SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ કપૂરપ્રકર'નો રચનાકાળ ૧૭૯ એથીયે વિશેષ મહત્ત્વનો તે “ચૌલુક્ય” એટલે કે કુમારપાળનો, જેને વિશે ત્યાં આગળ કહ્યું છે કે ક્ષત્રિય હોવા છતાં એણે માંસભક્ષણાદિનો પરિત્યાગ કરી દીધેલો. યથા : नि:स्वत्त्वं निर्दयत्वं विविधविनटनाः शौचनाशात्महानी, अस्वास्थ्यं वैरवृद्धिर्व्यसनफलमिहामुत्र दुर्गत्यवाप्तिः ॥ चौलुक्यक्ष्मापवत्तव्यसनविरमणे किं न दक्षा यतध्वं, जानन्तो माऽन्धकूपे पतत चलत मा दृग्विषाहे: पथा हे ? ॥१०४॥ આથી એટલું તો નિશ્ચિત છે કે કર્તા કાં તો કુમારપાળના સમયમાં, કે તે પછી બહુ દૂર નહિ તેવા સમયમાં થઈ ગયેલા. આ કારણસર પીછાનમાં ઉપરના બેમાંથી એક વજસેનકાં તો તપાગચ્છીય અને કાં તો બૃહગચ્છ સાથે સંકળાયેલા—મુનિને પસંદ કરવા પડશે. તપાગચ્છીય મુનિ વજન જો કે ક્ષેમકીર્તિ સરખા સુયોગ્ય વિદ્વાન અને સમર્થ વૃત્તિકારના ગુરુબંધુ છે; પણ પ્રસ્તુત વજસેનની કૃતિઓ સંબંધમાં કશું જ જાણમાં નથી, જ્યારે બૃહદ્ગચ્છીય મહેશ્વરસૂરિના વૃત્તિ-સર્જન સહાયક વજસેનના શાસ્ત્રજ્ઞાન ઉપરાંત સંસ્કૃત પરના પ્રભુત્વ સંબંધમાં જોરદાર ગવાહી આપોઆપ મળી રહે છે. આ કારણસર, તેમ જ હરિ કવિની ૧૨મા શતકની સરાસરી પ્રૌઢીને ધ્યાનમાં લેતાં, કપૂરપ્રકરના કર્તા રૂપે, હાલ અજ્ઞાત એવા કોઈ અન્ય જ વજન-શિષ્ય સંબંધમાં પ્રમાણ ઉપસ્થિત ન થાય ત્યાં સુધી તો ૧૨મી સદીવાળા વજનનો જ સમય-વિનિશ્ચયમાં ઉપયોગ કરીએ તો કોઈ આપત્તિ દેખાતી નથી. તદન્વયે કપૂરપ્રકરનો રચનાકાળ ઈ. સ. ૧૧૮૦-૧૨૩૦ના ગાળામાં મૂકી શકાય. લેખનનું મૂળ કથન તો અહીં પૂરું થાય છે; પણ સિંદૂરપ્રકર અપરનામ સોમશતક વા સૂક્તમુક્તાવલીના કર્તુત્વ વિશે કેટલીક સ્પષ્ટતા જરૂરી બની રહે છે. પ્રસ્તુત ગ્રંથની દિગંબર સંપ્રદાયમાં પણ માન્યતા હોવાનું કહેવાય છે; કદાચ એથી જ તો દિગંબર વિદ્વાન્ ગુલાબચંદ્ર ચૌધરીએ તેને શ્વેતાંબર સોમપ્રભાચાર્યની ગણાવવાને બદલે “અજ્ઞાતકર્તક” ઘટાવી છે. પણ પહેલી વાત તો એ છે કે કૃતિના અંતિમ પદ્યોમાં કર્તાએ પોતાનો પરિચય આપ્યો જ છે, જે કૃત્રિમ નથી કેમ કે જે શૈલીમાં પૂર્વનાં ૯૮ પદ્યો રચાયાં છે તે જ શૈલીમાં છેલ્લાં બે પદ્યો છે જે નીચે મુજબ છે, યથા : सोमप्रभाचार्यमभा च यन्न, पुंसां तमःपङ्कमपाकरोति ॥ तदप्यमुष्मिन्नुपदेशलेशे, निशम्यमानेऽनिशमेति नाशम् ॥१९॥ अभजदजितदेवाचार्यपट्टोदयाद्रि-धुमणिविजयसिंहाचार्यपादारविन्दे । मधुकरसमतां यस्तेन सोमप्रभेण, व्यरचि मुनिपराज्ञा सूक्तमुक्तावलीयम् ॥१००। આ છેલ્લાં બે પદ્યો કાઢી નાખીએ તો સિંદૂરપ્રકરનું “શતક” રૂપ નષ્ટ થઈ જાય; એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy