________________
૩૬
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
"सामान्यार्था गिरोऽन्येषां विशेषो नाभिलप्यते । सामान्याभावतस्तेषां मृषैव सकला गिरः ॥ १॥" "
એટલું જ નહીં; મને તો લાગે છે કે સમંતભદ્ર દિફ્નાગયુગની “અન્યાપોહ” સરખી બૌદ્ધ પરિભાષાથી પરિચિત પણ હતા. જુઓ :
सर्वात्मकं तदेकं स्यादन्याऽपोह-व्यतिक्रमे । अन्यत्र समवाये न व्यपदिश्येत सर्वथा ॥ -आप्तमीमांसा ११
દિનાગનો સમય હવે ઈસ્વી ૪૮૦-૫૬૦નો મનાય છે. આથી સમંતભદ્ર છઠ્ઠા શતક પૂર્વાર્ધ બાદ જ થયા હોય.
(૭) (સ્વ.) પં. જુગલકિશોર મુખ્તારનો દાવો છે કે સિદ્ધસેન દિવાકર પર સમંતભદ્રનો પ્રભાવ છે. તેમનું કહેવું છે કે “સ્વયંભૂ” શબ્દથી આરંભાતી એમની સુવિદ્યુત દ્વાત્રિંશિકા પાછળ સમંતભદ્રના “સ્વયંભૂ-સ્તોત્ર’ની પ્રેરણા રહેલી છે એટલું જ નહીં, સિદ્ધસેને વિનમ્રતાપૂર્વક (પોતાનાથી પ્રાચીનતર, મહત્તર, શ્રેષ્ઠત૨ એવા) સમંતભદ્રની નીચેના શબ્દોમાં સ્તુતિ કરી છે: યથા :
Jain Education International
ये एष षड्जीवनिकायविस्तरः परैरनालीढपथस्त्वयोदितः । अनेन सर्वज्ञपरीक्षणक्षमास्त्वयि प्रसादोदयसोत्सवाः स्थिताः || - द्वात्रिंशिका १.१३
વસ્તુતયા સિદ્ધસેને અહીં સમંતભદ્રનું નામ સીધી કે આડકતરી રીતે આપ્યું જ નથી; કે નથી શ્લેષ વડે કે અન્યથા સૂચિત કર્યું. મૂળ શ્લોકનો સીધો અને સ૨ળ અર્થ સિદ્ધસેનની રચનાઓના તેમ જ સંસ્કૃત-તજ્ઞ અભ્યાસીઓ આ પ્રમાણે કરે છે : “(હે જિનવર !) અન્ય મતિઓને જેનો સ્પર્શ પણ નથી થયો તે આ ષડ્જવનિકાયનો વિસ્તાર તેં જે દર્શાવ્યો છે તે દ્વારા જ સર્વજ્ઞતાની પરીક્ષામાં ક્ષમતા ધરાવનાર (વાદીઓ) તારા તરફ પ્રસન્નતા અને ઉત્સવ સહ સ્થિર થયા છે.’ આથી સ્પષ્ટ કે મૂળ કર્તાને કંઈ ‘સમંતભદ્ર’’ અભિપ્રેય નથી, પણ એમણે જે સહચારી શબ્દો વાપર્યા છે તે બહુવચનમાં હોવા ઉપરાંત અર્થની અપેક્ષાએ કેવળ ઓધ દૃષ્ટિથી, સામાન્ય રૂપે જ, છે. સિદ્ધસેન દિવાકર અને સ્વામી સમંતભદ્રની રચનાઓમાં ભાવવિભાવ, અને ક્યાંક ક્યાંક શબ્દ-પસંદગીમાં સમાનતા-સમાંતરતા જરૂર જોવા મળે છે, જેનો (સ્વ.) પં. સુખલાલજીએ યથોચિત નિર્દેશ કર્યો છેજ. પણ આગમને પ્રમાણરૂપ માની નિશ્ચય કરવાના વિભાવની ભૂમિકા સંબદ્ધ સમંતભદ્રનું કથન સિદ્ધસેન (ઈસ્વી પાંચમી સદી પૂર્વાર્ધ) કરતાં આગળ નીકળી ગયાનું ડા૰ નથમલ ટાટિયાનું કહેવું છે". આથી સિદ્ધસેનથી સમંતભદ્ર
For Private & Personal Use Only
www.jainelibrary.org