SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ હોય શકે. ભુવનસુંદરીકથાકાર પ્રથમ વિજયસિંહાચાર્યની તરફેણમાં એક જ મુદ્દો છે; પ્રભાસ ગિરનારની નજીક હોઈ ત્યાંથી તેઓ યાત્રાર્થે સરળતાથી ગયા હોય; પણ તેઓ ભૃગુકચ્છચૈત્યના અધિષ્ઠાતા હોય તેમ જણાતું નથી. તેમની પોતાની પ્રશસ્તિમાં એવો આછોપાતળો પણ ઇશારો નથી. તેમ જ તેઓ તો નાગેન્દ્રકુલના છે, આર્ય ખપતના વંશના નહીં; અને તેમની અદ્યાવધિ કોઈ સંસ્કૃત રચના ન તો મળી આવી છે કે ન તો ક્યાંય ઉલ્લિખિત છે. આ મુદ્દાઓ તેમની સ્તુતિકાર હોવાની સામે જાય છે. બીજી બાજુ ભૃગુપુરવાસી વિજયસિંહ એક સિદ્ધહસ્ત સંસ્કૃત કવિ છે; લાટ દેશથી જલ વા સ્થલમાર્ગે ઉત્તર કોંકણની રાજધાની સ્થાન(થાણા, ઠાણે)સ્થ શિલાહારરાજની સભામાં જવું સુગમ હોઈ, સોઢલ-કથિત ખગ્રાચાર્ય શ્વેતાંબર મુનિકવિ વિજયસિંહ તે “નેમિસમાહિતધિયાં”ના કર્તા-સ્તુતિની ગુણવત્તા લક્ષમાં રાખતાંભૃગુપુરમૈત્યના પરિપાલકમુનિ વિજયસિંહથી અભિન્ન હોવાના નિષ્કર્ષ તરફ દોરી જાય છે. સ્તુતિનું અંતરંગ જોઈ જતાં તે ઉજ્જયંતગિરિમંડન નેમિનાથને ઉદ્દેશીને રચાઈ હોય તેવું સીધું પ્રમાણ તો તેમાં નથી મળતું; પણ સ્તુતિમાં નેમિનાથની કોઈ પ્રસિદ્ધ પ્રતિમા અવશ્ય ઉદિષ્ટ છે તે તો નીચેનાં બે પદ્યો પરથી સિદ્ધ થઈ જાય છે. पूजापत्रचयैर्निरन्तरलसत्पत्रावलीमण्डितो नानावर्णसुगन्धिपुष्पनिकरैः सर्वत्र यः पुष्पितः । पादान्ते परिणामसुन्दरफलैः सम्भूषितः सर्वतो नेमिः कल्पतरुः सतामविकलं देयात् तदग्यूं फलम् ॥३॥ અને मूर्तिस्ते जगतां महात्तिशमिनी मूर्तिर्जनानन्दिनी मूर्तिर्वाञ्छितदानकल्पलतिका मूर्तिः सुधास्यन्दिनी । संसाराम्बुनिधि तरीतुमनसा मूर्तिर्दृढा नौरियं मूतिर्नेत्रपथं गता जिनपते ! किं किं न कर्तुं क्षमा ? ॥९॥ ભરૂચમાં તો સુવ્રતજિનના પુરાણપ્રસિદ્ધ ચૈત્યાલય અને સં૧૧૬૮ | ઈ. સ. ૧૧૧૨માં વીર જિનના એક મંદિર સિવાય અન્ય કોઈ, તેમાં યે જિન નેમિનાથનું કોઈ જ મંદિર હોવાનું કોઈ પણ સ્રોતમાંથી જાણમાં નથી. એથી પ્રભાવકચરિતકારનું એ કથન, કે પ્રસ્તુત “નેમિસમાહિતધિયાં.” સ્તુતિ ગિરનારસ્થ નેમિનિને સંબોધાયેલી છે, તેની સત્યતા વિશે શંકા કરવાને ખાસ કોઈ મુદ્દો ઉપસ્થિત થતો નથી. સજ્જન મંત્રીના નેમિતીર્થના સં. ૧૧૮૫, ઈ. સ. ૧૧૨૯ના પુનરુદ્ધારથી લગભગ સોએક વર્ષ પૂર્વેનો આ સાહિત્યિક સંદર્ભ હોઈ, પ્રસ્તુત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy