SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ કપૂરપ્રકર પર ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિ શિષ્ય સાગરચંદ્ર(સં. ૧૪૮૯-૧૫૦૫ | ઈ. સ. ૧૪૩૩-૧૪૪૯) દ્વારા અવચૂર્ણિ-લઘુ ટીકા રચાઈ છે; આથી એટલું તો ચોક્કસ કે રચના ૧૫મા સૈકા પહેલાંની છે. વજસેન વિશે વિચારતાં પ્રસ્તુત નામધારી પાંચેક આચાર્યો શ્વેતાંબર પરંપરામાં થઈ ગયા છે, જેમાંથી ઈસ્વીસના આરંભકાળના અરસામાં થઈ ગયેલા આર્ય વજના શિષ્ય આર્ય વજસેન અહીં વિવક્ષિત નથી; તેમ જ ૧૫મા શતકના નાગોરી તપાગચ્છના વજસેન, કે પછી વાદીન્દ્ર દેવસૂરિની પરિપાટીમાં થયેલા બૃહચ્છીય વજસેન(સં. ૧૩૮૪ | ઈ. સ. ૧૩૨૮) પણ સંબંધકર્તા વજસેન હોવાનો સંભવ ઓછો છે. ચોથા વજસેન, બૃહદ્ગચ્છીય વાદિ દેવસૂરિના શિષ્ય મહેશ્વરને પાક્ષિકસપ્તતિ પરની એમની સુખપ્રબોધિની વૃત્તિની રચનામાં સહાયકરૂપે નોંધાયા છે, અને એમનો સમય ઈસ્વીસની ૧૨મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં ઘટી શકે, છેલ્લે પાંચમા વજસેન તપાગચ્છની વડી પોસાળના પ્રવર્તક વિજયચંદ્રસૂરિના શિષ્ય રૂપે, અને પ્રસિદ્ધ આગમિક વૃત્તિકાર ક્ષેમકીર્તિના સાધર્મા રૂપે દેખા દે છે; એમનો સમય પ્રાયઃ ઈ. સ. ૧૨૫૦-૧૨૮૦ના ગાળામાં પડે. કૃતિમાં રજૂ થયેલ પ્રૌઢીના અધ્યયન બાદ, તેમ જ કેટલાક સાંયોગિક પુરાવાઓના આધારે તેઓ ઉપરકથિત ચોથા યા તો પાંચમા વજસેન હોઈ શકે તેમ પ્રથમ દૃષ્ટિએ લાગે છે; ૧૨મા શતકના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા રાજગચ્છીય ધર્મસૂરિ, ખરતરગચ્છીય જિનપતિસૂરિ, અને બૃહદ્ગચ્છીય સોમપ્રભાચાર્યની સમકક્ષ શૈલીનું અહીં અનુસરણ છે. “કપૂરપ્રકર' જેવા ઉપાડની પાછળ સોમપ્રભસૂરિની રચનાના “સિંદૂરપ્રકર' શબ્દો અને પ્રણાલી આદર્શરૂપે રહ્યાં હોય તો ના નહિ. વસ્તુતયા કૃતિમાં જ તેનો કાળ, તેની પૂર્વ સીમા નિર્ધારિત કરનારાં પ્રમાણો મોજૂદ છે. પદ્યોમાં ઉદાહરણરૂપે જે વ્યક્તિઓનાં નામ ઉલિખિત છે તેમાંના ઘણાખરાં તો પુરાણા જૈન ઇતિહાસ તેમ જ જૈન કથાનકોનાં પાત્રોનાં જ છે; પણ ત્યાં બે ઐતિહાસિક નામો ધરાવતાં સ્થાન એવાં છે કે સાંપ્રત વિષયમાં નિર્ણાયક બને છે. તેમાં એક તો છે યાકિનીસૂનુ હરિભદ્રસૂરિનો, તેમને પ્રવ્રાજિત કરવામાં નિમિત્તભૂત બનનાર શ્રમણી યાકિની મહત્તરાનો, યથા : किं पूज्या श्रमणी न सा श्रुतरसा दुर्बोधहन्मोहहत्, मात्रासक्तकुबेरदत्तदयिता साध्वीव जातावधिः ॥ धन्या एव चिरंतना व्रतधना अप्याधुनिक्यः शुभा, याकिन्या हरिभद्रवादिमुकुटः सोऽबोधि वाङ्मात्रतः ॥६९।। આના આધારે આપણા કર્તા નિશ્ચયતયા ઈસ્વીસની આઠમી સદી બાદના ઠરે છે; અને બીજો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy