________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
કે એ ટીકાકારે સાતમા શતકમાં થયેલા પ્રસિદ્ધ બૌદ્ધ દાર્શનિક ધર્મકીર્તિ (પ્રાય : ઈસ્વી ૫૮૦-૬૫૦ યા તેથી થોડા વર્ષો પૂર્વે)આદિ વિદ્વાનોનાં મંત્વયોનો ઉલ્લેખ કર્યો નથી : પરંતુ ઈસ્વી ૭૦૦ પહેલાંની કોઈપણ શ્વેતાંબર ટીકાઓમાં દાક્ષિણ્યાત્ય વિદ્વાનો-દિગંબર દાર્શનિક વિદ્વાન અને વાદી-કવિ સમંતભદ્ર (પ્રાય : ઈસ્વીટ ૫૫૦૬૦૦) તથા પૂજ્યપાદ દેવનંદી (પ્રાય : ઈસ્વી ૬૩૫-૬૮૦), મીમાંસક કુમારિલ ભટ્ટ (પ્રાયઃ ઈસ્વી ૫૭૫૬૨૫), અને ઉપરકથિત ધર્મકીર્તિનાં મંતવ્યોનો ઉલ્લેખ નથી. આથી કાળ-નિર્ણયમાં એ મુદ્દો ઉપયુક્ત નથી. બીજી બાજુ જોઈએ તો પ્રસ્તુત સિંહશૂર ક્ષમાશ્રમણ ગંધહસ્તિ સિદ્ધસેનની પ્રગુરુ છે. સિદ્ધસેન મહાન્ દિગંબર વિદ્વાન ભટ્ટ અકલંકદેવની કૃતિ—તત્ત્વાર્થવાર્તિક (પ્રાયઃ ઈસ્વી ૭૭૦-૭૫૦)~~થી પરિચિત હતા તેમ તેમની તત્ત્વાર્થાધિગમ-વૃત્તિ (પ્રાયઃ ઈસ્વી ૭૬૫-૭૭૫)થી જણાય છે. આથી સિંહશૂરની દ્વાદશારનયચક્રટીકાનો સમય વહેલો કરીને ઈસ્વી ૬૮૦-૬૯૦ના ગાળામાં સંભવી શકે અને સરાસરી મિતિ થોડી વહેલી માનીએ તો ઈસ. ૬૭૫ના અંક પર બેસી શકે. સિંહશૂરના પ્રશિષ્યની દીર્ઘ અને પરિપકવ ટીકાનો સમય આથી ઈ સ- ૭૬૦૭૭૦ના ગાળામાં ઠીક બેસે છે.
૧૮. નામ કલ્પિત પણ હોઈ શકે છે.
૧૯. બપ્પભટ્ટિનો જન્મ પ્રભાવકચરિત અનુસાર ઈસ્વી ૭૪૪નો છે. તેમણે ૭૫૧માં દીક્ષા લીધેલી, આમરાજનો પિતા યશોવર્મા ઈસ્વીસન્ ૭૫૨-૫૩ અરસામાં મૃત્યુ પામ્યો લાગે છે; તે પછી તરત જ ‘આમ’ ગાદી પર આવે છે. આમરાજ, જો તે બપ્પભટ્ટિની વયનો યા તેમનાથી એકાદ બે વર્ષ જ મોટો હોય તો, કાલગણનામાં કેટલાક વિસંવાદો ઊભા થાય છે. વિશેષમાં ‘આમ’ અને બપ્પભટ્ટિના સિદ્ધસેનસૂરિની વસતિમાં વીતેલ વર્ષોના જે પ્રસંગો વર્ણવ્યા છે તે પણ સત્ય ઘટનાને બદલે મધ્યકાલીન કિંવદંતીઓથી વિશેષ ન હોય.
८०
૨૦. જુઓ પ્ર. ૬. પૃ ૯૧. ત્યાં બપ્પભટ્ટિને તેડાવવાના ઉપલક્ષમાં એક પ્રાકૃત ગાથા ઉદ્ધૃત કરી છે.
૨૧. આ રાજગૃહ તે મગધ-સ્થિત ‘રાજગૃહ’ને બદલે રાજસ્થાનમાં અલ્વર ક્ષેત્રમાં આવેલ “રાજોરગઢ’’ હોવાનો પણ સંભવ છે.
૨૨. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ પણ કંઈક આવું જ લખ્યાનું સ્મરણ છે, પણ કયાં, તેની સ્મૃતિ રહી ન હોઈ અહીં તેનો ઉલ્લેખ જરૂરી હોવા છતાં થઈ શક્યો નથી.
૨૩. See Mishra, Yasovarma., p. 42.
૨૪. આ વાતની શક્યતા ઘણી મોટી છે.
૨૫. કવિ વાક્પતિરાજ યશોવર્માના સમયમાં, રાજાનાં અંતિમ વર્ષોમાં, સભાકવિ હોઇ બપ્પભટ્ટિસૂરિ કરતાં વયમાં ઘણા મોટા હતા !
૨૬. બપ્પભટ્ટિને લગતાં ચિરતો-કથાનકોની એમના કાળની ઉત્તર ભારતની રાજકીય પરિસ્થતિના પરિપ્રેક્ષ્યમાં વિગતવાર તુલના કર્યા બાદ જ કંઈક નિર્ણય થઈ શકે. ભદ્રેશ્વરની કહાવલિ (પ્રાયઃ ઈસ્વી ૯૭પ-૧૦૦)નો ઉત્તરભાગ વર્તમાને ઉપલબ્ધ નથી, સંભવતઃ તેમાં બપ્પભટ્ટિસૂરિ, શીલાચાર્ય, સિદ્ધર્ષિ, આદિનાં-હરિભદ્રસૂરિ પછીનાં-શ્વેતાંબર જૈન મહાપુરુષોનાં વૃત્તાન્તો હોય. આ ભાગ મળી આવે અને તેમાં જો બપ્પભટ્ટિસૂરિનું વૃત્તાન્ત દીધું હોય તો ગૂંચવાડામાંથી કંઈક રસ્તો શોધી શકવાની શક્યતા રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org