________________
સંગમસૂરિકૃત સંસ્કૃતભાષાબદ્ધ “ચૈત્યપરિપાટીસ્તવ”
૨ ૨૫
રચનાકાળ
આ સ્તવના રચનાકાળ સંબંધમાં (સ્વ) પં. લાલચંદ ભગવાનદાસ ગાંધીએ ઊહાપોહ કરેલો છે, જે અહીં તેમના મૂળ શબ્દોમાં ઉદ્ધત કરી આગળ ચર્ચા કરીશું:
“વિ. સં. ૧૯૮૨માં પાટણ જૈનસંઘનો જૂનો ભંડાર તપાસતાં ડા૩૯, નં. ૩૫ની ૧૫૫ પત્રવાળી પુસ્તિકા(પા. ૧૧૬થી ૧૧૭)માં એક પ્રાચીન તીર્થમાલા-સ્તવન (શ્લો. ૨૨) મારા જોવામાં આવ્યું હતું, જે મેં ઉતારી લીધું છે. તેના ૨૧મા શ્લોક ઉપરથી તેના કર્તાનું નામ સંગમસૂરિ જણાય છે. આ જ સ્તોત્રવાળી બીજી એક પ્રતિ ફોટોસ્ટેઈટ કરાવવા વકીલ કેશવલાલ પ્રે. મોદીએ તથા શ્રીયુત જીવણચંદ સા. ઝવેરીએ મારી તરફ મોકલાવી હતી, તેના અંતિમ ઉલ્લેખમાં તે સ્તવનને પાદલિપ્તગુરુ-શ્રીસંગમસૂરિકૃત (રૂતિ શ્રીપતિતપુરુશ્રીસંમજૂનિવૃત સ્તવન) સૂચવ્યું છે. આ સ્તોત્રના ૧૬મા પદ્યને વિ. સં. ૧૨૯૫માં રચેલી ગણધર સાર્ધશતકબૃહવૃત્તિ (પૃ. ૩૮૪)માં સુમતિગણિએ ચિરંતન સ્તોત્રમાંનું સૂચવ્યું છે, તેમ છતાં આ સ્તોત્રમાં વિમલે આબૂ પર કરાવેલ નાભિનંદન(આદીશ્વર)નું અને સ્તંભનપાર્શ્વનાથનું સ્મરણ કરેલ હોવાથી આ સ્તોત્રની રચના વિક્રમની બારમી સદીના ઉત્તરાર્ધ લગભગમાં સંભવે છે” ૨૫
કુલ ત્રણ પાદલિપ્તસૂરિ જાણમાં છે; એક તો તરંગવઈકહા અને જ્યોતિષકરંડકના કર્તા, જે આર્ય નાગહસ્તીના શિષ્ય હતા, અને જેઓ પ્રતિષ્ઠાનપુરના રાજા હાલ-સાતવાહનના તેમ જ પાટલિપુત્રના (શક) મુરુંડરાજના સમકાલિક હતા અને એથી ઈસ્વીસનની બીજી-ત્રીજી શતાબ્દીમાં થયેલા. બીજા હતા શત્રુંજય પર પ્રતિષ્ઠા કરાવનાર તેમ જ ભિક્ષુ નાગાર્જુનના ગુરુ વા મિત્ર, જેઓ મૈત્રકકાળમાં, મોટે ભાગે સાતમા સૈકા ઉત્તરાર્ધ અને આઠમા શતક પ્રારંભમાં થયા છે. ત્રીજા છે નિર્વાણકલિકાકાર એવં પુંડરીકપ્રકીર્ણકકાર પાદલિપ્તસૂરિ, જેઓ સંગમસિંહસૂરિના શિષ્ય મંડનગણિના શિષ્ય હતા : તેઓ રાષ્ટ્રકૂટ કૃષ્ણ(તૃતીય)ને મળખેડ(માન્યખેટક)માં મળ્યાનો ઉલ્લેખ ૧૨માથી લઈ ૧૫મા શતકના સાહિત્યમાં છૂટક છૂટક મળે છે. આ તૃતીય પાદલિપ્તસૂરિનો કાળ આથી ઈસ્વીસના દશમા શતક બીજા-ત્રીજા ચરણનો ઠરે છે. સાંપ્રત સ્તોત્રના રચયિતા સંગમમુનિ સમયની દૃષ્ટિએ આથી મોડા હોઈ, ત્રણેમાંથી એકેય પાદલિપ્તસૂરિના ગુરુ ન હોઈ શકે. નોંધ સારી પેઠે પશ્ચાત્કાલીન હોઈ ભ્રમમૂલક જણાય છે. પં, લાલચંદ ગાંધીએ તેને આધારરૂપ ગણી નથી તે વાત સ્પષ્ટ છે.
રચનાકાળ વિશે વિચારતાં વિમલમંત્રીકારિત અબુંદનગ પરનો પ્રાસાદ (સં. ૧૦૮૮ | ઈ. સ. ૧૦૩૨) અને નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિ પ્રતિષ્ઠિત સ્તંભન-પાર્શ્વનાથ(ઈ. સ. ૧૦૭૫)નો સ્તવમાં ઉલ્લેખ હોઈ, તેમ જ સુમતિગણિકૃત ગણધરસાર્ધશતક-બૃહદ્રવૃત્તિ(સં. ૧૨૯૫ / ઈ. સ. ૧૨૩૯)માં સાંપ્રત સ્તવનો ઉલ્લેખ હોઈ, પ્રસ્તુત સ્તવ ઈ. સ. ૧૦૭પ
નિ, ઐ, ભા. ૧-૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org