________________
વાદી-કવિ બપ્પભટ્ટિસૂરિ
पण पालित्य - बापट्टि - सिरि विजयसीह नामाणो । जाणयंति महच्छरियं जं ता गुरुणो वि सुकइनं ॥११॥
(૪) આ ત્રણે રચયિતાઓથી અગાઉ, ચંદ્રકુલના યશોભદ્રસૂરિ-ગચ્છના સિદ્ધસેનસૂરિ (સાધારણાંક)ની વિલાસવઈકહા(વિલાસવતીકથા : સં ૧૧૨૩ / ઈ. સ. ૧૦૬૭)માં કર્તાએ સ્વગચ્છને (યશોભદ્રસૂરિ-ગચ્છને) “રાજસભાશેખરી બપ્પટ્ટિ (બપ્પભટ્ટિ)”ના સંતાનરૂપે પ્રસવેલો બતાવ્યો છે : યથા :
संताणे रायसहासेहरिबप्पहट्टिसूरिस्स । નસમર્ાિ છે... ..ત્યાદિ .
ઉપલબ્ધ ચરિતાદિ પ્રબંધાદિ સાહિત્યમાં બપ્પભટ્ટિસૂરિનો આમરાજની સભા સાથેનો જે સંબંધ બતાવ્યો છે તેનું મજબૂત સમર્થન એતદ્ન સાહિત્યથી વિશેષ પુરાણા અને સ્વતંત્ર સાધનો ઉપર ઉદંકિત અમમસ્વામિચરિત્ર તથા તેની પણ પુરાણી વિલાસવતીકથાથી મળી રહે છે.
(૫) વિલાસવઈકહાથી તો ૧૦૬ વર્ષ બાદ, પણ પ્રભાવકચરિતથી ૧૦૪ વર્ષ પહેલાની એક ચતુર્વિશતિપટ્ટરૂપ ધાતુમૂર્તિ પરના સં. ૧૨૨૯/ ઈ. સ. ૧૧૭૩ના અભિલેખમાં તેની પ્રતિષ્ઠા મોઢગચ્છમાં “બપ્પભટ્ટિ” સંતાનીય જિનભદ્રાચાર્યે કરાવેલી તેવો ઉલ્લેખ છે. આ લેખથી બપ્પભટ્ટિસૂરિ પરંપરાથી મોઢગચ્છસમ્બદ્ધ હોવાનું પ્રબંધકારો કહે છે તે વાતનું સમર્થન મળે છે.
૬૭
(૬) નાગેન્દ્રકુલના સમુદ્રસૂરિ-શિષ્ય વિજયસિંહસૂરિની પ્રાકૃત રચના મુયળકુંતીહા ( ભુવનમુન્દ્રી થા) (શ૰ સં૰ ૯૭૫ / ઈ સ ૧૦૫૩)ની ઉત્થાનિકામાં પાલિત્ત (પાદલિપ્ત) અને હરિભદ્રસૂરિ સાથે “કઈ બપ્પહટ્ટિ” (કવિ બપ્પભટ્ટિ) પ્રમુખ સુકવિઓને સ્મર્યા છે ઃ યથા :
सिरिपालित्तय-कइबप्पहट्टि हरिभद्दसूरि पमुहाण ।
किं भणियो जाणडज्जं वि न गुणेहिं समो जए सुकइ ||१०||३८
Jain Education International
(૭) પ૨મા૨૨ાજ મુંજ અને ભોજની સભાના જૈન કવિ ધનપાલે પણ તિલકમંજરી (૧૧મી સદી પ્રથમ ચરણ)માં ‘ભદ્રકીર્તિ’, તેમ જ શ્લેષથી તેમની કૃતિ તારાગણનો ઉલ્લેખ કરેલો છે.
भद्रकीर्त्तेर्भमत्याशाः कीर्त्तिस्तारागणाध्वना । प्रभा ताराधिपस्येव श्वेताम्बर शिरोमणेः ॥
નાગેન્દ્રકુલીન વિજયસિંહસૂરિ તથા મહાકવિ ધનપાલના સાક્ષ્યો લભ્યમાન પ્રબંધાદિ સાહિત્યથી તો ૨૫૦ વર્ષ જેટલાં પુરાણાં છે. આથી ભદ્રકીર્તિ-બપ્પભટ્ટિની ઐતિહાસિકતા નિર્વિવાદ સિદ્ધ થવા અતિરિક્ત તેઓ ઊંચી કોટીના સારસ્વત હોવા સંબંધમાં પ્રબંધોથી પણ બલવત્તર પ્રમાણ સાંપડી રહે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org