SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ હેમચંદ્ર-શિષ્ય રામચંદ્ર માની લઈ, એમણે એક લોચન ગુમાવ્યાનું કહી, અને એ રીતે એમને અર્ધું અંધત્વ અર્પી, પ્રસ્તુત અંધત્વનો ખુલાસો કરવા એક દંતકથા ઘડી કાઢી છે, યા તો આવી ભ્રાંતિયુક્ત લોકોક્તિ એમના સમયમાં જૈન વિદ્વદ્ સમાજમાં પ્રચારમાં હોય અને તેની તેમણે માત્ર નોંધ લીધી હોય". જાબાલિપુરવાળા રામચંદ્રની સ્તુતિઓ, રસ, ભાવ, પ્રસાદ અને ઓજની દૃષ્ટિએ અણહિલ્લપત્તનના સુવિખ્યાત પંડિત રામચંદ્રના કુમારવિહારશતક સરખી કૃતિઓથી જરાયે ઊતરે તેમ નથી. આમ સંસ્કૃત ભાષા પર સમાન પ્રભુત્વ તેમ જ સમકક્ષ કવિતાસામર્થ્ય ધરાવનાર, અને સમયની દૃષ્ટિએ બહુ દૂર નહીં એવા, બે રામચંદ્ર કવિવરોનું પૃથક્ત્વ પ્રભાચંદ્રાચાર્ય તથા મેરુત્તુંગાચાર્યના ધ્યાનમાં ન આવ્યું હોય તો તે સમજી શકાય તેવું છે. ૧૬૨ જાલો૨ના કુમારવિહારના સં૦ ૧૨૬૮ના, તેમ જ સુંધા પહાડી(સુગંધાદ્રિ)ના સં ૧૩૧૮ / ઈ. સ. ૧૨૬૨ના અભિલેખના આધારે°, જયમંગલસૂરિના અપભ્રંશમાં રચાયેલા મહાવીરજન્માભિષેક કિંવા મહાવીરકલશના પ્રાંતપઘ અનુસાર, એવં મુનિ સોમચંદ્રની વૃત્તરત્નાકરવૃત્તિ (સં. ૧૩૨૯ / ઈ. સ. ૧૨૭૩)૧૯ અન્વયે, તેમ જ જયમંગલાચાર્યના એક અન્ય શિષ્ય અમરચંદ્રના પ્રશિષ્ય જ્ઞાનલશના સંદેહસમુચ્ચયના આધારે બૃહદ્ગચ્છીય મુનિ રામચંદ્રની પરંપરા આ પ્રમાણે નિશ્ચિત બને છે : (દીક્ષા-પર્યાય : ઈ. સ. ૧૦૯૬-૧૧૭૦) Jain Education International વાદીન્દ્ર દેવસૂરિ અમરચંદ્ર ધર્મઘોષ T ધર્મતિલક ।। પૂર્ણદેવસૂરિ 1 રામચંદ્રાચાર્ય T જયમંગલાચાર્ય સોમચંદ્ર (ઉપલબ્ધ મિતિ : જાલોર અભિલેખ : સં ૧૨૪૨ / ઈ સ ૧૧૮૬) (ઉપલબ્ધ મિતિ : જાલોર અભિલેખ : સં. ૧૨૬૮ / ઈ. સ. ૧૨૧૨) જ્ઞાનકલશ (ઉપલબ્ધ મિતિ : સુગન્ધાદ્રિ (સુંધા પહાડી) અભિલેખ : સં. ૧૩૧૮ / ઈ સ ૧૨૬૨) (ઉપલબ્ધ : વૃત્તરત્નાકરવૃત્તિ સં. ૧૩૨૯ / ઈ સં. ૧૨૭૩) સંદેહ સમુચ્ચય (ઈ. સ. ૧૪મી શતાબ્દી મધ્યાહ્ન) ઉપર્યુક્ત રામચંદ્રાચાર્યની પરંપરામાં આવતા તેમના શિષ્ય જયમંગલાચાર્ય પણ જબરા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy