SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ નેમિ-સ્તુતિકાર વિજયસિંહસૂરિ વિશે ૧૨૭ જિનની ગિરનાર પર્વત પર સજ્જન મંત્રીની સંરચના પૂર્વે રહેલ પુરાણી પ્રતિમા, અને એથી એના ભવનના અસ્તિત્વ સંબદ્ધ, જે અનેકાનેક પ્રમાણો ઉપસ્થિત છે તેમાં એક સુદઢ પ્રમાણનો આથી વધારો થાય છે. મુનિ ચતુરવિજયજીએ તો વિજયસિંહસૂરિ અનેક થઈ ગયા છે કહી નેમિસ્તુતિકાર વિજસિહસંબદ્ધ ગષણા ચલાવી નથી. તો બીજી બાજુ પં. અંબાલાલ પ્રેમચંદ શાહની ખગ્રાચાર્ય વિજયસિંહ સંબદ્ધ ટિપ્પણ અનુસાર “એમનાં કાવ્યો પૈકી કોઈ કાવ્ય હજી સુધી ઉપલબ્ધ થયું નથી.”૧૦ પણ ઉપરની ચર્ચાથી હવે આ બન્ને અનિશ્ચિતતાનો અંત આવે છે. ભૃગુકચ્છ-વિભૂષણ જિન મુનિસુવ્રતના પુરાણા ચૈત્યના અધિપાલક વિજયસિંહાચાર્ય તે જ શિલાહારરાજ સમ્માનિત ખઞાચાર્ય વિજયસિંહ છે અને “નેમિસમાહિતધિયાં.” સ્તુતિ એ એમની કૃતિ છે એવા નિર્ણય વિનિર્ણય સામે કોઈ આપત્તિ આ પળે તો ઉપસ્થિત થતી હોવાનું જણાતું નથી. પરિશિષ્ટ મૂળ લેખ પ્રસિદ્ધ કરવા મોકલી આપ્યા બાદ, વાદિવેતાલ શાન્તિસૂરિના ગુરુ વિજયસિંહસૂરિ “ખદ્ગાચાર્ય હોવા સંબંધમાં પં. અંબાલાલ પ્રેમચંદ શાહે વ્યક્ત કરેલી સંભાવના વિશેનું કથન આકસ્મિક નજરમાં આવ્યુંઃ યથા : “પાટણમાં “સંપક-વિહાર' નામના જિનમંદિર પાસે આવેલા થારાપદ્રગચ્છીય ઉપાશ્રયમાં વિજયસિંહસૂરિ નામના આચાર્ય રહેતા હતા. ખગ્ગાચાર્ય' બિરુદથી પ્રસિદ્ધ આચાર્ય આ હોવાનો સંભવ છે.” (“ભાષા અને સાહિત્ય,” ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪, સોલંકીકાલ, અમદાવાદ ૧૯૭૬, પૃ. ૨૮૧.) પરંતુ પણ આ વાત સંભવિત જણાતી નથી. પ્રભાવકચરિતકારના કથન અનુસાર વાદિવેતાલ શાંતિસૂરિ (વૃદ્ધવયે) ઉજ્જયંતગિરિ પર સં. ૧૦૯૬ / ઈ. સ. ૧૦૪૦માં પ્રાયોવેશન કરી દિવંગત થયેલા. એમના ગુરુનો સમય આથી ઈસ્વીસની દશમી શતાબ્દીનો ઉત્તરાર્ધ (કે થોડું ખેંચીને ૧૧મીના આરંભ સુધીનો) હોવો ઘટે, અને એ કારણસર તેઓ શિલાહારરાજ નાગાર્જુન(ઈ. સ. ૧૦૩૯)થી તો પાંચેક દાયકા પૂર્વે થઈ ગયા છે. વળી પાટણથી ઠેઠ કોંકણ સુધી તેઓ ગયા હોય, ઊંચી કોટીના કવિ પણ હોય તે બધા વિશે ક્યાંથીયે સૂચન મળતું નથી. એ જ પ્રમાણે ખદ્ગાચાર્ય વિજયસિંહ થારાપદ્રગચ્છના હતા એવી પણ કોઈ સૂચના કોઈ જ અઘાવધિ ઉપલબ્ધ સ્રોતમાં તો નથી. આથી મૂળ લેખમાં ભૃગુકચ્છીય- . નેમિસ્તુતિકાર—વિજયસિંહ સૂરિ અને ખગ્રાચાર્ય વિજયસિંહ અભિન્ન હોવાની જે સપ્રમાણસયુક્તિ ધારણા ઉપર રજૂ કરી છે તે જ ઠીક જણાય છે. લેખ લખતે સમયે થારાપદ્રગથ્વીય વિજયસિંહસૂરિ ધ્યાનમાં હતા જ; પણ તેમના સમયનો મેળ વાત સાથે બેસતો ન હોઈ એમના વિશે કોઈ ઉલ્લેખ કરવો ઉપકારક લાગ્યો નહોતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy