________________
પૂરપ્રકરનો રચનાકાળ
નૈતિક ઉપદેશ ઉદ્દેશિત, કથાપ્રતીકાત્મક સૂક્તાવલીયુક્ત પદ્યો ધરાવતી શ્વેતાંબર જૈન રચનાઓમાં “કપૂરપ્રકર' એક, પ્રમાણમાં અલ્પજ્ઞાત પરંતુ ધ્યાન ખેંચે તેવી, રચના છે. વિવિધ સંસ્કૃત વૃત્તોમાં નિબદ્ધ આ સરસ, સુખું, અને પ્રસન્નકર કૃતિ ઘણા સમયથી દુષ્માપ્ય બની છે. અનુગુપ્તકાલીન શ્વેતાંબર આચાર્ય ધર્મદાસગણિની પ્રાકૃત રચના ઉપદેશમાલા અને એ જ કાળમાં મૂકી શકાય તેવી યાપનીય સંઘના અગ્રણી શિવાર્યની આરાધનાની જેમ અહીં પણ નીતિપ્રવણ સૂક્તોને, જૈન સાહિત્યમાં તેમ જ લૌકિક વ્યવહારમાં (અને પૌરાણિકાદિ સાહિત્યમાં) જાણીતા દષ્ટાંતરૂપ સારા કે નરસા પાત્રોના ઉલ્લેખ સાથે, અનાયાસે ગૂંથી લીધાં છે. કુલ ૧૭૯ પદ્યોમાં નિબદ્ધ આ મનોહર કૃતિના આરંભ અને અંતમાં પદ્યો આ પ્રમાણે છે :
कर्पूरप्रकरः शमामृतरसे वक्त्रंदुचंद्रातपः शुक्लध्यानतरुप्रसूननिचयः पुण्याब्धिफेनोदयः ॥ मुक्तिश्रीकरपीडनेच्छसिचयो वाक्कामधेनोः पयो, व्याख्यालक्ष्यजिनेशपेशलरदज्योतिश्चयः पातु वः ॥१॥
श्री वज्रसेनस्य गुरोस्त्रिषष्टिसारप्रबंधस्फुटसद्गुणस्य ॥ शिष्येण चक्रे हरिणेयमिष्टा,
सूक्तावली नेमीचरित्रकर्ता ॥१७९|| અંતિમ પદ્યમાં કવિએ પોતાનો ત્રિષષ્ઠિસારપ્રબંધ-કર્ન એવા વજસેનગુરુના શિષ્ય હરિ રૂપે પરિચય આપ્યો છે; અને રચનાને સૂક્તાવલી અભિધાન આપ્યું છે, કપૂરપ્રકર નહીં. પરંતુ જેમ બૃહદ્ગચ્છીય સોમપ્રભાચાર્યની એક અત્યંત પ્રસિદ્ધ ઉપદેશપ્રવણ રચના સૂક્તમુક્તાવલી એના ઉપોદ્દાત પદ્યના આદિમ શબ્દોથી સિંદૂરપ્રકર નામથી સુવિશ્રુત બની છે તેમ આ રચનાને પણ તેના પ્રારંભના શબ્દો પરથી કપૂરપ્રકર એવું અભિધાન મળી ગયું છે, અને પછીથી તો તે જ વિશેષ પ્રચારમાં રહ્યું હોય તેમ લાગે છે. કર્તા હરિ કવિ પોતાની એક અન્ય રચના નેમિચરિત્ર હોવાનું જણાવે છે; પણ પ્રસ્તુત રચના હજી સુધી મળી આવી નથી. કર્તાએ પોતાનાં ગણ-ગચ્છ, કે ગુરુ વજસેનની ગુર્વાવલી દીધાં નથી. કદાચ આ કારણસર (સ્વ) મોહનલાલ દલીચંદ દેશાઈ કર્તાના સમય વિશેના અવલોકનમાં જણાવે છે કે “તેમનો સમય નિર્ણત થઈ શક્યો નથી.
નિ, ઐ, ભા. ૧-૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org