૬૭, પૃ. રૂ૦૬.) પણ (સ્વ) મુનિવર્યશ્રી પુણ્યવિજયજીનો એ વિશેષ પ્રાચીન હોવાનો મત ગ્રાહ્ય લાગે છે. કારણ એ છે કે આવશ્યકચૂર્ણિ, કે જેમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ(આ૰ ઈ. સ. ૫૯૪)ની કોઈ જ કૃતિઓનો ઉલ્લેખ નથી, તેમાં આ ચૂર્ણિનો નહીં પણ અગસ્ત્યસિંહની ચૂર્ણિમાંથી ઉતારો મળે છે. આ છેલ્લી કહી તે ચૂર્ણિ ઉ૫૨ જોઈ ગયા તેમ છઠ્ઠા સૈકાના ઉત્તરાર્ધથી તો અર્વાચીન નથી જણાતી (જુઓ નવીસ્તુત, પ્રાકૃત પ્રસ્થ પરિષદ્ પ્રગ્ન્યાહૂઁ ૧, અહમનાવાવ, ૧૬૬૬, પૃ. ૧૦). ૩. નાથૂરામ પ્રેમી, ‘‘યાપનીયોં ના સાહિત્ય'', જૈન સાહિત્ય ગૌર કૃતિહાસ, સંશોધિત-સાહિત્યમાલા, પ્રથમ પુષ્પ, વશ્ર્વ ૧૧૬, રૃ, ૬૦, ૬૭, તથા પ્રસ્તુત સંકલનમાં ‘આરાધના ઔર્ સી ટીાય'', પૃ. ૭૬. ૪. જુઓ સાનિયસુત્ત (સં. મુનિ પુષ્પવિનય), પ્રાકૃતપ્રન્થપરિષદ્ પ્રસ્થાનૢ ૧૭, અમાવાવ ૨૨૭૩. ૫. એજન, ‘‘પ્રસ્તાવના,'' વત્તસુત્તુ માલળિયા, પૃ ૧૨, ૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy