SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વાદી-કવિ બપ્પભટ્ટિસૂરિ ૫. સં. જિનવિજયમુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧, પ્રથમ ભાગ, શાંતિનિકેતન ૧૯૩૧, પૃ. ૧૨૩, ૬. વિવિઘ તીર્થકત્વ, સં. જિનવિજય, સિધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૦, શાંતિનિકેતન ૧૯૪૦, પૃ. ૧૭ ૨૦. ૭. સં. જિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૬, પ્રથમ ભાગ, કલકત્તા ૧૯૩૫, પૃ. ૨૬-૪૬ . ૮. સં. જિનવિજયમુનિ, સિધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાક ૨, પ્રથમ ભાગ, કલકત્તા ૧૯૩૬, પૃ. ૮૯-૯૯. ૯. આ ગ્રંથમાં બપ્પભઢિ સંબંધમાં કોઈ ખાસ નવીન હકીકત નથી. અહીં ચર્ચામાં તેનો ઉપયોગ કર્યો ન હોઈ, પ્રકાશન-સંદર્ભ ટાંક્યો નથી. ૧૦. એજન. ૧૧. તેમાં ક્યાંક ક્યાંક તો પદ્ધતિસરની તનિષ્ઠ ગવેષણા ચલાવવાને બદલે પ્રબંધકારોની એકાંત અને કટ્ટ આલોચના પરત્વે લક્ષ વિશેષ પ્રમાણમાં કેન્દ્રિત થયું દેખાય છે. ૧૨. સંદર્ભ માટે ખાસ તો જુઓ : 1) S. Krishnaswamy Aiyangar, "The Bappa Bhatti Carita and the Early History of the Gujarat Empire," Journal of The Bombay Branch of the Royal Asiatic Society, Vol.III, NOr, 122, Bombay 1928 : 2) S. N. Mishra, Yasovarma of Kanauj, New Delhi 1977 : 3) Gaudavaho, Ed. N.G.Suru, Prakrit Text Society, Ahmedabad-Varanasi 1975, "Introduction", pp. LXV-LXVI. ૧૩. આ ગામની ઓળખ વિશે મતમતાંતરો હતા; પણ (સ્વ.) મુનિ કલ્યાણવિજયજીએ એ વિષયમાં સાધાર જે નિર્ણય કર્યો છે તે સાચો જણાય છે : (જુઓ એમની “પ્રસ્તાવના” અંતર્ગત શ્રી બપ્પભટ્ટસૂરિ, શ્રી પ્રભાવક ચરિત્ર ભાષાંતર, શ્રી જૈન આત્માનંદ ગ્રંથમાળા નં. ૬૩, ભાવનગર વિસં. ૧૯૮૭ (ઈ. સ. ૧૯૩૧), પૃ. ૫૭. ૧૪. અહીં આગળ થનાર ચર્ચામાં મૂળ સંસ્કૃત ઉક્તિઓ સંદર્ભનુસાર ઉર્ફેકી છે. ૧૫. તત્ત્વાર્થાધિગમસૂત્ર-વૃત્તિ પર વિચારતે સમયે મેં આવો નિર્ણય લીધો છે; જોકે આખરી નિર્ણય કરવા માટે સાંયોગિક સિવાય કોઈ ચોક્કસ યા સીધું પ્રમાણ હાલ તો ઉપલબ્ધ નથી. ૧૬. શ્વેતાંબર પરંપરામાં સિદ્ધસેન દિવાકર (ઈસ્વી પંચમ શતી પૂર્વાર્ધ), વાચક સિદ્ધસેન (પંચમ શતક ઉત્તરાર્ધ વા છઠ્ઠા સૈકાનું પ્રથમ ચરણ), જિનભદ્રગણિ-શિષ્ય સિદ્ધસેન ક્ષમાશ્રમણ( પ્રાય: ઈસ્વી ૫૭૫-૬૨૫), પછી ક્રમમાં સિદ્ધસેન નામધારી તો તત્ત્વાર્થાધિગમ-વૃત્તિકાર ગંધહસ્તિ સિદ્ધસેન (પ્રાય: ઈસ્વી ૭૦૦ - ૭૭૦ | ૭૮૫ ?) જ આવે છે. એમના પછી તો નવમી-દશમી સદીમાં સિદ્ધર્ષિ-સિદ્ધસેન અને ૧૧મી સદીમાં થયેલા “સાધારણાંક” તખલ્લુસ ધરાવનાર સિદ્ધસેન સૂરિ જ છે. આમ બપ્પભટ્ટ-ગુર સિદ્ધસેનની-પાટલા-મોઢેરાવાળા ચૈત્યવાસી સિદ્ધસેનની- “ગંધહસ્તિ-સિદ્ધસેન’ સાથે જ સંગતિ બેસે છે. ૧૭. આ મિતિ-નિર્ણય મારો છે. સંપાદક મુનિ જંબુવિજયજી એમને ઈસ્વી ૬૨૫ પહેલાં થયાનું માને છે, કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy