SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામી સમંતભદ્રનો સમય ૪૫ मुरजबन्धयुक्तगोमूत्रिकाबन्ध આ સિવાય તેમણે જે એકાક્ષરાદિયમયુક્ત પદ્ય નિયોજ્યાં છે, તેને અહીં ઉફૅકિત કરવાથી તેમની યથાર્થ સમયસ્થિતિનો ક્યાસ નીકળી શકશે. (જુઓ પરિશિષ્ટ ‘વ'). સંસ્કૃત કાવ્યશાસ્ત્રના વિકાસક્રમનું પૂર્ણરૂપેણ નહીં તોયે એની મુખ્ય ધારાઓની પ્રગતિનું કંઈક સ્પષ્ટ કહી શકાય તેવું ચિત્ર આપણી સામે છે, જેનો ઉપયોગ સમતભદ્રના કાળનિર્ણયમાં નિઃશંક થઈ શકે તેમ છે. ઈસ્વીસની બીજી શતાબ્દી અને તે પછી થયેલા બૌદ્ધ સ્તુતિકારી માતૃચેટ અને આર્યદેવ તેમ જ મહાકવિ અશ્વઘોષ, મધ્યમકકારિકાકાર નાગાર્જુન, આર્ય અસગ, વસુબંધુ, અને દિનાગ સરખા દાર્શનિક બૌદ્ધ પદ્યકારો, તદતિરિક્ત નાટ્યકાર ભાસ, પ્રશસ્તિકાર હરિષેણ, અને કવિકુલગુરુ કાલિદાસ સરખા દિગ્ગજ વૈદિક કવિવરો, સાંખ્યસતિકાર ઈશ્વરકૃષ્ણ, અને બીજી બાજુ પ્રશમરતિકાર વાચક ઉમાસ્વાતિ તેમ જ લાત્રિશિકાઓ રચનાર સિદ્ધસેનદિવાકરાદિ નિર્ગસ્થ પદ્યકારોએ સામાન્ય અલંકારોનો તો પ્રયોગ કર્યો છે; પરંતુ સમંતભદ્ર પ્રયોગમાં લીધેલા અનેકાનેક જટિલ અલંકારો, દુષ્કર યમકો અને ચિત્રબદ્ધ કાવ્યો આદિ તો પૂર્વેના સંસ્કૃત વાડ્મયમાં ક્યાંયે શોધ્યા જડતા નથી. થોડે અંશે આવી આલંકારિક કવિતા-પ્રવૃત્તિ તો માઘના શિશુપાલવધ (પ્રાય ઈસ્વી ૬૭પ), દંડીના કાવ્યાદર્શ અંતર્ગત દીધેલાં દૃષ્ટાંતો (પ્રાયઃ ઈસ્વી ૬૨૫)માં, અને એથી પહેલાં મહાકવિ ભારવિના કિરાતાર્જુનીય (ઈસ્વી ૫૦૦-૫૫૦) અંતર્ગત ચિત્રાલંકાર સમેત) મળે છે. એમ જણાય છે કે ઈસ્વીસની છઠ્ઠી-સાતમી શતાબ્દીથી આલંકારિક સંપ્રદાયનો મહિમા કવિજનોમાં સ્થપાયેલો. ગદ્યમાં પણ સુબંધુની વાસવદત્તા (પ્રાયઃ ઈ. સ. ૫૦૦-૫૨૫), બાણભટ્ટની કાદંબરી (૭મું શતક, પ્રથમ ચરણ), ઈત્યાદિમાં એ કાળે સમાંતરે એવી જ જાટિલ્યપ્રવણ એવં ચતુરાઈદર્શનની, શબ્દાડંબરી, પ્રલંબ સમાચબહુલ, અને ક્લિષ્ટ વાક્યરચનાઓની અતિરેકપ્રધાન બની જતી પ્રવૃત્તિ જોવા મળે છે. દક્ષિણમાં આલંકારિક મહાકવિ ભારવિની ખૂબ પ્રસિદ્ધિ હતી. ઐઠોળની રવિકીર્તિની પ્રશસ્તિ (ઈ. સ. ૬૩૪)માં કવિએ કાલિદાસ સાથે ભારવિની ગિરાનું આદર્શ રૂપે સ્મરણ કર્યું છે. સંભવ છે કે સમતભદ્ર સામે ભારવિનો કાવ્યાદર્શ રહ્યો હોય; એટલું જ નહીં, ભારવિથી ચાર તાંસળી ચઢી જવાનો તેમણે ઉદ્યમ કર્યો હોય તો ના નહીં ! આટલી ભીષણ માત્રામાં, ઘોરાતિઘોર આલંકારિક પ્રક્રિયાઓનો પ્રયોગ કરનાર સમંતભદ્રને ઉલ્મી-ઈ-આઝમ મુખ્તાર સાહબ, પ્રજ્ઞામહાર્ણવ ડાજ્યોતિ પ્રસાદ જૈન, ન્યાયમહોદધિ પં. દરબારીલાલ કોઠિયા, ઈત્યાદિ વિદ્વાનો શું જોઈને ઈસ્વીસની બીજી-ત્રીજી શતાબ્દીમાં મૂકતા હશે ! અને સિદ્ધસેન દિવાકર પર સમંતભદ્રનો પ્રભાવ છે, અસર છે, એવી જયઢક્કા પં. મુખ્તાર, દેવેન્દ્રકુમાર શાસ્ત્રી, કુસુમ પટોરિયા આદિ દિગંબર વિદ્વાનો કયા આધારે વગાડી રહ્યા હશે ! ઉપર ચર્ચલ તમામ મુદ્દાઓનાં સાક્ષ્ય દ્વારા સમતભદ્રનો અસલી સમય હવે પારદર્શી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy