________________
૬૮
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
ચરિતકારો-પ્રબંધકારો (વિશેષ કરીને પ્રભાચંદ્રાચાર્ય) બપ્પભદિસૂરિની બે પ્રાકૃત (તારાગણ તથા શતાર્થી) અને ચારેક સંસ્કૃત રચનાઓની નોધ લે છે. બપ્પભટ્ટિના દીર્ઘકાલીન જીવનને લક્ષમાં લેતાં, તેમ જ તેમની સર્જનશીલ, કાવ્યોદ્યમી પ્રતિભાને ધ્યાનમાં રાખતાં એમની આ નોંધાયેલી છે તેથી વિશેષ રચનાઓ હોવી જોઈએ, પણ મધ્યકાળના ઉત્તરાર્ધ સમયે સુધીમાં તો તે સૌ અનુપલબ્ધ બની હશે જેથી તેના ઉલ્લેખ થયા નથી.
બપ્પભટ્ટસૂરિની શતાર્થી એ પ્રબંધકારો દ્વારા ઉદંકિત એક મુક્તક હોય તો તે આજે ઉપલબ્ધ છે તેમ માનવું જોઈએ. અને કેટલાંક વર્ષો અગાઉ ગાથાકોશ તારાગણની ભાળ, તેની સંસ્કૃત ટીકા સાથે લાગી છે. કવિની સંસ્કૃત રચનાઓ ચતુર્વિશતિકા, વિરસ્તુતિ, શારદાસ્તોત્ર, સરસ્વતી સ્તવ, સરસ્વતીકલ્પ અને શાંતિ-સ્તોત્ર પ્રબંધોમાં નોંધાયેલી છે; આમાંથી કેટલીક ઉપલબ્ધ છે, પણ વરસ્તુતિ તેમ જ સરસ્વતી-સ્તવ હજી સુધી મળી આવ્યાં નથી.
આ રચનાઓમાં તારાગણનું મૂલ્ય પ્રાકૃત સાહિત્યની દૃષ્ટિએ ઘણું મોટું છે. તેમાં મૂળે ૧૭૨ ગાથાઓ હતી. તેના પરની સંસ્કૃત ટીકા, તેની શૈલી અને રંગઢંગ જોતાં, તે દશમા૧૧મા શતક જેટલી તો જૂની લાગે છે. ટીકાકાર કથન અનુસાર બપ્પભટ્ટસૂરિની ગાથાઓ કોઈ “શંકુક” નામના વિદ્વાને એકત્ર કરી છે, અને સંભવ છે કે તારાગણ અભિયાન બપ્પભટ્ટ દ્વારા નહીં પણ આ સમુચ્ચયકારે દીધેલું હશે. વાદી જંઘાલે ઈ. સ. ૯૭૪-૯૭૫માં તારાગણનો કોશના દૃષ્ટાંત રૂપે ઉલ્લેખ કર્યો છે", તેમ જ ધનપાલ પણ તેનો એ જ નામથી ઉલ્લેખ કરે છે. એથી એટલું તો ચોક્કસ છે કે આ તારાગણકોશનું સંકલન ઈસ્વીસની દશમી શતાબ્દીના ઉત્તરાર્ધ પૂર્વે થઈ ચૂકેલું. પ્રસ્તુત કોશમાં પ્રા. હરિવલ્લભ ભાયાણીએ સૂચવેલા સુધારા અનુસાર, સંગ્રહકાર શંકુક પોતાને “ના(યા)વલોક' યા “નાહાવલોક'ની (“નાગાવલોક'ની, “નાગાવલોક' બિરુદધારી પ્રતીહારરાજા નાગભટ્ટ દ્વિતીયની) સભાનો ગોષ્ઠિક હોવાનું પ્રકટ કરતો હોઈ તારાગણનો સરાસરી સમય ઈસ્વીસન્ ૮૧૫-૮૩૦ના ગાળાનો તો સહેજ જ માની શકાય.
તારાગણની ઉત્થાનિકામાં સંકલનકારની પોતાની પ્રસ્તુત કોશ સંબદ્ધ ગાથાઓ ઉમેરણ રૂપે દાખલ થયેલી છે. તેમાં મૂળ ગાથા-કર્તાનાં બપ્પભટ્ટિ, ભદ્રકીર્તિ અભિધાનો મળવા ઉપરાંત કવિને “યવર્ડમા”િ (ગજપતિ, આચાર્ય), “સેમg” (શ્વેતભિક્ષુ કિંવા શ્વેતાંબરમુનિ) અને “વા'' (વાદી) કહ્યા છે; આથી બપ્પભટ્ટિની ઐતિહાસિકતા તેમ જ નાગાવલોક સાથેનું સમકાલીનપણું સમકાલિક કર્તા શંક્ના સાક્ષ્યથી પૂરેપૂરાં સિદ્ધ થઈ જાય છે : યથા :
जाणिहर बप्पभट्टि गुणाणुरायं च भइत्तिं च ।। तह गयवइमायरियं च सेयभिक्खं च वाइ च ॥४७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org