SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પંડિતો દ્વારા તો લેખનોમાં કેટલીયે વાર અપનાવાતા સાંપ્રદાયિક દૃષ્ટિકોણ અને કેટલાંક દૃષ્ટાંતોમાં દઢાગ્રહી અભિનિવેશને કારણે બહુ જ ગડબડયુક્ત અને એથી અસત્ય, ક્યારેક તો અતિમિથ્યા, અને કાલાતિક્રમણર્થી પીડિત નિષ્કર્ષોવાળાં જોવા મળે છે. અન્યથા પ્રાકૃત-સંસ્કૃત અને દર્શનો-સિદ્ધાંતો આદિનું સારું એવું જ્ઞાન ધરાવતા આ વિદ્વાનોનાં ઇતિહાસવિષયક લખાણોએ વસ્તુતયા ભારે અંધકાર ફેલાવી દીધો છે, બહુ જ ખોટી પરંપરાઓને, તેમ જ સિદ્ધ ન થઈ શકતી અનુશ્રુતિઓ અને ધારણાઓને અટલ સત્ય રૂપે રૂઢ કરી દીધી છે. પરંપરાગત પાંડિત્ય-ક્ષેત્રે ઉદ્ભવેલી આ શોચનીય પરિસ્થિતિને કારણે એક ઘટના એ બની છે કે ઇતિહાસને નામે કેટલાંયે અગાઉથી ચાલ્યાં આવતાં, ને ચીલાચાલુ, જૂઠાં લખાણો થતાં જ રહ્યાં છે ને એનાં પુનરાવર્તનો અને પુનઃ પુનઃ ઉપયોગ પણ થતાં જ રહ્યાં છે. તદુપરાંત સાંપ્રદાયિક વિવશતાને પ્રતાપે પ્રાચીન ઇતિહાસને નામે કેટલાંક નવાં જૂઠાણાંઓ પણ વહેતાં મૂકવામાં આવ્યાં છે, જેનું અનુસરણ પણ આજે તો પુરજોશમાં થઈ રહ્યું છે. આ કારણસર આ એક ક્ષેત્ર એવું હતું કે જેમાં શોધકાર્ય કરવાનો ઘણો અવકાશ હતો અને છે. આથી નિર્પ્રન્થાનુલક્ષી ઐતિહાસિક સમસ્યાઓને લક્ષ્ય બનાવી, મેં વચ્ચે વચ્ચે, સમય મળતો ગયો તેમ તેમ, અને સાધનો પ્રાપ્ત થતાં ગયાં તદનુસાર, તેના પર ધ્યાન કેંદ્રિત કરી કેટલાક લેખો ગુજરાતી, અંગ્રેજી, અને હિંદી ભાષામાં લખ્યા. ભારતમાં જોઈએ તો (સ્વ) ડા૰ જગદીશચંદ્ર જૈન તથા (સ્વ.) પં. દલસુખ માલવણિયા, અને યુરોપમાં ડા ક્લૉસ બ્રુહ્ન તથા ડા. પૉલ ડુંડાસ સરખા વિદ્વાનોને તે બહુ જ ગમ્યા. તેમાંના ગુજરાતી લેખોને સંકલિત કરી, સગવડ ખાતર તેમ જ વિષયની વર્ગવારી અનુસાર બે ખંડમાં વહેંચી, અત્રે પ્રસ્તુત થતા સંચયગ્રંથ અંતર્ગત સમાવી લીધા છે. કેટલાક લેખો મૂળે સહલેખન રૂપે પણ હતા, જે સંબદ્ધ વિગતો યથાસ્થાને દર્શાવી છે. દ્વિતીય ગ્રંથ અંગ્રેજી લેખોના સંગ્રહરૂપે બે ખંડોમાં પ્રગટ થશે. એક દુઃખદ બીના એ પણ ખરી કે શોધક્ષેત્રે જેટલી સમ્યક્ પ્રગતિ થયેલી છે તેની પણ ઉપેક્ષા | અવગણના થતી રહી છે. કેટલાક લેખકોને તો આવી કોઈ શોધો થઈ છે કે નહીં તેની ખબર પણ હોતી નથી. પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલાં શોધનો વિશે ન જાણતા હોય તે તો અલબત્ત અનેક કારણોસર સંભવિત છે; જેમકે ત્યાં અંગ્રેજી ઉપરાંત જર્મન, ફ્રેંચ, ઇટાલિયન આદિ ભાષાઓમાં થતાં રહેતાં લેખનો ભારતીય વિદ્વાનોને ભાષાની અનભિજ્ઞતા કારણે ગમ્ય નથી : અને એને આવરી લેતાં સામયિકો / પુસ્તકોની ભારતમાં અસુલભતા હોવાનું એક અન્ય કારણ પણ ખરું. પણ ભારતમાં જ થતી શોધપ્રવૃત્તિઓ અને તદાધારિત પ્રકાશનો વિશે ન જાણવું તે તો અક્ષમ્ય ઘટના ગણાય. પરંતુ અહીં પણ મુશ્કેલી એ છે કે છેલ્લા સાતેક દાયકાથી, ગુણવત્તાના જુદા જુદા સ્તરો પર લખાયેલા અનેક લેખો પ્રાંતીય ભાષાઓ—ગુજરાતી, હિન્દી, કન્નડાદિ——માં વિવિધ શોધાદિ વિષયક સામયિકો, વૃત્તપત્રો, વાર્ષિક અંકો, અભિનંદન ગ્રંથો, સ્મૃતિગ્રંથો, સ્મારકગ્રંથો આદિમાં છપાતા જ રહ્યા છે, અને તે બધા એમાં કાળક્રમે દટાતા રહ્યા છે. એમાંથી શોધકને ખોજપ્રક્રિયામાં જે કોઈ કામના હોઈ તેને ખોદીખોદીને બહાર કાઢી Jain Education International (૨૧) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy