________________
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
મહાવિદ્વાન્ સંગમસૂરિઓ થયા હોય, ને બેએક સૈદ્ધાંતિક વા ન્યાયવેત્તા યક્ષદેવ મુનિ થયા હોય એવું માન્યામાં આવતું નથી. બધા જ સંયોગો લક્ષમાં લેતાં જયસિંહસૂરિના શિષ્ય યક્ષદેવના નાગપુરસ્થ વિદ્યાગુરુ સંગમસિંહ મુનિ, નાગપુર સ્થિત જયસિંહસૂરિ દ્વારા માનપૂર્વક ઉલ્લિખિત સંગમાચાર્ય, અને વાચનાચાર્ય મંડનગણિના ગુરુ સંગમસિંહસૂરિ એકકાલિક હોવા અતિરિક્ત એક જ વ્યક્તિ હોવાની શક્યતા માટે પૂરતો અવકાશ છે. એ જ દલીલ અન્વયે ગાંભૂની પ્રતવાળા સૈદ્ધાંતિક યક્ષદેવ અને જયસિંહસૂરિશિષ્ય યક્ષદેવ પણ અભિન્ન જણાય છે. જો તેમ હોય તો સંગમસૂરિશિષ્ય મંડનગણિના શિષ્ય નિર્વાણકલિકાકાર પાલિત્તસૂરિ નવમા શતકના આખરી ચરણમાં અને દશમા શતકના પ્રથમ ચરણ દરમિયાન થઈ ગયા હોવા જોઈએ. ઉપર ચલ સમીકરણોનું કોષ્ટક આ પ્રમાણે રજૂ કરી શકાય : (વિદ્યાધર વંશીય)
(કૃષ્ણર્ષિ-શિષ્ય) સંગમસિંહસૂરિ
જયસિંહસૂરિ (ઈ. સ. ૮૫૯) વાચનાચાર્ય મંડનગણિ
સૈદ્ધાંતિક યક્ષદેવ
ન્યાય-ગુરુ,
તૃતીય પાદલિપ્તસૂરિ
પાર્શ્વમુનિ (ઈ. સ. ૯૦૪) (નિર્વાણકલિકાકાર)
આ સમીકરણો દ્વારા તૃતીય પાલિત્તસૂરિ એવં પાર્શ્વમુનિ સમાંતર અને સમકાલિક ઠરે છે; માન્યખટપતિ રાષ્ટ્રકૂટરાજ કૃષ્ણ(દ્વિતીય)નો પણ આ જ (ઈ. સ. ૮૭૪-૯૧૪) સમય છે. નિર્વાણકલિકાની રચના આથી સરાસરી તોર પર ઈ. સ. ૯૦૦ના અરસામાં થઈ હોવી ઘટે. કૃતિનાં આંતરિક પ્રમાણો–ભાષા, શૈલી, વસ્તુ અને પરિભાષા–સ્પષ્ટ રૂપે મધ્યકાળ પૂર્વેનાં છે જ, અને ઉપર પહોંચ્યા તે નિષ્કર્ષનું પૂર્ણતયા સમર્થન કરે છે.
આ નિર્ણયના પ્રકાશમાં શત્રુંજય પર સં. ૧૦૬૪ / ઈ. સ. ૧૦૦૮માં નિર્વાણ પામેલા સંગમસિદ્ધ મુનિ નિર્વાણકલિકાકાર પાલિત્તસૂરિ(તૃતીય)ના પરમ ગુરુ ન હોઈ શકે. પુંડરીક પ્રકીર્ણક કિંવા સારાવલી પ્રકીર્ણક કર્તૃત્વને કારણે આ પાલિત્તસૂરિ શત્રુંજય અને ઉજ્જયંતિગિરિની યાત્રાએ જરૂર ગયા હશે અને શત્રુંજય પર કદાચ એમણે પણ સંથારો કર્યો હોય. સંગમસિદ્ધ મુનિ તેમ જ આ પાલિત્તસૂરિ (તૃતીય) વિદ્યાધર કુલના અલબત્ત છે; પરંતુ “સંગમસિંહ' તેમ જ “સંગમસિદ્ધ' નામાભિધાનમાં થોડુંક અંતર પણ છે. આમ આ તથ્ય પણ તેમને સાંકળવા માટે અનુકૂળ નથી; છતાં સંગમસિદ્ધ મુનિ અને સંગમસિહ મુનિને એક માનીને ચાલીએ તો પાલિત્તસૂરિ(તૃતીય)ના પરમ ગુરુ સંગમસિંહનો અંદાજી શકાતો સમય (નવમા શતકનું બીજું-ત્રીજું ચરણ) અને સંગમસિદ્ધ મુનિ (નિર્વાણ ઈ. સ. ૧૮૦૫) વચ્ચે ખાસ્સે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org