SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર ૧૬૩ કવિ હતા. એમણે સંસ્કૃતમાં કવિશિક્ષા નામક કાવ્યશાસ્ત્રનો ગદ્યમય લઘુગ્રંથ, ભટ્ટિકાવ્ય પર વૃત્તિ, જાબાલિપુરના ચાહમાન રાજા ચાચિગદેવની ઉપર કથિત સુંધા ટેકરી પરની પ્રશસ્તિ, અને અપભ્રંશમાં મહાવીરજન્માભિષેક નામક ૧૮ કડીનું કાવ્ય રચ્યું છે. આ જયમંગલાચાર્યના સમય વિશે પણ ભ્રમ પ્રવર્તે છે. એમને બધાં જ પ્રમાણોની વિરુદ્ધ જઈ જયસિહદેવ સિદ્ધરાજના સમકાલિક માની લેવામાં આવ્યા છે. મેરૂતુંગાચાર્યના પ્રબંધચિંતામણિમાં સહસ્ત્રલિંગ-તટાક સંબંધમાં એમના નામથી ઉફૅકિત એક પ્રશંસાત્મક પદ્ય પરથી એમ ધારી લેવામાં આવ્યું હોય તેમ જણાય છેપણ પ્રબંધકારો ગમે તે કાળ અને ગમે તે કર્તાની કૃતિનાં પદ્દો ઉઠાવી, પ્રસંગાનુસાર ગમે તેના મુખમાં, કે પ્રાપ્ત પરિસ્થિતિ અનુકૂળ ગમે તે સંદર્ભમાં ગોઠવી દેતા હોવાના પણ દાખલાઓ મળતા હોઈ (કેટલાક તો પ્રબંધચિંતામણિમાં જ છે !) મેરૂતુંગાચાર્યે જે પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત પદ્ય ગોઠવ્યું છે તે પ્રમાણભૂત છે તેમ છાતી ઠોકીને કોઈ કહી શકે તેમ નથી ! સિદ્ધરાજના કાળમાં કોઈ બીજા જ જયમંગલાચાર્ય થયા હોય તો તેમનો અન્ય ઉપલબ્ધ કોઈ સ્રોતમાં ઇશારો સરખો પણ મળતો નથી. આ વાત લક્ષમાં લેતાં જયમંગલાચાર્ય સિદ્ધરાજકાલીન હોવાનું કહી શકાય તેમ નથી. સિદ્ધસરોવર સંબંધની કારિકાના રચયિતા કદાચ તેઓ ન પણ હોય; કદાચ હેમચંદ્ર-શિષ્ય રામચંદ્ર પણ હોઈ શકે, કેમકે પાટણથી તેઓ ખૂબ પરિચિત હતા. અથવા તે જયમંગલાચાર્યની રચેલી હોય તો તે જયમંગલાચાર્ય બૃહચ્છીય હોવા જોઈએ અને તેઓએ તે પોતાના જ કાળમાં, એટલે કે ૧૩મી શતાબ્દીના ત્રીજા ચરણમાં રચી હોવાનું માનવું જોઈએ. સંપ્રાપ્ત પ્રમાણો જોતાં તો એક જ જયમંગલાચાર્યના અસ્તિત્વ વિશે વિનિશ્ચય થઈ શકે છે. ઉપર ચર્ચિત જયમંગલાચાર્યના શિષ્ય વૃત્તરત્નાકર પર વૃત્તિ રચી છે, જેનો ઉલ્લેખ આગળ થઈ ગયો છે; અને પછી તેમનાથી ચોથી પેઢીએ થયેલ જ્ઞાનકલશે સંદેહસમુચ્ચય ગ્રંથની રચના કરી છે. આમ રામચંદ્રાચાર્ય, તેમના શિષ્ય જયમંગલાચાર્ય, પ્રશિષ્ય સોમચંદ્ર, અને એથીયે આગળ જ્ઞાનકલશ એમ સૌ સંસ્કૃત ભાષા અને સરસ્વતીના પરમ ઉપાસકો રૂપે, એક ઉદાત્ત, વ્યુત્પન્ન, અને વિદ્વદ્ મુનિ-પરંપરાનાં સદશ્યો રૂપે રજૂ થાય છે. કવિ સાગરચંદ્ર (અજ્ઞાતગચ્છીય) ગોવિંદસૂરિશિષ્ય વર્ધમાનસૂરિના ગણરત્નમહોદધિ(સં. ૧૧૯૭ | ઈ. સ. ૧૧૪૧)માં કવિ સાગરચંદ્રનાં થોડાંક પદ્યો અવતારેલાં છે?", જેમાંના બેએક જયસિહદેવ સિદ્ધરાજની પ્રશંસારૂપે છે. આ સાગરચંદ્ર આથી સિદ્ધરાજના સમકાલીન ઠરે છે. સિદ્ધરાજના માલવવિજય (આત ઈ. સ. ૧૧૩૭) પશ્ચાતુ તુરતમાં જ એને બિરદાવતી જે કાવ્યોક્તિઓ રચાઈ હશે તેમાં આ સાગરચંદ્રની પણ રચના હશે તેમ જણાય છે. આથી તેઓ ઈસ્વીસના ૧૨મા શતકના દ્વિતીય ચરણમાં સક્રિય હોવાનું સુનિશ્ચિતપણે માની શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy