SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ નિર્ચ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ બની સામે આવી રહે છે. તેઓ નાગાર્જુન જ નહીં પરંતુ શબર, ઉમાસ્વાતિ, સિદ્ધસેનદિવાકર, ભર્તુહરિ, વસુબંધુ, દિન્નાગ, તેમ જ ભારવિ પશ્ચાતુ, અને ભગવજિજનસેન, સ્વામી વીરસેન, યાકિનીસૂનુ હરિભદ્ર, અકલંકદેવ, એવં પૂજ્યપાદ દેવનંદી પૂર્વે અને કુમારિ ભટ્ટના સમકાલમાં થયેલા જણાય છે. એ વાત લક્ષમાં લેતાં તેમનો સમયસંપુટ ઈસ્વીસન્ ૨૫૦-૬૨૫ વચ્ચેના ગાળામાં વિના અવરોધ સીમિત થઈ શકે છે. સમતભદ્રના સમયસંબદ્ધ ચર્ચામાં, પરંપરામાં એમની મનાતી કૃતિ રત્નકરંડકશ્રાવકાચારનું કર્તૃત્વ સંદેહાસ્પદ હોઈ છોડી દીધું છે. કદાચ તે એમની કૃતિ હોય તો યે શૈલીનો અને વસ્તુની દષ્ટિએ તો સાતમા શતકની પૂર્વેની હોવાનું ભાસતું નથી. બીજી એક વાત એ છે કે ઈસ્વીસનના ૧૫મા શતકથી મળતી શ્વેતાંબર પટ્ટાવલીઓમાં, વિશેષે તો તપાગચ્છીય અંતર્ગત ઈસ્વીસની આરંભની સદીઓમાં “સામંતભદ્ર' નામક વનવાસીગચ્છના આચાર્યનું નામ આવે છે; પહેલાં તો નામની જોડણી ખોટી હોવા ઉપરાંત સમંતભદ્ર શ્વેતાંબર (કે પ્રાશ્વેતાંબર) પરંપરામાં થયા જ નથી; વનવાસી નામક કોઈ જ “ગચ્છ” પૂર્વકાળે થયો હોવાનું પ્રાચીન પ્રમાણ ઉપલબ્ધ નથી, અને ત્યાં દીધેલો સમય પણ બિલકુલ ખોટો છે. એ બ્રાંત મુદ્દાનો પં. મુખ્તારે સમંતભદ્રને ખૂબ પ્રાચીન ઠરાવી દેવાની લાલચમાં તેમના કાળનિર્ણયમાં ઉપયોગ કર્યો છે જે આયાસ અર્થહીન અને અશોભનીય ઠરે છે. આમ સર્વ જ્ઞાત સ્થાનકોણોથી પરીક્ષા કર્યા પછી લાગે છે કે સમતભદ્રને ઈસ્વીસની બીજી શતાબ્દીમાં મૂકવાના પ્રયાસ પાછળ કોઈ ખાસ કારણસર ધારણ કરેલ, સંભવતયા સંપ્રદાયનિષ્ઠાથી ઉદ્ભવેલ, હઠાગ્રહ-કદાગ્રહ-દુરાગ્રહ જ હોવાનું સ્પષ્ટ બની જાય છે. સમંતભદ્ર માની લીધેલા કાળથી વાસ્તવમાં ત્રણ-ચાર સદી મોડી થયાની હકીકતથી એમની મહત્તાને કોઈ જ આંચ આવતી નથી, આવી શકતી નથી ! ટિપ્પણો : ૧. “સિદ્ધસેન દિવાકર” અતિરિક્ત સિદ્ધસેન અભિધાનધારી અનેક આચાર્યો, મુનિઓ થઈ ગયા છે; જેમ કે, વાચક સિદ્ધસેન (પ્રાયઃ ઈસ્વી પમી-૬ઠ્ઠી સદી), સિદ્ધસેન ક્ષમાશ્રમણ (મોટે ભાગે જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણના શિષ્ય; પ્રાયઃ ઈસ્વી પ૭૫-૨૨૫), પુન્નાટસંઘ(યાપનીય વા દિગંબર)માં થઈ ગયેલા અને હરિવંશપુરાણકાર જિનસેનના એક પૂર્વજ (ઈસ્વી ૭મી શતાબ્દી), તત્ત્વાર્થાધિગમસૂત્ર-બૃહદ્ધત્તિકાર ગંધહસ્તિ સિદ્ધસેન (જીવનકાળ પ્રાય: ઈસ્વી ૭૦૦-૭૮૦), સિદ્ધસેન-સિદ્ધર્ષિ (પ્રાયઃ ઈસ્વી ૯૭૫-૯૧૮ યા ૯૧૨); અને કેટલાક મધ્યકાળમાં જુદા જુદા શ્વેતાંબર ગચ્છોમાં થઈ ગયેલા પ્રસ્તુત નામ ધરાવનાર ત્રણેક સિદ્ધસેનો આદિ. ૨. કેમકે તેઓ વિક્રમાદિત્યના સમકાલીન હોવાનું મધ્યકાલીન ચરિત-પ્રબંધાદિ સાહિત્યમાં કહ્યું છે, એટલે કે સંપ્રદાયમાં તથા કોઈ કોઈ જૈનેતર વિદ્વાનું તેમને વિક્રમ-સંવત્સરના પ્રવર્તક મનાતા, કથાઓમાં પ્રસિદ્ધ વીરવિક્રમ સાથે જોડી તેમને ઈસ્વીસન પૂર્વે પ્રથમ શતાબ્દીમાં મૂકે છે; પરંતુ અન્ય અનેક સાસ્યોના આધારે Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy