SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ કહાવલિનકર્તા ભદ્રેશ્વરસૂરિના સમય વિશે પં. ભોજકે નિર્દેશ કર્યા અનુસાર, ચઉપન્નમહાપુરીસીરિય(ઈસ્વી ૯મા શતકનું ત્રીજું ચરણ)ના “વિબુધાનંદ નાટક”નો પણ પૂરી કૃતિ રૂપે સમાવેશ હોઈ તેનો પણ તેમાં પરિચય-પરામર્શ વરતાય છે. આથી એટલું તો ચોક્કસ કે ભદ્રેશ્વરસૂરિ ઈસ્વીસન્ ૮૭૫ પછી જ થયા છે. આ પ્રશ્ન પર સૂક્ષ્મતર વિચારણા હાથ ધરતાં પહેલાં ઉમાકાંત શાહ તથા પં, લાલચંદ્ર ગાંધી વચ્ચે કહાવલિના રચનાકાળ સંબંધમાં જે મતભેદ થયેલો તેના મુદ્દાઓ જોઈ લઈએ. પં. ગાંધી રાજગચ્છીય ભદ્રેશ્વરસૂરિ, જે સાજૂમંત્રી, સજ્જન દંડનાયક (અને એ કારણસર ચૌલુક્ય જયસિંહદેવ સિદ્ધરાજ)ના સમકાલીન છે, તેમને કહાવલિના કર્તા માને છે. આમ તેઓ તેને વિક્રમના ૧૨મા શતકના ઉત્તરાર્ધમાં (ઈસ્વી ૧૨મી શતાબ્દી પૂર્વાર્ધમાં) થયેલા માને છે. દા. શાહે પ્રસ્તુત સમય હોવા સંબંધે સંદેહ પ્રકટ કરી ભદ્રેશ્વરસૂરિ એ કાળથી સારી રીતે વહેલા થઈ ગયા હોવા સંબંધમાં સાધાર ચર્ચા કરી છે. ખાસ કરીને જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ માટે “સંપર્ય દેવલોય ગઓ” સિમ્મત રેવનોવં તો] એવો જે ચોક્કસ ઉલ્લેખ ભદ્રેશ્વરસૂરિએ કર્યો છે તે છે. એમનું એ સંદર્ભમાં ઠીક જ કહેવું છે કે “વિક્રમની અગિયારમી સદીના અંતમાં કે બારમી સદીના પૂર્વાર્ધમાં થયેલ “કહાવલિ કાર એવો પ્રયોગ ન જ કરે એટલે “કહાવલિ કાર બારમી સદી પહેલાં જ થઈ ગયા એ નિર્વિવાદ છે”. દા. શાહના અનુરોધથી કેટલાંક અવતરણો તપાસી ડૉ. ભોગીલાલ સાંડેસરાએ પ્રસ્તુત કૃતિની પ્રાકૃત “વિક્રમના બારમા સૈકાથી ઘણી જૂની હોવાનો અભિપ્રાય આપેલો. તે પછી પં. ગાંધીએ વાળેલ ઉત્તરમાં દા. ઉમાકાંત શાહની ચર્ચામાં ઉપસ્થિતિ થયેલ કેટલાક ગૌણ મુદ્દાઓનું તો ખંડન છે પણ ઉપર ટાંકેલ એમના બે મજબૂત મુદ્દાઓ સામે તેઓ કોઈ પ્રતીતિજનક વાંધાઓ રજૂ કરી શક્યા નથી. (દાઇ શાહે પોતાના પ્રત્યાવલોકનમાં પં. ગાંધીનાં અવલોકનોમાં રહેલી આ નબળાઈઓ વિશે તે પછી સવિનય પણ દઢ ધ્વનિપૂર્વક ધ્યાન દોર્યું હતું.) દા. શાહ તેમ જ દાસાંડેસરાનાં અવલોકનો-અભિપ્રાયોને એમ સહેલાઈથી ઉવેખી નાખી શકાય નહીં. એને ધ્યાનપૂર્વક તેમ જ પૂરી સહાનુભૂતિથી નિરીક્ષવા ઘટે. તેમાં પહેલાં તો જિનભદ્રગણિવાળા મુદ્દા વિશે વિચારતાં તેનો ખુલાસો એ રીતે થઈ શકે કે ભદ્રેશ્વરસૂરિએ કોઈ સાતમા શતકના પ્રત્યક્ષ યા પરોક્ષ સ્રોતનો આધાર લીધો હશે. કેમકે તેઓ હરિભદ્રસૂરિ જ નહીં, શીલાંકદેવની પણ પાછળ થયા હોઈ તેઓ પોતે તો “સંપઈ દેવલોય ગઓ” એવા શબ્દો દેખીતી રીતે જ વાપરી શકે નહીં. આથી તાત્પર્ય એ જ નીકળે કે તેમણે પોતાની સામે રહેલ કોઈ પુરાણા સ્રોતનું વાક્ય યથાતથા ગ્રહણ કરેલું છે. બીજી બાજુ જોઈએ તો કહાવલિકારની પોતાની પ્રાકૃત, જે અનેક સ્થળે જોવા મળે છે, તે પ્રમાણમાં પ્રાચીન તો દેખાય જ છે, પણ તેને તો પ્રાચીન સ્રોતોના દીર્ઘકાલીન અને તીવ્રતર અનુશીલન-પરિશીલનને કારણે, પરંપરાગત બીબામાં ઢળાયેલી-ઘડાયેલી, અને જૂનવાણી રંગે તરબોળાયેલી પ્રૌઢી દર્શાવનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy