________________
૯૦
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
રચાયો છે.
૭) પ્રભાવક ચરિતકાર પ્રશ્નપ્રકાશ નામક ગ્રંથનું કર્તૃત્વ પણ પાદલિપ્તસૂરિ પર આરોપિત કરે છે. ગ્રંથ આજે ઉપલબ્ધ નથી; પણ ગ્રંથાભિધાન “પ્રકાશાંત” હોઈ ગ્રંથ બહુ પ્રાચીન હોવાની વાત સંદેહપ્રદ બની જાય છે. આવો કોઈ ગ્રંથ પાદલિપ્તસૂરિએ રચ્યો હોય તો તે ત્રીજા પાદલિપ્તસૂરિનો હોવો જોઈએ. “પ્રશ્નને લગતો ગ્રંથ હોઈ તેનો વિષય નિમિત્ત વિદ્યા હશે.
પાલિતાણા–પ્રાચીન પાલિત્તાનક–અભિધાન સ્પષ્ટતયા “પાલિત્ત' પરથી નીપજેલું છે. “આનક' પ્રત્યય ધરાવતાં ગ્રામનામો વ્યક્તિઓ કે વિશેષનામો પરથી પડ્યાનો સંભવ દર્શાવતા મૈત્રક-અનુમૈત્રક દાખલાઓ છે. બીજી નોંધનીય વાત એ છે કે કોઈ બૌદ્ધ વા બ્રાહ્મણીય સ્રોતમાંથી “પાલિત્તાનક' નામની ઉત્પતિનો ખુલાસો કરતા નિર્દેશો હજી સુધી મળી આવ્યા નથી. પણ ઉપર ચર્ચિત ત્રણમાંથી કયા પાલિત્તસૂરિના નામ પરથી પાલિતાણા ઊતરી આવ્યું હશે? કુમારપાલપ્રતિબોધ (અસલી નામ જિનધર્મપ્રતિબોધ) તો પોતાને આકાશગમન સહાયભૂત રસ-લેપમાં ખૂટતી ક્રિયાનું જ્ઞાન કરાવનાર પાલિત્તસૂરિના નામ પરથી અહેસાનમંદ સિદ્ધ નાગાર્જુને પાદલિપ્તપુર વસાવ્યાનું કહે છે : અને આ અનુશ્રુતિને સમર્થને એથી પૂર્વના ગ્રંથ રાજગચ્છીય સોમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધ- (સં. ૧૨૪૧ | ઈસ. ૧૧૮૫)માં મળે છે; જો કે કદાચ આથીયે પહેલાં રચાયેલ “પાદલિપ્તસૂરિચરિત”, જેની સં૧૨૯૧/ઈ. સ. ૧૨૩૫ની હસ્તપ્રત મળી છે તેમાં ૯, અને ભદ્રેશ્વરસૂરિની કહાવલિ(પ્રાયઃ ઈ. સ. ૯૭પ૧૦૦૦)માં તો તે અનુશ્રુતિ નોંધાયેલી નથી. આથી પ્રભાચંદ્રાચાર્ય પાસે તેમ જ સોમપ્રભાચાર્ય સમક્ષ કોઈ અન્ય સાધન હશે. પાલિત્તાનકનો રાષ્ટ્રકૂટ લાટેશ્વર ગોવિંદરાજ તૃતીય પ્રભુતવર્ષના દેવળીના વસં. ૫00 | ઈ. સ. ૮૧૮-૮૧૯ના તામ્રપત્રમાં ઉલ્લેખ હોઈ”તેની સ્થાપના તે કાળ પૂર્વે થઈ ચૂકેલી તે નિર્વિવાદ છે; નિર્વાણકલિકાકાર પાદલિપ્ત આ મિતિથી (આગળ જોઈશું તેમ) પોણોસો-સોએક વર્ષ બાદ થયા હોઈ તેમના નામથી તો પાલિત્તાનક અભિધાન પડ્યું નથી તેટલી વાત તો ચોક્કસ. એ જ રીતે આદિ પાલિત્તસૂરિના નામ પરથી, પછીથી એમના સ્મરણ રૂપે પણ તે પડ્યું હોવાનો સંભવ નથી. શત્રુંજયની તીર્થરૂપેણ કોઈ ખ્યાતિ મૈત્રક કાળના ઉત્તરાર્ધ પહેલાં નહોતી. કે નથી મળતો આદિ પાદલિપ્તસૂરિનો શત્રુંજયાચલ સાથે સંબંધ સૂચિત કરતો કોઈ પ્રાચીન સંદર્ભ યા ઉલ્લેખ; અને આનકાંત ગ્રામાભિધાનો મૈત્રયુગ પૂર્વેના સ્રોતોમાંથી એકાદ અપવાદ સિવાય મળી આવતા નથી એમ ભાષાવિદ્ પ્રા. હરિવલ્લભ ભાયાણી સપ્રમાણ માને છે. પ્રાપ્ય મૈત્રક તામ્રશાસનોમાં તો પાલિત્તાનકનો ઉલ્લેખ નથી અને સંભવ છે કે આ ગામનું તોરણ ઉત્તર મૈત્રક કાળમાં ક્યારેક બંધાયું હોય, બીજી બાજુ છેલ્લા પાંચેક મૈત્રક રાજાઓનાં તામ્રપત્રો પણ પ્રમાણમાં જૂજવાં મળ્યાં છે; એટલે પાલિત્તાનકનો ઉલ્લેખ થયો હોય તેવાં ઉત્તરકાલિક મૈત્રક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org