SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ જૈત્રસૂરિશિષ્યકૃત ‘વીતરાગસ્તુતિ’ પૂર્ણ સ્થિત ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંગ્રહમાંથી પ્રસ્તુત સ્તુતિની બે પ્રતો પરથી પાઠ તૈયાર કરી શકાયો છે'. અહીં એ મહાન્ સંસ્થાના સૌજન્યથી તે સંપાદિત કરી સાભાર પ્રકાશિત કરું છું. વસંતતિલકાવૃત્તમાં નિબદ્ધ આ સ્તુતિ આમ તો ‘અષ્ટક’ રૂપે છે, પણ એક વધારાના પદ્યમાં કર્તાએ પોતાનો પરિચય ‘જૈત્રસૂરિ-વિનેય રૂપે આપ્યો છે : જો કે નામ પ્રકટ નથી કર્યું, કે નથી દીધો પોતાના ગચ્છ વિશે કોઈ નિર્દેશ. ગુરુ જૈત્રસિંહનું નામ પણ જાણીતું નથી. પટ્ટાવલીઓ, ગ્રંથ-પ્રશસ્તિઓ, અને જિનપ્રતિમાઓના અદ્યાવધિ પ્રકાશિત પબાસણો ૫૨ના તેમ જ ધાતુ પ્રતિમાઓ પાછળ અંકિત સેંકડો નિર્રન્થ શ્વેતાંબર અભિલેખો જોઈ વળવા છતાં પ્રસ્તુત મુનિનો કોઈ જ પત્તો લાગ્યો નથી. સ્તુતિના સામાન્ય છંદોલય એવં વૈદર્ભીપ્રાયઃ રીતિ રત્નાકરસૂરિના “આત્મગઈસ્તોત્ર” અપરનામ “રત્નાકર-પંચવિંશતિકા” સરખાં, ઈસ્વીસન્ના ૧૩મા શતકના મધ્યભાગે રચાયેલાં સ્તોત્રો-સ્તવોનું સ્મરણ કરાવે છે. સ્તુતિનું બંધારણ સુરેખ અને સુષ્ઠુ છે. પ્રાસાનુપ્રાસ અને સ્ફોટસિદ્ધિ વિના આયાસ થઈ શક્યાં છે. સ્તુતિનો પ્રવાહ તરલસરલ અને કંઠસ્થ થઈ શકે તેવી, કરવા જેવી કૃતિ છે. કર્તા સારા કવિ છે. સિદ્ધસેન દિવાકર (પાંચમું શતક), માનતુંગાચાર્ય (છઠ્ઠી-સાતમી સદી), બપ્પભટ્ટિસૂરિ (સાતમી-આઠમી શતાબ્દી) જેવા સિદ્ધહસ્ત નિગ્રન્થ કવિઓની સ્તુતિઓની તેમ જ હરિભદ્રસૂરિની સુપ્રસિદ્ધ ‘સંસારદાવા’ સ્તુતિની શૈલીનો પરામર્શ ક્યાંક ક્યાંક ઝળકી જાય છે”. પણ તેમાં નકલનો ભાસ થવાને બદલે કવિની પ્રતિભા, પ્રાચીન કવિઓની શૈલીના પ્રશ્નયને પ્રભાવે, વિશેષ પ્રકાશમાન થતી લાગે છે. અલંકારોની ચાલાકીભરી ચમત્કૃતિનું પ્રદર્શન કરવાને બદલે કવિએ કવિતાના મૂલગત, સ્વાભાવિકતા આદિના, સિદ્ધાંતો પર જ જોર દઈ, શબ્દના ઔચિત્યને નજરમાં રાખી, પ્રશમરસના ‘શાંતાકા૨’ વહેણને જ સહજતા સમેત હાંસલ કરવાનું ધ્યેય સિદ્ધ કર્યું છે. દરેક પદ્યનું ચોથું પુનરાવર્તિત ચરણ (ધ્રુવ પદ) લયની ગતિને સ્વૈર્ય અને ચોકસાઈ અર્પી રહે છે. પૂર્વે સિદ્ધસેન દિવાકરની ૨૧મી દ્વાત્રિંશિકામાં આવી સંરચનાનું અનુસરણ થયેલું છે. અને ૧૩મા-૧૪મા શતકની કેટલીક શ્વેતાંબર જૈન તીર્થનિરૂપણાત્મક સ્તુતિઓમાં પણ આ પ્રકારનું ખેડાણ જોવા મળે છે. આ એક સર્વાંગીણ સફળ કહી શકાય તેવી, કવિતાનાં ઉદાત્ત લક્ષણો—માધુર્ય, ઓજ અને કાંતિ—ના સપ્રમાણ ગુણોવાળી અને એથી સંતુલિત, સરસ, સ્તુત્યાત્મક રચના છે. શૈલીના પ્રકાર, પ્રાસ મેળવવાની રીત, અને તેના અબાધિત નિર્વાહને લક્ષમાં લેતાં કર્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy