________________
૮૮
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
આ ગ્રંથ અને વૃત્તિ સંબંધમાં ૧૨મા શતકથી ચાલતો આવતો એક સંભ્રમ આ ટાંકણે દૂર કરવો જરૂરી બની જાય છે. જ્યોતિષકરણ્ડકના સંસ્કૃત-વૃત્તિકાર મલયગિરિ આ ગ્રંથને વલભીના કોઈ ચિરંતન પૂર્વાચાર્યની રચના માનતા હોવાનું અને તે પરની વૃત્તિને પાદલિપ્તસૂરિની રચના માનતા હોવાનું જણાય છે. મલયગિરિના આવા વિધાનથી મોહનલાલ મહેતાએ પણ એવું જ સૂચન કર્યું છે, પણ મુનિ પુણ્યવિજયજીને ખંભાત તેમજ જેસલમેરના ભંડારોમાંથી પ્રાપ્ત થયેલી પ્રતોની અંતિમ ગાથાઓને આધારે તો મૂળ જ્યોતિષકરડક ગ્રંથ પાદલિપ્તસૂરિની રચના હોવાનું સ્પષ્ટ થાય છે.
૨) પ્રભાવકચરિતકાર પાદલિપ્તસૂરિ પર કાલજ્ઞાન નામક જ્યોતિષ ગ્રંથનું કર્તૃત્વ આરોપિત કરે છે. કહેવાય છે કે આ ગ્રંથ હાલ અનુપલબ્ધ છે. મને લાગે છે કે જ્યોતિષકરણ્ડક જ આ કાલજ્ઞાન ગ્રંથ છે; પ્રસ્તુત મૂલ-ગ્રંથની ઉત્થાનિકામાં બે વાર આવતા “કાલજ્ઞાન” શબ્દ પરથી એને કાલજ્ઞાન એવું અપહરનામ મળી ગયું હોય : (જુઓ પાદટીપ ૧૧). જે હોય તે; મૂલકાર પાલિત્તસૂરિ વૃત્તિકાર શિવગંદી વાચકથી અગાઉ થઈ ગયા છે તેટલી વાત તો ચોક્કસ; અને આથી પ્રથમ દૃષ્ટિએ તેમને કુષાણકાળના પાલિત્તસૂરિથી અભિન્ન માની શકાય.
૩) શત્રુંજય પર જિન વીરની પ્રતિષ્ઠા સમયે પાલિત્તસૂરિએ ગાથારૂપેણ ગાતાજુઅલેણ” શબ્દોથી આરંભાતી વિદ્યાગર્ભિત સ્તુતિ રચી હોવાનું પ્રભાચંદ્રાચાર્ય કહે છે. નિર્વાણકલિકાના સંપાદક (સ્વ) મોહનલાલ ભગવાનદાસ ઝવેરીએ અનુપલબ્ધ મનાતી આ વિરલ રચના પોતાની અંગ્રેજી પ્રસ્તાવનામાં ઉફ્રેંકી છે": યથા :
गाहा-जुअलेण जिणं मय-मोह-विवज्जियं जियकसायं । थो(स्)सामि ति-संझाए तं निस्संगं महावीरं ॥१॥ सुकुमार-धीर सोमा रत्त-किसिण-पंडुरा सिरिनिकेया । सीयंकुसगहभीरू जल-थल-नह मंडला तिन्नि ॥२॥ न चयंति वीरलीलं हाउं जे सुरहि-मत्त-पडिपुन्ना । पंकय-गयंद-चंदा लोयण-चक्कम्मिय-मुहाणं ॥३॥ एवं वीरजिणंदो अच्छरगण-संघ-संथुओ भयवं ।
पालित्त-यमय-महयो दिसउ खयं सव्वदुरियाणं ॥४॥ આ નાનકડી કૃતિના રચયિતા પાલિત્તસૂરિ કોણ? પ્રસ્તુત ગાથાદ્વયનાં છંદોલય તેમ જ સંરચના અને કવિત-લક્ષણ જોતાં તે તરંગવતીકાર પાલિત્તના સમય જેટલી પુરાણી રચના જણાતી નથી. (શૈલી કંઈક અંશે ““ઉવસગ્ગહર” સ્તોત્ર, પ્રાયઃ નવમી-દસમી શતાબ્દીનું સ્મરણ કરાવે છે.) વળી જિનવીરનું મંદિર ઈસ્વીસની બીજી શતાબ્દી જેટલા પુરાતન કાળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org