________________
કહાવલિ-કર્તા ભદ્રેશ્વરસૂરિના સમય વિશે
અદ્યાવધિ અપ્રકાશિત, પ્રાકૃત-ભાષા નિબદ્ધ, કહાવલિ નામક કથા-ચરિત સંગ્રહ તેની બે સંપૂર્ણ પણ અન્યથા પરસ્પર પૂરક પ્રતોની ટૂંકી મધ્યાંતર-પુષ્પિકા અન્વયે ભદ્રેશ્વરસૂરિની કૃતિ હોવાનું લાંબા સમયથી જ્ઞાત છે. કલ્પિત જૈન પૌરાણિક પાત્રો અતિરિક્ત આર્ય વજ, કાલભાચાર્ય, પાદલિપ્તસૂરિ, સિદ્ધસેન દિવાકર, મલવાદિ ક્ષમાશ્રમણ, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ, ઇત્યાદિ નિર્ઝન્થ-શ્વેતાંબર દર્શનની અગ્રિમ વિભૂતિઓનાં ઐતિહાસિક ચરિત્ર-ચિત્રણ, અને સાથે જ વિપુલ પ્રમાણમાં સાંસ્કૃતિક, સાહિત્યિક, અને ભાષા સંબદ્ધ સામગ્રી ધરાવતા આ બહુમૂલ્ય ગ્રંથના કર્તાની સાચી પિછાન અને કૃતિના સમય વિશે સારો એવો મતભેદ પ્રવર્તે છે. કહાવલિના આજે ઉપલબ્ધ કેવળ પ્રથમ પરિચ્છેદ'થી અપેક્ષિત “દ્વિતીય પરિચ્છેદના પ્રાંત ભાગે ગ્રંથકર્તાની પોતાના ગણ-ગચ્છ અને ગુરક્રમને પ્રકટ કરતી પ્રશસ્તિ હશે, જે લભ્યમાન ન હોઈ એમના સમયાદિ અનુષંગે સ્વાભાવિક જ જુદી જુદી, અને એથી કેટલીકવાર પરસ્પર વિરોધી અટકળો થઈ છે.
એ વિષયમાં જોઈએ તો દાટ ઉમાકાંત શાહે કહાવલિની ભાષામાં આગમિક ચૂર્ણિઓમાં દેખાય છે તેવાં લક્ષણો, તેમ જ એકાદ અન્ય કારણસર તેને ઠીક ઠીક પ્રાચીન, અને કેમકે તેમાં છેલ્લું ચરિત્ર યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ (સંભવત : ઈ. સ. ૭૦૦-૭૮૫) સંબદ્ધ છે એટલે તેમના પછી તુરતના કાળની કૃતિ માની છે. ઊલટ પણે (સ્વ) પં. લાલચંદ્ર ગાંધીએ તે વિક્રમના ૧૨મા શતકના ઉત્તરાર્ધની, એટલે કે ઈસ્વીસની ૧૨મી શતાબ્દીના પૂર્વાર્ધની હોવાનો મત પ્રકટ કર્યો છે. તો બીજી બાજુ પં. અમૃતલાલ ભોજકના કથન અનુસાર તેમાં શીલાંકસૂરિ(શીલાચાર્ય)ના ચઉપન્નમહાપુરિસચરિય(સં. ૯૨૫ / ઈસ૮૬૯)ના કથા-સંદર્ભો તેમ જ તે કૃતિ અંતર્ગત જોવા મળતા વિબુધાનન્દ-નાટક'નો પણ સમાવેશ થયો હોઈ તેની રચના નવમા સૈકાથી પરવર્તી કાળમાં, મોટે ભાગે વિ. સં. ૧૦૫૦-૧૧૫ (ઈ. સ. ૯૯૪૧૦૯૪)ના ગાળામાં, થઈ હોવી ઘટે. આ સિવાય પં. અંબાલાલ પ્રેમચંદ શાહે સૂચવ્યું છે કે વર્ધમાનસૂરિના ગણરત્નમહોદધિ(સં૧૧૯૭ | ઈ. સ. ૧૧૪૧)માં જે ભદ્રેશ્વરસૂરિના દીપવ્યાકરણમાંથી ઉતારો ટાંક્યો છે તે સૂરિ કહાવલિકાર ભદ્રેશ્વરસૂરિથી અભિન્ન હોઈ શકે. (આ વાત સાચી હોય તોયે તેટલાથી ભદ્રેશ્વરસૂરિનો સમય-વિનિશ્ચય થઈ શકતો નથી.) અને છેલ્લે પં, દલસુખ માલવણિયા કહાવલિના કર્તા રૂપે બૃહચ્છીય વાદીન્દ્ર દેવસૂરિશિષ્ય ભદ્રેશ્વરસૂરિ હોવાની સંભાવના પ્રકટ કરે છે; તદનુસાર કહાવલિની રચના ૧૨મા શતકના ઉત્તરાર્ધમાં કયારેક થઈ હોવી ઘટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org