SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ દેલવાડામાં જોઈએ તો શ્રીમાતાના મંદિરની સામેના મંદિરમાં રાખેલ મૂર્તિઓમાં મુખ્ય મૂર્તિ ક્ષેત્રપાલની છે૧૯, જેને આજે “રસિયો વાલમ” નામથી ઓળખવામાં આવે છે અને એની માંત્રિક યોગીરૂપે શ્રીમાતા સાથે જોડતી લોકકથા જાણીતી છે. આ દંતકથાનું જૂનું રૂપ ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપ અંતર્ગત ““અન્દાદ્રિકલ્પ'માં જોવા મળે છે. કહેવાતા રસિયા વાલમની આરસની દ્વિભુજ પ્રતિમાનું સમ્મશ્ર, કરાલ નહિ તો યે કરડું મુખ, ભીષણ ભૂકુટિ-ભંગ અને કુટિલાક્ષ, શિર પર ભૈરવ કે નિર્ઝતિને હોય તેવા બંધયુક્ત ઊર્વેકેશ, વામકરમાં સુરાપાત્ર અને દક્ષિણહસ્તમાં કોઈ વસ્તુ (ખગની અવશિષ્ટ મૂઠ ?) ધારણ કરી છે. જમણી બાજુ અર્ધભાસ્કર્થમાં ત્રિશૂલ બતાવ્યું છે. નીચે પગ પાસે દક્ષિણ બાજુ આરાધક અને ડાબી બાજુ કૂદતું ચોપગું પ્રાણી (શ્વાન?) કંડાર્યું છે (જુઓ રેખાંકન.) શૈલીની દૃષ્ટિએ આ ક્ષેત્રપાલ-પ્રતિમા ૧૨મા શતકના અંતભાગની જણાય છે, એટલે વિમલમંત્રીના કાળની નથી. સંભવ છે કે આ ઉપદ્રવવાળી દંતકથા પછીથી જોડી કાઢવામાં આવી હોય. વસ્તુતયા વિમલના સમયના બનાવોની સ્મૃતિ પ્રબંધોમાં અલ્પ પ્રમાણમાં વરતાય છે !) અને કલ્પપ્રદીપમાં કે તપાગચ્છીય જિનહર્ષગણિના વસ્તુપાલચરિત્ર (સં. ૧૪૯૭ | ૧૪૪૧)માં આ વાલીનાહવળી વાત નોંધાયેલી નથી, પણ એટલું ખરું કે ઉપરચર્ચિત જૈન કથાઓનો દેલવાડાના ક્ષેત્રપાલ વાલીનાહ યા વલીનાહ (વલભીનાથ) તો આ “રસિયો વાલમ (ઋષિ વાલ્મીકિ) જ જણાય છે. ત્રીજા તબક્કાના (શક-કુષાણ સમયમાં) વર્તમાન રૂપ પામેલા જૈન આગમો(વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, સ્થાનાંગ, પ્રજ્ઞાપના સૂત્ર ઇત્યાદિ)માં (વાન)વ્યંતર દેવોની આઠ જાતિ બતાવી છે : પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, કિંગુરુષ, મહોરગ, અને ગાંધર્વ. વાલીનાહનું સ્થાન એનું પ્રતિમાવિધાન લક્ષમાં રાખતાં જૈન માન્યતા અનુસાર રાક્ષસ વર્ગમાં જઈ શકે. દિક્યાલ નિર્ઝતિ કે જે બ્રાહ્મણીય પરંપરામાં બહુ પ્રાચીન (વેદ) કાળે “રાક્ષસી' અને પછી નરરૂપે રાક્ષસરાજ’ ગણાય છે, તેનું પ્રતિમાવિધાન ક્ષેત્રપાલ અને અહીં ચર્ચલ વ્યંતર વાલીનાહની અત્યંત નજીક છે. કેવળ નિર્ઝતિના “ખેટકને સ્થાને અહીં ભૈરવને હોય છે એમ સુરાપાત્રાવા કપાલ)ની કલ્પના છે. આથી બ્રાહ્મણીય પરંપરા, જે જૈન પરંપરાથી વિશેષ પ્રાચીન છે, તે અનુસાર પણ વ્યંતર વાલીનાહની યોનિ “રાક્ષસ' હોવાનું નિશ્ચિત બને છે. એક બીજી વાત એ છે કે સોલંકીયુગમાં આજે આપણે જાણીએ છીએ તેનાથી વિશેષ પ્રમાણમાં અને વિશાળ પ્રદેશમાં વાલીના આદિ ક્ષેત્રપાલ-દેવોની પૂજા પ્રચારમાં હતી. દેલવાડા, થરા, અને આ નિરીંદ્રગ્રામ અતિરિક્ત બીજાં પણ સ્થાનોમાં વાલીનાહની ગ્રામરક્ષક દેવરૂપે પૂજા થતી હશે. આ ક્ષેત્રપાલને ‘વલભીનાથ' નામ કેમ પ્રાપ્ત થયું હશે એ વિચારણીય છે. વલભી નગરીનો નાથ (કોઈ મૈત્રક રાજા) મરીને વ્યંતર થયાની પુરાણી અનુશ્રુતિ હશે, કે હણ્ય પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy