SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૪) આર્ય નાગાર્જુન દ્વારા નિર્ઝન્ય આગમોના સંકલન સંબદ્ધ પ્રાયઃ ઈસ્વી ૩૫૦ના અરસામાં સંપન્ન થયેલી પ્રથમ વાલભી વાચના' અને પછી દેવદ્ધિગણિની અધ્યક્ષતામાં, ઈસ્વી ૪૫૦(વસ્તુતયા ઈ. સ. ૫૦૩ અથવા પ૧૬)માં, અગાઉની આર્ય સ્કંદિલની અધ્યક્ષતામાં સંપન્ન થયેલી માથુરી વાચના” (પ્રાયઃ ઈસ્વી ૩પ૩૩૬૩) અને પ્રથમ વાલભી એટલે કે નાગાર્જુનીય વાચના'ના પાઠોના મિલનાર્થે મળેલી “દ્વિતીય વાલજી પરિષદ'ની નોંધ લેતાં જૂનાં ઉલ્લેખો અને પ્રાચીન ગાથાઓ મધ્યકાલીન અને ઉત્તર- મધ્યકાલીન વૃજ્યાત્મક સાહિત્યમાં મળી આવે છે. આમાંથી પહેલી માન્યતાને ટેકો દેવવાચક કૃત નંદિસૂત્ર(પ્રાયઃ ઈસ્વી ૪૫૦)માંથી અને બીજીને પર્યુષણાકલ્પના અંતિમ હિસ્સા(પ્રાયઃ ઈસ્વી ૫૦૩/ ૫૧૩)ની એક નોંધ તેમ જ આચાર્ય મલયગિરિએ પુરાણા સ્રોતો પરથી ૧૨મા શતકમાં કરેલા ટિપ્પણ પરથી તારવી શકાય. “સ્થવિરાવલી”નો છેલ્લો અને પાંચમો હિસ્સો પણ દેવર્કિંગફિના નામ સાથે જ પૂરો થાય છે. આથી વાલભી વાચનાની વાતને કાઢી નાખવા માટેનો કોઈ તકે ઊભો રહી શકતો નથી. ૫) ઉત્તર-ક્ષત્રયુગીન અને અનુક્ષત્રપકાલીન જૈન આગમિક સાહિત્યની નોંધો અનુસાર ઉજ્જયંતગિરિ પર જિન અરિષ્ટનેમિનાં દીક્ષા, કૈવલ્યજ્ઞાન-પ્રાપ્તિ, અને નિર્વાણ એ ત્રણ કલ્યાણક થયેલાં. આવી માન્યતા આમ ઈસ્વી ત્રીજી-ચોથી સદીમાં પ્રચારમાન હતી. ૬) દિગંબર સંપ્રદાયના માન્ય ગ્રંથ પદ્ધષ્ઠાગમ (પ્રાયઃ ઈસ્વી ૫૦૦) પરની સ્વામી વીરસેનની ધવલા-ટીકા (ઈસ્વી ૮૧૫) અનુસાર ઉજ્જયંતગિરિની ચંદ્ર ગુફામાં વસતા આચાર્ય ધરસેને પુષ્પદંત ભૂતબલિ નામના મુનિઓને કર્મપ્રકૃતિ-પ્રાભૃત ભણાવેલું. આ ધરસેન, દિગંબર વિદ્વાનો માને છે તેમ ઈસ્વી બીજી શતાબ્દીના પ્રારંભના ન હોતા, મારી શોધ પ્રમાણે, ઈસ્વીસન્ ૪૫૦-૫૦૦ વચ્ચે થઈ ગયા છે''. ૭) આચારાંગ-નિર્યુક્તિ(પ્રાયઃ ઈસ્વી પ૨૫)માં એ કાળે મહિમ્ન મનાતાં જે નિર્ઝન્થ તીર્થોનાં નામ આપેલાં છે તેમાં ઉજ્જયંતગિરિ પણ સમાવિષ્ટ છે. ૮) દિગંબર-માન્ય ગ્રંથ ત્રિલોકપ્રશસિ(પ્રાયઃ ઈસ્વી ૫૫૦)માં પણ નિર્ગસ્થ તીર્થોનાં આપેલાં બે ઉદાહરણોમાં એક ઉજજયંતગિરિનું છે. ૯) સભાષ્યદ્વાદશારાયચક્રના રચયિતા અને સિદ્ધસેનના સન્મતિપ્રકરણ પરની (હાલ અનુપલબ્ધ) વૃત્તિના કર્તા તેમ જ વલભી અને ભૃગુકચ્છ સાથે સંકળાયેલા મહાનું દાર્શનિક વિદ્વાન્ મલ્લવાદી ઈસ્વીસનના છઠ્ઠા સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયા છે. તેઓ આવશ્યકનિર્યુક્તિ (પ્રાયઃ ઈસ્વી પર૫) અને બૌદ્ધ દાર્શનિક વિદ્વાન્ દિનાગ(પ્રાયઃ ઈસ્વી ૪૮૦-૫૬૦)ની કૃતિઓથી પરિચિત હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy