SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પણ અટપટા છે. દાર્શનિક વિભાવો-પરિભાવો તેમ જ પરિભાષાનો પણ વિશેષ વિકાસ તેમના કાબેલિયતભર્યા આયોજનમાં છતો થઈ રહે છે. નિર્ઝન્થ-દર્શનના સુપ્રસિદ્ધ સ્યાદ્વાદનો ચરમ વિકાસ તેમની કૃતિઓમાં સૌ પ્રથમ જોવા મળે છે અને તેમણે અનેકાંતવાદ પર તો ખૂબ જોર દેવા સાથે તેના પ્રાયઃ એકાર્થક મનાતા શબ્દો “સ્યાદ્વાદ”નો નાદ પણ ઔર બુલંદ બનાવ્યો છે. “સ્યાદ્વાદ” શબ્દનો પ્રયોગ પણ પ્રથમ જ વાર તેમની આતમીમાંસા સરખી કૃતિમાં મળે છે. સ્યાદ્વાદ સાથે આગમયુગમાં તો શું પણ ઉમાસ્વાતિ કે સિદ્ધસેનની કૃતિઓમાં પણ સીધી રીતે નહીં જોવા મળતી “સપ્તભંગી"ની પરિભાષાના પ્રયોજક પણ સમંતભદ્ર જ હોય તેમ લાગે છે. કેમ કે ઉમાસ્વાતિની કૃતિમાં તેનો ક્યાયે ઉલ્લેખ નથી. બીજી બાજુ સિદ્ધસેન દિવાકરના સન્મતિ-પ્રકરણમાં “અનેકાંત”નો ઉલ્લેખ છે પણ “સ્યાદ્વાદ” એવું “સપ્તભંગી"નો નહીં. આમ સમંતભદ્ર સિદ્ધસેન પછી જ થયેલા છે. વધારામાં સિદ્ધસેનના સમયમાં જુદા જુદા સંપ્રદાયો વચ્ચે વાદ-વિવાદોની લીલા તો ચાલતી જ હતી; પણ તાર્કિક ભૂમિકાનું અતિ ગંભીર અને પૂર્ણ રીતે ખીલેલું સ્વરૂપ સમતભદ્રની આતમીમાંસામાં મળે છે. આ તથ્યો પણ પાંચમાં શતક પછીની આગળ વધેલી પરિસ્થિતિ સૂચવે છે. સંબંધકર્તા દિગંબર વિદ્વાનોને મન આ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓનું કંઈ જ મૂલ્ય હોય તેમ દેખાતું નથી ! આ મુદ્દાઓ તેમની નજરમાં જ આવ્યા નથી. પં. કોઠિયાએ નાગાર્જુનના ખંડનથી અને પંકૈલાસચંદ્ર શબરના ખંડનમાત્રથી સમૃતભદ્રને તેમના સમકાલીન માની લીધા; પણ સમતભદ્ર તો શબર જ નહીં, ભર્તુહરિ, સિદ્ધસેન દિવાકર, અને દિદ્ભાગની પણ પછી જ થયા છે. (૩) સમંતભદ્રની સ્થાપન્ન મનાતી, તેમની વાદીરૂપેણ દુર્જયતાની સૂચક ચારેક ઉક્તિઓ મળી આવી છે; (વસ્તુતયા તે બધી સમતભદ્ર સંબદ્ધ લખાયેલા કોઈ નવમી-દશમી સદી આસપાસના, કે તે પૂર્વના ? સંપ્રતિ અપ્રાપ્ય ચરિતમાંથી લીધા હોય તેમ લાગે છે.) તેના પરીક્ષણથી કેટલોક નવો પ્રકાશ લાધી શકે છે. દિગંબર પંડિતો તેને તથ્યપૂર્ણ તો માનતા હોય તેમ લાગે છે પણ કોણ જાણે કેમ પણ તેના પર કાળનિર્ણયની દૃષ્ટિએ કશી જ વિચારણા તેમણે ચલાવી નથી.) આ પઘો હવે અવલોકનાર્થે એક પછી એક લઈએ : (4) વહુ તરત ટિતિ કુટ-ટુ-વીવાદ પૂર્વ वादिनि समन्तभद्रे स्थिति तव सदसि भूप ! कास्थाऽन्येषां ॥ ઉપરના પદ્ય ૯ વાદમાં ધૂર્જટિ નામક કોઈ વાદી(શૈવ વિદ્વાન્ હશે?)ની સાથે થયો હશે તે વાદમાં તેની પૂર્વે જીભ ખંભિત કરી દીધાનું કોઈ રાજસભામાં સમંતભદ્ર આહ્વાન સહિત કહેતા હોય તેવો ભાસ થાય છે. દુર્ભાગ્યે આ ધૂર્જટિ વિષયે (તેમ જ સંબંધકર્તા રાજા વિશે) કશું જાણમાં ન હોઈ આ મુદ્દો કાળ-વિનિર્ણયમાં ઉપયુક્ત નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy