SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ કારણસર પણ એ પદ્યોની ઉપસ્થિતિ અનિવાર્ય બને છે; અને અંતિમ પઘોમાં કર્તા પોતાનાં નામાદિ પ્રકટ કરે તે પણ કાવ્યપરિપાટીમાન્ય વસ્તુ છે. તદતિરિક્ત કપૂરપ્રકરની જૂનામાં જૂની પ્રતો પણ ઠીક સંખ્યામાં શ્વેતાંબર જૈન ભંડારોમાં જ મળે છે. વિશેષમાં તેના પર રચાયેલ ત્રણ ટીકાઓ–ખરતરગચ્છીય ચારિત્રવર્ધનની સં. ૧૫૦૫ - ઈ. સ. ૧૪૪૯ની, બાદ એ જ ગચ્છના જિનસાગરસૂરિના શિષ્ય ધર્મચંદ્રગણિની (ઈસ્વીસન્ના ૧૫મા સૈકાનું આખરી ચરણ), અને ૧૭મા શતકના આરંભે નાગોરી-તપાગચ્છીય ચંદ્રકીર્તિ-શિષ્ય હર્ષકીર્તિ ગણિની શ્વેતાંબર કર્તાઓની જ છે. સોમપ્રભાચાર્યના સ્વકીય જિનધર્મપ્રતિબોધ(પ્રાકૃત)માં તેનાં કેટલાંક પદ્યો ઉદ્ધત પણ કર્યા છે; બન્ને વચ્ચે વિષય-વસ્તુ તેમ જ સારવારમાં સમાનતા પણ છે. આમ તો કૃતિમાં પ્રસ્તુત થયેલ કેટલાયે ભાવો જૈનોના બન્ને સંપ્રદાયોને માન્ય છે; પણ કૃતિમાં જિનપૂજા પર અને તેના ફળ પર અપાયેલું વિશેષ જોર, આગમને અપાયેલ મહત્ત્વ ઇત્યાદિ લક્ષમાં લેતાં રચયિતા ન તો દિગંબર સંપ્રદાયના છે કે ન તો કૃતિ “અજ્ઞાતકર્તૃક”. સોમપ્રભાચાર્યની એક અન્ય પ્રાપ્ત કૃતિ સુમતિનાથચરિત્ર છે; પણ સંસ્કૃતમાં પણ તેમની બે અન્ય કૃતિઓ જાણીતી છે; એક તો છે શૃંગાર-વૈરાગ્યતરંગિણી તેમ જ બીજી છે શતાર્થી. પ્રથમમાં પ્રત્યેક પદ્ય ચર્થક-શૃંગાર તેમ જ વૈરાગ્યનો ભાવ પ્રકટ કરનારા હોઈ એક પ્રકારે દ્વિસંધાન-કાવ્ય કહી શકાય. સંપાદક મુનિવર પ્રદ્યુમ્નવિજય (વર્તમાન આચાર્ય વિજયપ્રદ્યુમ્નસૂરિ) પ્રાક્કથનમાં સિંદૂરપ્રકરનો રચના સંવત્ ૧૨૩૩ (ઈ. સ. ૧૧૭૭) જણાવે છે, જે સંભાવ્ય તથ્ય મૂળ કૃતિમાં કે અન્યત્ર નોંધાયાનું જાણમાં નથી. ટિપ્પણો : ૧. પ્રકટકર્તા હરિશંકર કાલિદાસ, અમદાવાદ ૧૯૦૧, ૨. આ મહત્ત્વપૂર્ણ કૃતિનું પુનર્મુદ્રણ થવું જરૂરી છે. ૩. મો. . દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૧-૩૨, પૃ. ૪૭૫, પાદટીપ ૪૫૫. 8. Cf. C. D. Dalal, A Descriptive Catalogue of Manuscripts in the Jain Bhandars at Pattan, Vol. I, Baroda 1937, p. 243, પં. લાલચંદ્ર ગાંધી બાદશાહ અલાઉદ્દીન ખિલજી) દ્વારા સન્માનિત જે આચાર્ય વજસેનની વાત કરે છે તે આ હશે? સમય તો એ જ છે. (જુઓ ઐતિહાસિક લેખ-સંગ્રહ, શ્રી સયાજી સાહિત્યમાળા, પુષ્પ ૩૩૫, વડોદરા, ૧૯૬૩, પૃ. ૨૩૫, કક્કસૂરિકૃત નાભિનંદનજિનો દ્વારપ્રબંધમાં ઈ. સ. ૧૩૧૫માં સમરાસાહની સંગાથે ભંગ પશ્ચાત્ શત્રુંજય તીર્થના ઉદ્ધાર માટે ચાલેલા સંઘમાં અનેક આચાર્યો સાથે હેમસૂરિ-સંતાનીય વજસેન સૂરિની પણ નોંધ મળે છે, તે વળી બીજા જ વજસેન હોઈ શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy