SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય અને પુરાતત્ત્વના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં નિર્ચન્થદર્શન દાયકાઓ પૂર્વે, મને સ્મરણ છે કે ત્રીસીના પ્રારંભના કોઈ વર્ષ(સન ૧૯૩૩ ?)માં મળેલા ગુજરાત સાહિત્ય પરિષદૂના વાર્ષિક અધિવેશનમાં, ડી. બી. ડિસ્કnકરે એવી સ્થાપના કરેલી કે ગુજરાતમાં જૈન ધર્મનો પ્રવેશ સાતમા શતક પહેલાં થયો જ નહોતો અને તે પૂર્વે પાંચમા શતકમાં વલભીમાં આગમોની વાચના નિશ્ચિત કરવા મળી ગયેલી વાલજી પરિષદની પરંપરા સાચી નથી'. એ કથનનો આશરો લઈ લગભગ અઢી દાયકા પૂર્વે કુમારની કટારોમાં જબરો વિવાદ ઉપાડવામાં આવેલો. એ વખતે એ વિષય અનુષંગે મેં પ્રમાણભૂત પ્રાચીન સાહિત્ય દ્વારા ફલિત થતાં ઐતિહાસિક તથ્યો તેમ જ ગુજરાતમાંથી પ્રાપ્ત, સંદર્ભગત વિષય પરનાં પુરાતત્ત્વીય પ્રમાણો સંબંધમાં, ખોજ કરેલી અને ડિસ્કલકર અને તેમને અનુસરનારા વર્તમાન દશકોના વિદ્ધર્મહાજનોનું પ્રસ્તુત ગૃહીત ક્યાં સુધી સાચું છે તે વિગતે તપાસી જોયેલું. એ પુરાણી નોંધોને આધારે અહીં, સરળતા ખાતર હાલ તો બહુ વિસ્તૃત ટિપ્પણી ન આપતાં, કેવળ સંદર્ભગ્રંથોની જરૂરિયાત પૂરતી નોંધ સાથે, મુખ્ય પ્રમાણોને જ સંક્ષેપમાં રજૂ કરીશ. સાહિત્યના સંદર્ભો ૧) ઈસ્વીસન પૂર્વેની સદીઓમાં રચાઈ ગયેલા પ્રાચીનતમ નિર્ઝન્ય આગમોમાં ગુજરાત સ્થિત કોઈ પણ સ્થળ સંબંધી બિલકુલેય ઉલ્લેખ નથી. ૨) ગુજરાત અંતર્ગત સુરાષ્ટ્ર (સોરઠ), દ્વારિકા, ઉજજયંતગિરિ (ગિરનાર), શત્રુંજયગિરિ (સેગુંજો), અને હસ્તવપ્ર(હાથબ)ના સંબંધમાં આગમોમાં જે એકત્રિત ઉલ્લેખો પ્રાપ્ત થાય છે તે જ્ઞાતાધર્મકથા, વૃષ્ણિદશા, અને દ્વિતીય આર્ય શ્યામ કિંવા દ્વિતીય કાલકાચાર્યકૃત પ્રજ્ઞાપના સૂત્રમાં જોવા મળે છે, અને આ ત્રણે આગમો ભાષા, શૈલી, અને વસ્તુની દૃષ્ટિએ ઉત્તર-ક્ષત્રપયુગથી વિશેષ પ્રાચીન જણાતા નથી. ૩) પરંતુ પર્યુષણાકલ્પની “સ્થવિરાવલી”ના ત્રીજા હિસ્સા(પ્રાયઃ ઈસ્વી ૧00)માં અપાયેલ નિર્ચન્થ મુનિઓના ગણ, કુલ, શાખાદિની વિગતોમાં (અશોકપૌત્ર મૌર્ય સંપ્રતિના ગુરુ) આર્ય સુહસ્તિ(પ્રાયઃ ઈ. સ. પૂ. ત્રીજી શતાબ્દી ઉત્તરાર્ધ)ના એક શિષ્ય ઋષિગુપ્તથી સોરઠીયા શાખાની ઉત્પત્તિ થઈ હોવાનું જણાવ્યું છે તે શાખા “માનવ(માલવ?)ગણ'માંથી નીકળેલી છે. આથી સ્પષ્ટ રૂપે ફલિત થાય છે કે ઓછામાં ઓછું ઈસ્વીસનું પૂર્વેની બીજી શતાબ્દીના ઉત્તરાર્ધમાં સુરાષ્ટ્રપ્રદેશમાં નિર્ચન્વધર્મનો પ્રચાર હતો. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy