________________
શ્રીપાલ પરિવારનો કુલધર્મ
૧૪૧
સં. ૧૨૦૮ | ઈ. સ. ૧૧૫રની પ્રશસ્તિપ.
(૩) બૃહગચ્છીય અજિતદેવસૂરિશિષ્ય હેમચંદ્રના નાભેયનેમિદ્વિસંધાનકાવ્યનું સંશોધન શ્રીપાલે કર્યા સંબંધનો મૂલíનો ઋણ-સ્વીકારવું. એની મિતિ પ્રાપ્ત નથી પણ રચના સંભવતયા કુમારપાળ-યુગના પૂર્વાર્ધમાં થઈ હોવી ઘટે.
(૪) શ્રીપાલ-કારિત ચતુર્વિશતિજિનસ્તવન
કવિરાજ શ્રીપાલની આ સિવાયની અનુપલબ્ધ કૃતિઓમાં સિદ્ધરાજ દ્વારા નિમપિત સહસ્ત્રલિંગ-તટાક (પુરાણું અભિધાન દુર્લભરાજસર; નવનિર્માણ પ્રાયઃ ઈસ્વી ૧૧૩૭)ની, તથા સિદ્ધપુર ખાતેના રુદ્રમહાલય(પ્રાયઃ ઈસ્વી ૧૧૩૮-૧૧૪૪ના ગાળામાં ક્યારેક)ની પ્રશસ્તિઓ, અને તેમણે વેરોચનપરાજય નામક સાહિત્યિક કૃતિ (નાટક ? કાવ્ય ?) રચેલી તેવા ૧૩મા-૧૪મા શતકના ચરિતાત્મક-પ્રબંધાત્મક ઉલ્લેખો. (તદતિરિક્ત શ્રીપાલની વર્તમાને અપ્રાપ્ય કાવ્ય-કૃતિઓમાંથી ચૂંટી કાઢેલાં પડ્યો જલ્પણની સૂક્તમુક્તાવલી (ઈસ્વી ૧૨૪૭-૬૦) તેમ જ શાર્ગધર કૃત શાર્શ્વધરપદ્ધતિ (આ ઈ. સ૧૩૬૩) અંતર્ગત મળે છે; પણ પ્રસ્તુત સૂક્તિઓનો તો શુદ્ધ લલિત સાહિત્યના ક્ષેત્રમાં સમાવેશ થતો હોઈ સાંપ્રત ચર્ચામાં તેની ઉપયુક્તતા નથી.)
(૫) શ્રીપાલપુત્ર સિદ્ધપાલે પૌષધશાળા બંધાવેલી; અને તેમાં વાસ કરીને બૃહદ્ગચ્છીય વિજયસિંહસૂરિ શિષ્ય સોમપ્રભાચાર્યે સં૧૧૪૦ | ઈ. સ. ૧૧૮૪માં જિણધમ્મપડિબોહો | જિનધર્મપ્રતિબોધ નામે કુમારપાળની જૈન ગાશ્મધર્મ-શિક્ષાદીક્ષા સંબંધની હકીકતને કેન્દ્રમાં રાખીને ઉપદેશાત્મક ગ્રંથ રચેલો. સિદ્ધપાલની કોઈ અખંડ કૃતિ પ્રાપ્ત નથી; પણ તેની લુપ્ત કૃતિનાં, ઉજજયંતગિરિતીર્થ સમ્બદ્ધ બેએક પદ્ય સોમપ્રભાચાર્યે ઉદ્ધત કરેલાં છે".
(૬) શ્રીપાલ-બંધુ શોભિતના સ્વર્ગગમન પશ્ચાતની, તેના સ્મારક રૂપની, અબ્દ પર્વત પર દેલવાડાગ્રામની વિખ્યાત વિમલવસહીના પશ્ચાત્કાલીન બલાનક-મંડપમાં રાખવામાં આવેલ મિતિવિહીન પ્રતિચ્છાન્દક, ખાંભીરૂપી, પ્રતિમા".
(૭) સિદ્ધપાલપુત્ર કવિ વિજયપાલની એક માત્ર કૃતિ દ્રૌપદી સ્વયંવર (નાટક) ઉપલબ્ધ છે.
આટલા સ્રોત તો સમકાલિક છે; પણ કવિવર શ્રીપાલના જીવન વિશે કંઈક વિશેષ અને નવીન હકીકતો રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૩ | ઈ. સ. ૧૨૭૭) તથા નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્યના પ્રબંધચિંતામણિ (સં. ૧૩૬૧ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org