________________
ભદ્રાર્યાચાર્ય અને દરિલાચાર્ય
ઈસ્વીસન્ પૂર્વેની પાંચમી શતાબ્દીના અંતભાગે કે ચોથી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયેલા આર્ય શઠંભવ વા સ્વાયંભુવ દ્વારા રચાયેલા મનાતા દશકાલિક કિંવા દશવૈકાલિક-સૂત્રની જૈન શ્વેતાંબર શ્રુતમાં બહુ મોટી પ્રતિષ્ઠા છે. સદાચરણ અને વૈરાગ્યપોષક અભિભાવો, ચિંતન-ગહનતા અને ચેતોહર પદલાલિત્ય ધરાવતી તેની કેટલીક સુગંભીર ગાથાઓનું ભારતીય તત્ત્વપ્રવણ સાહિત્યમાં ઊંચું સ્થાન છે. પ્રકૃતિ આગમ પર આથી સ્વાભાવિક રીતે જ અલગ અલગ સ્વરૂપની અને સારી એવી સંખ્યામાં પ્રાચીન અને મધ્યયુગમાં વ્યાખ્યાઓ થયેલી : જેમાં આચાર્ય ભદ્રબાહુ દ્વિતીયની મનાતી નિયુક્તિ (પ્રાકૃત : ઈસ્વીસનો પમો-છઠ્ઠો સૈકો), “વૃદ્ધવિવરણ” નામક અજ્ઞાત કર્તક ચૂર્ણિ (સાતમા સૈકાનો ઉત્તરાર્ધ), થોડાં વર્ષો પહેલાં મળી આવેલી અગત્યસિંહની ચૂર્ણિ (પ્રાકૃતઃ છઠ્ઠા શતકનો ઉત્તરાર્ધ), અને આચાર્ય હરિભદ્રસૂરિની શિષ્યબોધિની-ટીકા કિવા શિષ્યહિતાવૃત્તિ (સંસ્કૃત : ૮મા શતકનો પૂર્વાર્ધ) મુખ્ય, વિશદ, વિશેષ મહત્ત્વપૂર્ણ, અને પ્રમાણમાં પ્રાચીન છે. તદતિરિક્ત દક્ષિણ ભારતમાં વિશેષે પાંગરેલ, જૈન સંપ્રદાયના એક ત્રીજા આમ્નાયવ્યાપનીય સંઘના અપરાજિતસૂરિ અપરનામ વિજ્યાચાર્યે પણ દશવૈકાલિક પર એક ટીકા–વિજયોદયા ટીકા (૮મો-૯મા સૈકો)–રચેલી, જે હાલ અપ્રાપ્ય છે.
અગત્યસિંહની ચૂર્ણિના અંતરાવલોકન પરથી જણાય છે કે તે કૃતિ પૂર્વે પણ દશવૈકાલિકસૂત્ર પર બેએક વૃત્તિઓ પ્રાકૃત ભાષામાં રચાઈ ગયેલી, જેનાં અવતરણ વા આશયાદિ ચૂર્ણિ અંતર્ગત યત્રતત્ર જોવા મળે છે". ચૂર્ણિકાર વિશેષમાં ‘ભદ્ર” અને “દત્તિલ' નામના બે પૂર્વવર્તી આચાર્યોના મત પણ ઉફૅકિત કરે છે. સંભવ છે કે જે એકાદ-બે પુરાણી વૃત્તિઓનાં અવતરણ, વ્યાખ્યા-વિવરણ આદિ ચૂર્ણિમાં મળે છે તેના કર્તા પૂર્વકથિત ભદ્રાર્યાચાર્ય અને દક્તિલાચાર્ય હોય.
સંદર્ભગત આચાર્યો કોણ હતા, જ્યારે થઈ ગયેલા, એ વાત અન્વેષણીય છે. અગત્યસિંહીયા ચૂર્ણિનો સમય (સ્વ) મુનિશ્રી પુણ્યવિજયજીએ આગમો પરનાં ભાષ્યો પૂર્વેનો અને પૌવપર્યનાં પ્રમાણોનાં વિશેષ પરીક્ષણ પછી પંદલસુખ માલવણિયાએ છઠ્ઠા શતકના મધ્યના અરસાનો નિશ્ચિત કર્યો છે, જે બહુધા સ્વીકાર્ય જણાય છે. આથી પૂર્વોક્ત આચાર્યો (ભદ્ર-દત્તિલ) ચૂર્ણિકારથી અને ચૂર્ણિના સમયથી પૂર્વવર્તી જ માનવા ઘટે.
આ પુરાતન આચાર્યો સંબંધમાં પહેલી તલાશ પટ્ટાવલી આદિ સંબદ્ધ સાહિત્યમાં કરવી જોઈએ. એતદ્ વિષયક સાધનોમાં વર્તમાને પર્યુષણાકલ્પની “સ્થવિરાવલી” સૌથી પ્રાચીન છે. તેનો આર્ય સ્કંદિલ પર્યંતનો ભાગ સ્પષ્ટતયા આગમોની માથુરી વાચના (પ્રાયઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org