________________
પાદલિપ્તસૂરિ વિરચિત નિર્વાણકલિકા'નો સમય અને આનુષંગિક સમસ્યાઓ
સવાસો વર્ષ જેટલું અંતર પડી જાય છે, જે ઉપર રજૂ કર્યા અને ચર્ચા તે સૌ પ્રમાણોની વિરુદ્ધ જાય છે. એ જોતાં આ બન્ને મુનિઓ ભિન્ન હોવા સંબંધમાં કોઈ સંશય-સ્થિતિ રહેતી નથી.
ઉપસંહાર (૧) ઈસ્વીસના બીજા શતકના અંત ભાગમાં કે ત્રીજા શતકના આરંભમાં તરંગવતીકથાના સર્જક જ્યોતિષકરંડકના રચયિતા, તેમ જ પ્રતિષ્ઠાનપતિ રાજા સાતવાહન અને મરુંડરાજના સમકાલિક પાલિત્તસૂરિ નિર્વાણકલિકાના કર્તા નથી અને એમને શત્રુંજયગિરિ કે પાલિત્તાનક સાથે સંબંધ હોવાનું પણ વાસ્તવમાં કોઈ જ પ્રમાણ નથી.
(૨) મૈત્રક યુગમાં, મોટે ભાગે તો ઈસ્વીસનુના સાતમા શતકના ઉત્તરાર્ધમાં, બીજા પાલિત્તસૂરિ થઈ ગયા છે. ગાહા જુહલેણ નામક વીરસ્તુતિના તેઓ રચયિતા હોય તેમ લાગે છે. એમણે નહીં પણ શિવનંદી વાચકે જ્યોતિષકરંડક પર પ્રાકૃતમાં લગભગ પાંચમા-છઠ્ઠા સૈકામાં વૃત્તિ રચેલી. પ્રભાવકચરિતકાર (મોટે ભાગે ચૂર્ણિઓના આધાર પર કે પછી મલયગિરિના એક વિશિષ્ટ સંબોધનને કારણે) “કાલજ્ઞાન” એવું નામ આપે છે તે કોઈ સ્વતંત્ર ગ્રંથ નહીં, આગળ કહી તે વૃત્તિ પણ નહીં, પણ આદિ પાદલિપ્તસૂરિત જ્યોતિષકરંડક મૂલ ગ્રંથ જ સંભવે છે. કથાના બૌદ્ધ ભિક્ષુ રસસિદ્ધ નાગાર્જુન જેમને (ગિરિનગર કે ઢંકમાં) મળેલા તે આ મૈત્રકકાલિન દ્વિતીય પાદલિપ્તસૂરિ જણાય છે, તરંગવતી તેમ જ જ્યોતિષકરંડકના કર્તા પ્રથમ પાલિત્તસૂરિના નામથી નહીં પણ જેમના નામ થકી પાલિત્તાનકની સ્થાપના સિદ્ધ નાગાર્જુન દ્વારા થયેલી હશે તે આ દ્વિતીય પાદલિપ્તસૂરિ હોય તેમ લાગે છે; અને તેમના સમયમાં પ્રથમ વાર શત્રુંજય પર જિન વીર, જિન ઋષભ, અને જિન શાંતિનાથનાં મંદિરો સ્થપાયેલાં, જેનો કુવલયમાલાકહામાં “સિદ્ધાયતનો” રૂપે મોઘમ ઉલ્લેખ થયેલો છે. શત્રુંજય, ઉજ્જયંત, ઢંક અને મથુરાનાં જૈન તીર્થસ્થાનોની યાત્રાએ આ પાલિત્તસૂરિ ગયા હશે. શત્રુંજય પર સલ્લેખના દ્વારા દેહમુક્ત થનાર પણ આ પાદલિપ્તસૂરિ હોઈ શકે છે. તેમના કુલ, ગણ, શાખા કે ગુરુકમ વિશે કોઈ માહિતી હાલ પ્રાપ્ત નથી.
(૩) ઈસ્વીસના નવમા શતકના આખરી ચરણમાં (કે દશમાના પૂર્વાર્ધમાં) ત્રીજા પાલિત્તસૂરિ થયા છે, જેઓ નિર્વાણકલિકાના કર્તા છે. એમના પોતાના જ કથન અનુસાર તેઓ વિદ્યાધર વંશના સંગમસિંહસૂરિશિષ્ય વાચનાચાર્ય મંડનગણિના શિષ્ય હતા. રાષ્ટ્રકૂટ નરેન્દ્ર કૃષ્ણ(દ્વિતીય) (ઈ. સ. ૮૭૮-૯૧૪)ને માન્યખેટકમાં જે પાલિત્તસૂરિ મળ્યાનું ચરિત્રકારોપ્રબંધકકારો કહે છે તે આ ત્રીજા પાલિત્તસૂરિ હોવા ઘટે. એમની અન્ય ઉપલબ્ધ રચના સારાવલી પ્રકીર્ણક છેv૭. સંભવ છે કે હાલ અનુપલબ્ધ પ્રશ્નપ્રકાશ ગ્રંથના કર્તા પણ તેઓ હોય. કહાવલિમાં પાલિત્તસૂરિ શત્રુંજય-ઉજ્જયંત અને મડખેડ ગયાનો અને પ્રભાવક ચરિતમાં જે
નિઐ ભા. ૧-૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org