________________
પાદલિપ્તસૂરિ વિરચિત “નિર્વાણકલિકા'નો સમય અને આનુષંગિક સમસ્યાઓ નાગૅદ્રકુલના વિમલસૂરિના પહેમચરિય (આઈસ૪૭૩) અને સંઘદાસગણિના વસુદેવહિપ્પી (છઠ્ઠ શતક) સરખી વિસ્તૃત અને સમૃદ્ધ કથાઓમાં પણ આવી યોજનાના કોઈ સ્પષ્ટ નિર્દેશ મળતા નથી. વિધિવિધાનમાં ગ્રંથકર્તાએ જે તાંત્રિક રંગના મંત્રોનો પણ પ્રયોગ કર્યો છે તે વાત પણ ગ્રંથ પ્રાચીન હોવાનો––આદિ પાદલિપ્તસૂરિએ રચ્યો છે તેવી વાતનો— સર્વથા અપવાદ કરે છે. નિર્વાણલિકા ગ્રંથ અન્ય કેટલાક મુદ્દાઓ સાથે આ કારણસર પણ પ્રાચીન યુગમાં લખાયો હોવાનું સંભવતું નથી. આ ગ્રંથના દઢતર, સંભાવ્ય તેમ જ સ્વીકાર્ય સમય-વિનિર્ણય અંગે અહીં આગળ ઉપર વિસ્તારથી ચર્ચા કરીશું. તે પહેલાં સાંપ્રત વિષય અનુષંગે ઉપસ્થિત થતા બીજા કેટલાક પ્રશ્નો, જેનો ઉત્તર મેળવવો હજુ બાકી છે, તે વિશે જોઈ જવું જરૂરી છે. જેમકે :
૧) ખગોળવિદ્યાના શ્વેતાંબર જૈન આગમિક ગ્રંથ જ્યોતિષકરડક રચનાર પાલિત્તસૂરિ કોણ ? તરંગવતીકાર ? નિવણકલિકાકાર ? કે પછી કોઈ ત્રીજા જ પાદલિપ્તસૂરિ ? પ્રાથમિક દૃષ્ટિએ જોતાં મને લાગે છે કે જ્યોતિષકરંડકકાર અને તરંગવતીકાર એક હોઈ શકે; અને એ કારણસર નિર્વાણકલિકાકારથી ભિન્ન માનવા ઘટે. આગમોમાં “પ્રકીર્ણક” વર્ગમાં મુકાતા જ્યોતિષકરડક ગ્રંથને એની શૈલીનાં લક્ષણો પરથી તે ઈસ્વીસન્ના બીજા ત્રીજા સૈકા જેટલો પ્રાચીન છે કે નહીં તેનો નિર્ણય તો પ્રાકૃત ભાષાના તજજ્ઞો અને આગમિક શૈલીના અધ્યેતાઓ કરી શકે. આ ગ્રંથ દિનકરપ્રજ્ઞમિ પુરાતન સૂર્યપ્રજ્ઞમિ(ઈ. સ. પૂ. બીજી-પહેલી શતાબ્દી)ના આધારે રચાયો હોવાની કબૂલાત તેના આરંભમાં જ કરવામાં આવી હોઈ તે સ્પષ્ટતયા તે પછીની રચના છે. જ્યોતિષકરણ્ડક પર શિવગંદી વાચકે કરેલી પ્રાકૃત “વૃત્તિ પણ હવે ઉપલબ્ધ બની છે, જે જૈનાગમો પરની અદ્યાવધિ મળી આવેલી પ્રાકૃત વૃત્તિઓમાં સૌથી પ્રાચીન માનવી ઘટે; અને તે પાંચમા-છઠ્ઠા શતક બાદની તો નહીં જ હોય કેમકે “શિવનંદી” સરખાં નંદ્યાત નામોનો પ્રચાર કુષાણ અને અનુકુષાણ કાળ પછી ઉત્તરાપથના નિર્ઝન્થ સંપ્રદાયોમાં નહોતો રહ્યો : અપવાદ રૂપે અલબત્ત ઉચ્ચનગર શાખાના તત્ત્વાર્થાધિગમસૂત્રકાર વાચક ઉમાસ્વાતિના ગુરુ “ઘોષનંદિ” ક્ષમણ (આ. ઈસ્વી. ચોથી શતાબ્દી પૂર્વાર્ધ) ગણાવી શકાય. બીજી બાજુ દક્ષિણમાં યાપનીય તેમ જ દિગંબર સંપ્રદાયના મુનિઓમાં નંદ્યાત નામધારી ઘણા મુનિઓનો ઉલ્લેખ પાંચમા-છઠ્ઠા શતકના અભિલેખોમાં (અને તે પછી પણ), તેમ જ તેમની આગમવત્ અને અન્ય રચનાઓમાં મળી આવે છે. (વૃત્તિકાર શિવનંદી વાચક કાં તો શ્વેતાંબર આમ્નાયની ઉચ્ચસ્નગર શાખામાં, કે કદાચ યાપનીય સંઘમાં થયા હોય.) અન્યથા વૃત્તિની નિરૂપણ-શૈલી આગમો પરના છઠ્ઠા શતકમાં લખાયેલાં ભાષ્યોના અને પ્રાચીનતમ ચૂર્ણિઓની સરાસરી ગદ્ય-લેખન જેવી હોવાનો ભાસ જરૂર કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org