SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામી સમંતભદ્રનો સમય પૂર્વાર્ધમાં થઈ ગયેલા વિદ્યાનંદે ધર્મકીર્તિ તથા કુમારિલનું ખંડન કર્યું છે, માટે તેઓ એ બન્નેના સમકાલિક; ધર્મકીર્તિએ કુમારિલનું ખંડન કર્યું છે માટે તે બન્ને સમકાલિક. કુમારિલે સમંતભદ્રના મતને કાપ્યો છે માટે એ બન્ને એકકાલિક; અને સમંતભદ્રે નાગાર્જુનના મતને ઉથાપ્યો છે માટે સમંતભદ્ર તેમના સમકાલીન ! અને શબરના મતને સમંતભદ્રે તોડ્યો છે એટલે તેઓ પણ સમકાલિક; આમ આ પાંચે પુરાણા દાર્શનિક પંડિતો—સાતવાહન-કુષાણકાલીનઅનુગુપ્તકાલીન-મધ્યકાલીન એકકાલીન બની રહે ! (૫) કાશીરામ પાઠકે બતાવ્યું છે કે સમંતભદ્રે ભર્તૃહરિના શબ્દાદ્વૈતવાદનું વાક્યપદીયના જ એક ચરણખંડનો ઉપયોગ કરી ખંડન કર્યું છે; “વાદિમુખ્ય સમંતભદ્ર”ના નામથી યાકિનીસૂનુ હરિભદ્રે જે (તેમની આજે અનુપલબ્ધ કૃતિમાંથી) પદ્ય અવતરિત કર્યું છે તેમાં તે છે”. આથી સમંતભદ્ર ભર્તૃહરિ બાદ થયાનું ઠરે છે. ભર્તૃહરિનો સમય વર્તમાને ઈસ્વી પંચમ શતી પૂર્વાર્ધનો મનાય છે. (૬) પં. દરબારીલાલ કોઠિયાનું વિશેષમાં માનવું છે કે સમંતભદ્ર (પરંપરામાં વસુબંધુના શિષ્ય મનાતા) દિનાગે સ્થાપેલ પ્રમાણ-લક્ષણથી, અનભિજ્ઞ છે” (અને એ કારણસર સમંતભદ્ર દિફ્નાગથી પૂર્વે થયેલા છે.) પરંતુ મુનિવર જંબૂવિજયજીએ સમંતભદ્રની આપ્તમીમાંસા અંતર્ગત બૌદ્ધોની કેટલીક આલોચના દિફ્નાગને લક્ષમાં રાખીને થઈ છે તેવો અભિપ્રાય આપ્યો છે; યથા : ૩૫ “शब्दान्तरार्थापोहं हि स्वार्थे कुर्वती श्रुतिरभिधत्त इत्युच्यते " इति दिङ्नागीयं वचः । एतच्च दिङ्नागीयं वचः तत्त्वसंग्रहपञ्जिकायां श्लो. १०१६, सन्मतिवृत्तौ पृ. २०४, सिद्धसेनगणिरचितायां तत्त्वार्थसूत्रवृतौ पृ. ३५७, प्रमाणवार्तिकस्ववृत्तेः कर्णकगोमिरचितायां वृत्तौ पृ. २५१, २५३ इत्यादिषु बहुषु स्थानेषूद्धृतम्, विशेषार्थिभिः सप्तमेऽरे पृ. ५४८ इत्यत्र टिप्पणं विलोकनीयम् । एतच्च दिङ्नागीयं वचः समन्तभद्राचार्येण आप्तमीमांसायामित्थं निराकृतम् “वाक्स्वभावोऽन्यवागर्थ प्रतिषेधनिरङ्कुशः । आह च स्वार्थसामान्यं, तादृग् वाच्यं खपुष्पवत् ॥ १११ ॥ Jain Education International '' किञ्चान्यत् “नार्थशब्दविशेषस्य वाच्यवाचकतेष्यते । तस्य पूर्वमदृष्टत्वात् सामान्यं तूपदेक्ष्यते ॥” इति दिङ्नागस्य श्लोकं निराकर्तुम् "अर्थशब्दविशेषस्य वाच्यवाचकतेष्यते । तस्य पूर्वमदृष्टत्वे सामान्यादुपसर्जनात् ॥” इति प्रतिश्लोको दिङ्नागस्य मतं निराकुर्वता मल्लवादीक्षमाश्रमणेनोपन्यस्तः "अर्थविशेषश्च तवावाच्य एव" इति चोक्तम् । दृश्यतां पृ. ६१५ पं. ૨,૨૨, પૃ. ૬૬, પં રૂ, પૃ. ૭૦૭, વૃં ૬૪-૬૬ । સમન્તમદ્રાવાયેંળાવ્યેતદ્ વિજ્ઞાાસ્ય વર્ષે: प्रतिविहितमित्थम् आप्तमीमांसायाम् For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy