________________
ઉપયોગમાં લેવાનું કાર્ય કઠણ, ઘણી વાર તો વિષયવાર લેખસૂચિઓના અભાવે ભારે મુશ્કેલ બની જતું હોય છે. હવે આવા ઉપયોગી લેખોના સંચયગ્રંથો જો તૈયાર થાય તો સંદર્ભાર્થે એ સૌ આસાનીથી પ્રાપ્ય બની શકે, અને મૂળ લેખકોએ જે લખ્યું, શોધપ્રયાસો દ્વારા જે તૈયાર કરી પ્રકાશિત કર્યું, તે મહદંશે સાર્થક બની શકે. આવા સંચયગ્રંથો ત્રણ પ્રકારે બની શકે, ક્યારેક ક્યારેક થતા રહેતા પણ હોય છે : ૧) કોઈ એક વિદ્વાન્ના જુદા જુદા સ્થળે અને પૃથક્ પૃથક્ કાળે પ્રગટ થયેલા લેખોનો સમુચ્ચય; ૨) કોઈ એક શોધસામયિકમાં અનેક વર્ષો દરમિયાન પ્રગટ થયેલા અને અનેક વિદ્વાનો દ્વારા લખાયેલા ઉપયોગી લેખોનો સંગ્રહ; ૩) કોઈ એક વિષય પર લખાયેલા જુદા જુદા તજ્ઞોના લેખોનો પૃથક્ પૃથક્ સમયે અને ભિન્નભિન્ન સ્થળોએ સંચય. મારા લેખોનો સાંપ્રત સંગ્રહ પ્રથમ વર્ગમાં આવી જાય છે.
આ ટાંકણે એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે આ ગ્રંથનો ઉપયોગ કોણ કરશે ? વિશ્વવિદ્યાલયો, શોધસંસ્થાઓ આદિમાં જે લોકોની છેલ્લા દાયકાઓમાં અધ્યાપન તેમ જ શોધકાર્ય માટે ભરતી કરવામાં આવી છે તેમાંના કેટલાયે એવા છે કે જેની એ ક્ષેત્રમાં કોઈ ક્ષમતા નથી, ગમ્યતા નથી, અને એથી એમની શોધકરૂપે પાત્રતા પણ નથી. કેટલાકને તો શોધકાર્ય કેમ કરવું એ વાતની તજ્ઞતા તો એક બાજુ રહી પણ અંગ્રેજીમાં જ નહીં, પોતાની માતૃભાષામાં પણ ઢંગપૂર્વક અને દોષ વગરનું કેમ લખાય તેની આવડતેય ધરાવતા નથી ! સાહિત્યકારો ને કલાકારોની જેમ શોધકો પણ જન્મે છે, ધરાર બનાવી શકાતા નથી. આજે તો એ ક્ષેત્રોમાં, ને તેમાં ફાલ્યાફૂલ્યા કેટલાયે હોદ્દા પર બેસાડી દીધેલ યા ચડી બેઠેલા મોટા ભાગના કહેવાતા ‘વિદ્વાનો' અણઘડ—એટલે કે તાલીમ લીધા વગરના
છે.
બીજી બાજુ જૈનપક્ષે જોવા જઈએ તો ત્યાં શ્રાવકોમાં બહુ ઓછા એવા છે જે ઠીક ઠીક ભણેલા છે અને તેમાં પણ જૈન વિદ્યાના ક્ષેત્રમાં કામ કરનાર વિદ્વાનો અતિ અલ્પસંખ્યક છે. પરંતુ એમાં મોટા ભાગનાનું જીવનલક્ષ્ય ધાર્મિક કાર્યોના, સુકૃતોના, ને એના બદલા રૂપે લક્ષ્મી-પ્રાપ્તિ અને એનો ઉપયોગ કરીને, આવના૨ ભવ દેવગતિમાં થાય અને એથી દેવલોકોમાં (જૈન માન્યતા પ્રમાણે અબજો વર્ષ સુધી) સુખપ્રાપ્તિ થાય તે પાછળ રહેલું હોય તેવો ભાસ થાય છે. (નિર્વાણ કિંવા મોક્ષ સાથે એમને ઝાઝી લેવાદેવા હોય તેમ દેખાતું નથી.) એમને શોધખોળથી લધાતાં તથ્યાધારિત, પ્રમાણની કસોટીમાંથી પસાર થયેલાં સત્યોનો કોઈ જ ઉપયોગ નથી. વધુમાં તેઓ જે કંઈ કૉલેજ સુધીના ગાળામાં જ્ઞાન-વિજ્ઞાન સંબંધી ભણ્યા હશે તે બધું ભૂલી ગયા છે. ત્રીજી બાજુ મુનિજનોમાંથી કેટલાયે ઉચ્ચ શિક્ષા-શાળામાં તો ઠીક, માધ્યમિક શાળામાં પણ શિક્ષણ લીધું નથી. વળી તેઓ અત્યધિક રૂઢિપરસ્ત હોઈ તેમ જ પરંપરાના અઠંગ સંરક્ષકની ફરજ બજાવતા હોઈ ને વિશેષમાં કર્મકાંડ, ક્રિયાકાંડ વા વિધિવિધાનાદિમાં જ વ્યસ્ત રહેતા હોઈ, તેમને શોધકાર્યમાં રુચિ કે રસ નથી, ન એના પ્રતિ ખાસ આદર છે, કે ન તેનો એમને કોઈ પણ પ્રકારે ખપ છે. સંપ્રદાયની રૂઢ માન્યતાઓ તેમ જ પરંપરાથી જુદા પડનારા શોધલેખો વાંચવા એને ‘પાપ' માનનારો પણ એમાં એક વિશિષ્ટ વર્ગ છે તેવું પણ ક્યારેક સાંભળવામાં આવેછે. વળી એક સંપ્રદાય તો એટલો કટ્ટ૨ છે
Jain Education International
(૨૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org