________________
સ્વામી સમંતભદ્રનો સમય
પૂર્વવર્તી હોવાનું નિર્વિવાદ સિદ્ધ થઈ શકતું નથી; અને સિદ્ધસેન પર સમંતભદ્રનો પ્રભાવ પડ્યાનું કલ્પી શકાય તેવી સ્થિતિ જ નથી. વસ્તુતયા સમંતભદ્રની તર્કશૈલી, રજૂઆત, તેમ જ કવિતાકલેવરની નિબંધનશૈલી સિદ્ધસેનથી ઘણી જ આગળ નીકળી જાય છે. (સુખલાલજી આદિ વિદ્વાનો એ મુદ્દા પર આ પૂર્વે કહી ચૂક્યા છે.)
૩૭
દિગંબર વિદ્ધર્યો દ્વારા મિતિ-સંબદ્ધ કેવળ એકાંગી પરીક્ષણ અને એથી નીપજતા એકાંત નિર્ણયોની નિઃસારતા સ્પષ્ટ થવા સાથે ઉપરની ચર્ચાથી સમંતભદ્ર, એક તરફ સિદ્ધસેન અને ભર્તૃહરિ જ નહીં, દિફ્નાગ પછીના અને બીજી તરફ દેવનંદીના સમયની પૂર્વે, એટલે કે ઈ. સ. ૫૪૦-૬૩૫ના ગાળામાં થયા હશે તેટલો પ્રાથમિક અંદાજ થઈ શકે. આશ્ચર્યની વાત છે કે દિગંબર વિદ્વાનોએ સમંતભદ્રના સમયાંકન માટે બહાર તો ખૂબ નજર દોડાવી અને અનુકૂળ લાગે તેવી વાતોને પ્રમાણરૂપ માની (તે પર તલસ્પર્શી અવગાહન કર્યા સિવાય) રજૂ પણ કરી દીધી; પણ સ્વયં સમંતભદ્રની કૃતિઓમાંથી શી ધારણાઓ ઉપસ્થિત થઈ શકે છે તેના પર તલપૂર પણ ધ્યાન આપ્યું નહીં !
સમંતભદ્રની એકદમ સુનિશ્ચિત મિતિ તો નહીં પણ તેમની વિદ્યમાનતાના સંભાવ્ય કાળ-કૌંસને સંકોચી શકે તેવા, અમુકાંશે તો નિર્ણાયક જ કહી શકાય તેવા જે મુદ્દાઓ તેમની કૃતિઓના પ્રાથમિક આકલનથી જ ઉપર તરી આવે છે તે, અને કેટલાંક મહત્ત્વપૂર્ણ પ્રમાણો જે તેમની કૃતિઓના સૂક્ષ્મ પરીક્ષણથી ખોળી શકાયાં છે તે અહીં ક્રમશઃ ઉપસ્થિત કરીશું :
(૧) નિર્પ્રન્થોમાં સૌ પ્રથમ સંસ્કૃતમાં પ્રાપ્ત થતી કોઈ કૃતિઓ હોય તો તે વાચક ઉમાસ્વાતિનાં સભાષ્યતત્ત્વાર્થાધિગમસૂત્ર, પ્રશમરતિપ્રકરણ, તથા ક્ષેત્રસમાસ અપરનામ જંબુદ્રીપસમાસ (આ ઈ. સ. ૩૫૦-૩૭૫) છે. પ્રથમની બે પદ્યબદ્ધ કૃતિઓમાં મળતી મૂળ કારિકાઓ રીતિ, શૈલી, વસ્તુ તેમ જ કાવ્યકલાની દૃષ્ટિએ સિદ્ધસેન દિવાકરની સૂક્તિઓ(ઈસ્વીસન્ પાંચમી શતી પૂર્વાર્ધ)થી નિશ્ચયતયા પ્રાચીનતર જણાય છે ને એ બન્ને કર્તાઓની કૃતિઓ સાથે સરખાવતાં સમંતભદ્રની કવિતા તો સર્વ દૃષ્ટિએ વિચાર, આકાર, અને આભૂષા સમેત—સર્વાંગ વિકસિત અને પ્રસ્તુતિકરણમાં અતિશય વિદગ્ધ છે. આ જોતાં તેઓ ઈસ્વીસન્ પૂર્વે તો શું પણ ઈસ્વીસની પહેલી પાંચ શતાબ્દીઓમાં પણ થયા હોવાનું સંભવતું નથી. એમની રચના-શૈલી સ્પષ્ટતયા ગુપ્ત-વાકાટક કાળના શ્રેષ્ઠ સમય પછીનાં લક્ષણો દાખવી રહે છે. (આ મુદ્દા પર વિશેષ ચર્ચા અહીં આગળ ઉપર કરવા ધાર્યું છે.)
(૨) સમંતભદ્રમાં સિદ્ધસેન દિવાકરથી અધિકતર ન્યાયાવલંબી અને ઊંડાણભર્યું પરીક્ષણ દેખા દે છે. એમની રજૂઆત પણ સિદ્ધસેનથી વિશેષ વ્યવસ્થિત છે. વિરોધી વાદો સામેની તેમની યુદ્ધસજ્જતા સવિશેષ, વસ્તુતયા આલા દરજ્જાની, હોવા ઉપરાંત તેમના વ્યૂહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org