________________
કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર
૧૬૧
यं प्रभुं समधिगम्य धारयत्युच्चकैः कनकभूधरः शिरः । कंः क्षितौ सकलकाघ्रितप्रदं प्राप्य रत्नमथवा न दृप्यति ? ॥२४॥ यः सुवर्णगिरिविस्फुरत्यदस्तत्प्रकाशयति वृत्तमात्मनः । कस्य गोप्रकटितप्रभावतः श्लोकसिद्धिरुदयं न याति वा ? ॥२७॥ भारती यदुपदेशपेशलामर्थसिद्धिमनुधावति ध्रुवम् । काञ्चनाचलकलामुपेयुषां सिद्धयो हि वृषलीसमाः सताम् ॥२८॥
-अर्थान्तरन्यासद्वात्रिंशिका આ સૌ પદ્યોમાં કાંચનગિરિનો નિર્દેશ એકવિધતા ટાળવા અને છંદમેળ જાળવવા વિવિધ પર્યાયો દ્વારા કર્યો છે. આવી વિશિષ્ટ અને સૂચક સ્તુતિઓની રચના તો જેને જાબાલિપુર-પાર્શ્વનાથ પર ખાસ મમતા અને ભક્તિભાવ રહ્યાં હોય તેવી વ્યક્તિ જ કોઈ કરી શકે. આ કારણસર તેના રચયિતા અણહિલપત્તન-સ્થિત પૂર્ણતલ્લગચ્છના પંડિત રામચંદ્ર હોય તેના કરતાં જાબાલિપુર સાથે સંકળાયેલ બૃહગચ્છીય મુનિ રામચંદ્ર હોય તેવી સંભાવના વિશેષ સયુક્ત, બલવત્તર, અને સ્વાભાવિક જણાય છે. આખરે કુમારપાળે પ્રસ્તુત જિનાલય વાદિ દેવસૂરિના ગચ્છને સમર્પિત કરેલું તે વાત પણ સ્મરણમાં રાખવી ઘટે. (મંદિર મૂળે સં. ૧૨૧૧
ઈ. સ. ૧૧૬પમાં બનેલું. તેનો સં. ૧૨૪રમાં પુનરુદ્ધાર થયેલો; સં. ૧૨૫૬ | ઈ. સ. ૧૨૦૦માં તોરણાદિની પ્રતિષ્ઠા થયેલ અને સં. ૧૨૬૮ | ઈ. સ. ૧૨૧૨માં સંદર્ભગત રામચંદ્રાચાર્ય દ્વારા સુવર્ણ કલશારોપણ-પ્રતિષ્ઠા થયેલ.)
(૨) કવિના અંધત્વના વિષયમાં ષોડશિકાઓ અતિરિક્ત “ઉપમાભિ : કાત્રિશિકા”કે જે કાંચનગિરિ-પાર્શ્વનાથ સંબદ્ધ છે, તેમાં પ્રાંતપદ્યમાં “જન્માંધ” કવિએ (આંતરદષ્ટિથી) નિરખેલ જિનના રૂપનો કરુણ અંત સ્ફટ અને હૃદયસ્પર્શી શબ્દોમાં ઉલ્લેખ છે : યથા :
जन्मान्धेनाऽमृतकर इव त्वं मया नाथ ! दृष्टो दुःस्थेन स्वविटपिन इव प्रापि ते पादसेवा । तन्मे प्रीत्यै भव सुरभिवत् पञ्चमोद्दामगत्या तन्वानस्य श्रुतिमधुमुचं कोकिलस्येव वाचम् ॥३२॥
-उपमाभिः जिनस्तुतिद्वात्रिंशिका આ મહત્ત્વપૂર્ણ સ્વ-સંબદ્ધ ઉલ્લેખ પરથી તો સ્પષ્ટ થાય છે કે જાબાલિપુર સાથે સંકળાયેલ બૃહદ્ગચ્છીય રામચંદ્ર મુનિ “અંધ”હતા, શ્રીપત્તનના પૂર્ણતલ્લગચ્છીય રામચંદ્ર અંધ વા અર્ધાધ થયાનું તો લાગતું નથી ! મને તો લાગે છે કે પ્રભાવકચરિતકારે તેમ જ પ્રબંધચિંતામણિકારે નામસામ્યથી બૃહદ્ગચ્છીય પૂર્ણદેવ-શિષ્ય રામચંદ્રને વિશેષ પ્રસિદ્ધ
નિ, ઐ, ભા. ૧-૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org