________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
હવે જોઈએ સાતમા ભદ્રેશ્વરસૂરિ વિશે. તેઓ આત્મગર્હાસ્તોત્ર અપરનામ રત્નાકરપંચવિંશતિકા (પ્રસિદ્ધ રત્નાકર-પચ્ચીસી)ના કર્જા ચંદ્રગચ્છીય રત્નાકરસૂરિ(ઉપલબ્ધ મિતિઓ સં ૧૨૮૭ / ઈ સ ૧૨૩૧ તથા સં૰ ૧૩૦૮ / ઈ સ ૧૨૫૨)થી સાતમા વિદ્યાપૂર્વજ'' હોઈ તેમનો સરાસરી સમય ઈસ્વીસન્ની ૧૧મી શતાબ્દીના ત્રીજા-ચોથા ચરણમાં સંભવી શકે. શું આ ભદ્રેશ્વરસૂરિ કહાવલિના કર્તા હશે ? એ સંબંધમાં વિશેષ વિચારતાં પહેલાં આઠમા ભદ્રેશ્વરસૂરિ વિશે જોઈ લેવું ઉપયુક્ત છે.
૧૦૬
આઠમા ભદ્રેશ્વરસૂરિની ભાળ ઉજ્જૈનના શાંતિનાથ જિનાલયમાં પૂજાતી, સં૰૧૩૩૨ / ઈ. સ. ૧૨૭૨ની એક વિશિષ્ટ ગુરુમૂર્તિના લેખમાંથી પ્રાપ્ત થાય છે૭. પ્રતિમા ભરાવનાર પં. નરચંદ્ર ગણિ (ચૈત્યવાસી ?) છે અને પ્રતિષ્ઠાપક આચાર્ય રૂપે વર્ધમાનસૂરિનું નામ મળે છે. પ્રતિમા-ફલકમાં વચ્ચે એક મોટી આચાર્ય-મૂર્તિ અર્ધપર્યંકાસનમાં કંડારેલી છે, જ્યારે બન્ને બાજુ પરિકરમાં ચાર ચાર આચાર્યોની નાની નાની મૂર્તિઓ કોરી છે. નીચે આસનપટ્ટી પરના લેખ અનુસાર આ મૂર્તિઓના સંબંધમાં ભદ્રેશ્વરસૂરિ, જયસિંઘસૂરિ, હેમહર્ષસૂરિ, ભુવનચંદ્રસૂરિ, દેવચંદ્રસૂરિ, જિનેશ્વરસૂરિ, જિનદેવસૂરિ, જિનચંદ્રસૂરિ, અને શાંતિપ્રભસૂરિ એમ નવ નામો બતાવ્યાં છે, જે સૌ કારાપક એવં પ્રતિષ્ઠાપક સૂરિઓથી પૂર્વે થઈ ગયેલા આચાર્યોનાં સમજવાનાં છે; પણ લેખમાં કોઈનોય ગચ્છ દર્શાવ્યો નથી. સવાલ એ છે કે આ આચાર્યો ભદ્રેશ્વરસૂરિથી આરંભાતી કોઈ નિશ્ચિત મુનિ-પરંપરામાં ક્રમબદ્ધ પટ્ટધરો રૂપે થયા છે, વા એક ગચ્છ કે ગુરુની પરિપાટીના “સતીર્થો” છે, કે પછી અહીં મધ્યયુગમાં થઈ ગયેલા જુદા જુદા ગચ્છના પ્રસિદ્ધ પ્રસિદ્ધ આચાર્યો વિવક્ષિત છે ? જેમકે જિનેશ્વર અને જિનચંદ્ર પ્રાક્ખરતર-ગચ્છમાં, દેવચંદ્ર પૂર્ણતલ્લીય-ગચ્છમાં, ભુવનચંદ્ર ચૈત્રવાલ-ગચ્છમાં, જયસિંહસૂરિ નામક આચાર્ય તો ત્રણ ચાર પૃથક્ પૃથક્ ગચ્છોમાં મળી આવે છે. આમ આ લેખમાંથી નિષ્પન્ન થતું અર્થઘટન સંદિગ્ધ હોઈ, લેખ પ્રારંભે મળતા ભદ્રેશ્વરસૂરિના નામની ઉપયોગિતા ઘટી જાય છે. છતાં પરમ્પરા “ક્રમબદ્ધ” માનીને ચાલીએ તો પ્રસ્તુત ભદ્રેશ્વરસૂરિનો સમય ઈસ્વીસન્ની ૧૧મી સદીના પૂર્વાર્ધમાં સહેજે આવે.
આ આઠમા, કે વિશેષ નિશ્ચયપૂર્વક સાતમા, ભદ્રેશ્વરસૂરિ પર કહાવલિના કર્તૃત્વનો કળશ ઢોળીએ તે પહેલાં કહાવલિની આંતરિક વસ્તુ તેમ જ તેની ભાષા અને શૈલીની અપેક્ષાએ શું સ્થિતિ છે તે પર વિચારીને જ નિર્ણય કરવો ઠીક રહેશે. પં માલવણિયાજીએ તારવ્યું છે તેમ કહાવલિકારે પાલિત્તસૂરિ (પ્રથમ)કૃત તરંગવઇકહા (ઈસ્વીસન્ની દ્વિતીય શતાબ્દીનો ઉત્તરાર્ધ વા અંત ભાગ), સંઘદાસ ગણિ કારિત વસુદેવહિણ્ડી (છઠ્ઠો સૈકો મધ્યભાગ), તીર્થાવકાલિકપ્રકીર્ણક (ઈસ્વી છઠ્ઠી શતાબ્દી પૂર્વાર્ધ), આવશ્યકચૂર્ણિ (આ૰ ઈ. સ. ૬૦૦-૬૫૦), મહાનિશીથસૂત્ર (ઈસ્વી ૮મું શતક), ઇત્યાદિ પૂર્વ કૃતિઓનો ઉપયોગ કર્યો છે. તેમ તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org