SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ઈ. સ. ૩૫૩-૩૬૩) જેટલો પ્રાચીન છે, “સ્થવિરાવલી”ના એ પુરાણા હિસ્સામાં આર્ય વજથી સાતમા આચાર્યનું નામ આર્ય ભદ્ર મળે છે અને પ્રસ્તુત આર્ય ભદ્રથી સક્ષમ આચાર્યનું નામ ફરીને આર્ય ભદ્ર એ પ્રકારે મળે છે. આચાર્ય વજનો સમય સરેરાશ ગણતરીએ ઈસ્વીસન્ પૂર્વેની પ્રથમ સદીમાં પડે છે, અને એ હિસાબે પ્રથમ આર્ય ભદ્રનો સમય ઈસ્વીસની પહેલી શતાબ્દીના અંતભાગે અને દ્વિતીય આર્ય ભદ્રનો કાળ લગભગ ત્રીજી શતાબ્દીના મધ્યના અરસામાં આવે. ભદ્રાચાર્ય સંબંધી વિશેષ તલાશ પરવર્તી સમય-ખંડોમાં કરતાં સાંપ્રત ચર્ચાને ઉપકારક એવા બીજા બે નિર્દેશોની ભાળ મળે છે. વિદિશાના ઉદયગિરિ(પ્રા. નીગિરી)ની જૈન ગુફાના ગુ. સં. ૧૦૬ | ઈ. સ. ૪૨૫-૨૬ના ઉત્કીર્ણ લેખમાં જણાવ્યા પ્રમાણે આર્યકુલોગત આચાર્ય ગોશર્મ દ્વારા ગુફાના મુખમાં જિન પાર્શ્વની પ્રતિમા પ્રતિષ્ઠિત થયા હોવાનો ઉલ્લેખ છે. શિલાલેખ ઉલ્લિખિત આચાર્ય ભદ્ર અને કલ્પસૂત્ર-સ્થવિરાવલીના દ્વિતીય ભદ્રાય આમ તો અભિન્ન લાગે. પરંતુ સમાન ગુરુના સાધુઓના સમુદાય માટે ઉત્તરની મુખ્યધારાના નિર્મન્થોમાં “અન્વય” કહેવાની પ્રથા નહોતી. ત્યાં ગણ, શાખા, કુલ જેવા પ્રભેદ હતા. આથી ચૂર્ણિ-કથિત ભદ્રાયંચાર્ય એ પટ્ટાવલી-કથિત આર્ય ભદ્ર (કદાચ દ્વિતીય) હોવાનો સંભવ નહિવત્ રહે છે. બીજો ઉલ્લેખ સૂત્રકૃતાંગ પરની અનામી કર્તાની ચૂર્ણિ(વૃદ્ધ-વિવરણ)માં સૂ. ૭૬૦ પરના વ્યાખ્યાનમાં મળે છે. ત્યાં અત્ર તૂષણક્ષમાશ્રમશગપટ્ટિ(દ્દિ?)થવા વૃવતે એવો ઉલ્લેખ આવે છે. પર્યુષણા કલ્પ-સ્થવિરાવલીમાં તેમ જ ઉદયગિરિના શિલાલેખમાં આવતા ભદ્રાચાર્યને બદલે આ સૂત્રકૃતાંગ ચૂર્ણિ-કથિત ભદ્રાર્યાચાર્ય અને દશવૈકાલિક-ચૂર્ણિ (અગસ્યસિંહ) કથિત એ જ નામના આચાર્ય અભિન્ન હોવાનો વિશેષ સંભવ છે. સૂત્રકૃતાંગ ચૂર્ણિ અનુસાર ભદ્રાચાર્યના ગુરુ દૂષ્યગણિ ક્ષમાશ્રમણ તે અન્ય કોઈ નહીં પણ નંદીસૂત્રની “સ્થવિરાવલી”માં આવતા, સૂત્રકાર દેવવાચકના ગુરુ, “દૂષ્યગણિ” જ જણાય છે. નંદીસૂત્રની રચના વલભીમાં મળેલી દ્વિતીય પરિષદ(ઈ. સ. ૧૦૩ / ૫૧૬)થી પહેલાં થઈ ચૂકેલી જણાય છે. ત્યાં, વિરાવલીમાં, આર્ય નાગાર્જુન (ઈ. સ. ના ચોથા સૈકાનું પ્રથમ ચરણ)થી દૂષ્યગણિ ક્રમમાં ત્રીજા આવે છે. એ હિસાબે દૂષ્યગણિનો સમય ઈ. સ. ૪00 | ૪૨૫ના ગાળાનો અને તેમના શિષ્યો દેવવાચક તેમ જ ભદ્રાચાર્યનો સમય ઈ. સ. ૪૨૫૪૫૦ના અરસાનો હોઈ શકે. બીજા આચાર્ય, દરિલ વિશે, શોધ ચલાવતાં પ્રાપ્ય પટ્ટાવલીઓ આદિ સાધનોમાં તો તેમનો પત્તો મળતો નથી પણ ગુપ્તસમ્રાટ કુમારગુપ્તના નામ સાથેના મથુરાના એક જૈન પ્રતિમા લેખમાં તેમનો ઉલ્લેખ થયેલો છે. ગુપ્ત સંવત્સર ૧૧૩ ઈ. સ. ૪૩૨-૩૩ની મિતિવાળા તે લેખમાં કોટ્ટિય(કૌટિક)ગણની વિદ્યાધરી-શાખાના દત્તિલાચાર્યના આદેશથી પ્રતિમા પ્રતિષ્ઠિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy