________________
પાદલિપ્તસૂરિ વિરચિત ‘નિર્વાણકલિકા’નો સમય અને આનુષંગિક સમસ્યાઓ
શત્રુંજયગિરિ પર હોવાના ક્યાંયથીયે નિર્દેશ મળતા નથી*. વિશેષમાં પ્રસ્તુત ગાથાયુગલમાં શત્રુંજયનો ઉલ્લેખ પણ નથી.
જ્ઞાતાધર્મકથાંગ અને અંતકૃતદશાંગ (બન્ને વલભી પ્રથમ વાચનાના સમયના, એટલે કે ઈસ્વીસન્ની ચોથી સદીના મધ્યભાગના) આગમોમાં તો શત્રુંજય કિંવા પુંડરીકપર્વત પાંડવોની અને અરિષ્ટનેમિના કેટલાક શિષ્યોની નિર્વાણભૂમિ હોવાની કથાઓ છે૭. અને ઉપલબ્ધ નિર્યુક્તિઓ, ભાષ્યો, કે ચૂર્ણિઓમાં શત્રુંજયને તીર્થની સંજ્ઞા દીધી નથી, કે નથી ત્યાં કોઈ જિનાલયના અસ્તિત્વની નોંધ. નિર્વાણકલિકાથી તો ઉપર ઉદ્ભકિત સ્તુતિ પ્રાચીન હોવાનો ભાસ અલબત્ત થાય છે. સંભવતયા પાદલિપ્તસૂરિ દ્વિતીયની આ રચના હોવી જોઈએ; મોટે ભાગે મૈત્રકકાળના ઉત્તરાર્ધની હોવાનો સંભવ છે.
૮૯
૪) ભદ્રેશ્વરસૂરિની કહાવલિ(પ્રાયઃ ઈસ્વી ૯૭૫-૧૦૦૦)માં, તેમ જ પછીના પ્રબંધોમાં કથિત શત્રુંજય, ઉજ્જન્ત-ગિરિનગર, ઢંક(ઢાંક), અને મથુરાની યાત્રા કરનારા, અને મણખેડ(પુરાણા માન્યખેટક, હાલના મડખેડ)માં ‘‘કૃષ્ણ-ભૂભૃત’”ની મુલાકાત લેનાર૯ પાદલિપ્તસૂરિ કોણ ? પ્રતિષ્ઠાન-નગરમાં સાતવાહન રાજાને (બીજી સદીમાં) મળનાર અને જેમની કેટલીક પ્રાકૃત ગાથાઓ સાતવાહન રાજા ‘‘હાલ”ના ગાથાસપ્તશતીમાં સંગૃહીત થઈ છે તે (તરંગવતીકાર) પાલિત્તસૂરિ તો ન જ હોઈ શકે. માન્યખેટ રાજધાની રૂપે રાષ્ટ્રકૂટ સમ્રાટ નૃપતંગ અમોઘવર્ષ પ્રથમનાં આરંભિક વર્ષોમાં (આ ઈ. સ. ૮૧૪-૮૨૦) કે તેથી થોડું પૂર્વમાં બની; અને આ કારણસર પ્રબંધકથિત કૃષ્ણરાજ તે રાષ્ટ્રકૂટ કૃષ્ણ દ્વિતીય (ઈ. સ. ૮૭૮-૯૧૪) અથવા તો કૃષ્ણ તૃતીય (ઈ. સ. ૯૩૯-૯૬૭) એમ એ બેમાંથી એક હોઈ શકે. આથી સાતમી શતાબ્દીમાં થઈ ગયા હશે તે દ્વિતીય પાલિત્તસૂરિ પણ આ પાલિત્તસૂરિ ન હોઈ શકે. આ તૃતીય પાલિત્તસૂરિ તે નિર્વાણકલિકાના રચયિતા પાદલિપ્તસૂરિ હોવાનો સંભવ છે. (મથુરા, શત્રુંજય, ગિરનાર, અને ઢાંકની યાત્રાએ જનાર પાલિત્તસૂરિ વિશે આગળ વિચારીશું.)
૫) આગમિક પ્રકીર્ણકોમાં ગણાતા પુંડરીકપ્રકીર્ણક અપરનામ સારાવલિપ્રકીર્ણકના રચિયતા પણ કોઈ પાદલિપ્ત સૂરિ હોવાનું પરોક્ષ પ્રમાણ છે. પ્રસ્તુત કલ્પની વસ્તુ તથા વિગત તેમજ તેના આત્યંતિક પૌરાણિક, તીર્થમાહાત્મ્ય પૌરાણિક, તીર્થમાહાત્મ્ય તરબોળ રંગઢંગ જોતાં તેના કર્તા પાદલિમ તે તૃતીય પાલિત્તસૂરિથી અભિન્ન હોવા ઘટે૧. વજસ્વામી (દ્વિતીય) કૃત શત્રુંજયલઘુકલ્પ (પ્રાયઃ ઈ. સ. ૧૦૩૨-૩૩)૨૨, જિણાયશનું પુંડરીકગિરિસ્તવન (આ ઈ. સ. ૧૧મી શતાબ્દી, હેમચંદ્રસૂરિનું શત્રુંજયાષ્ટક (આ ઈ. સ. ૧૧૨૭ વા ૧૧૫૫) તેમ જ તપાગચ્છીય ધર્મકીર્તિ ગણિનો બૃહદ્શત્રુંજયકલ્પ (આ ઈ. સ. ૧૨૬૪)૨૪ પણ પાલિત્તસૂરિની ઉપર્યુક્ત પ્રકીર્ણક કૃતિના ઋણી છે. અને જિનપ્રભસૂરિનો કલ્પપ્રદીપ અંતર્ગતનો વિખ્યાત ‘‘શત્રુંજયકલ્પ” (સં. ૧૩૮૫ / ઈ સ ૧૩૨૯)૨૫ ઉપર્યુક્ત સૌ રચનાઓના આધારે નિ ઐ ભા. ૧-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org